Last Update : 01-June-2012,Friday

 

NDA શાસિત રાજ્યોમાં સફળ ઃ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મિશ્ર પ્રતિસાદ
પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં ભારત બંધ સફળ

ઠેર ઠેર રેલી, કૂચ, રસ્તા-રેલ રોકો, પથ્થરમારાથી જનજીવન ખોરવાયું ઃ અર્થતંત્રને કરોડોનું નુકસાન

નવી દિલ્હી, તા. ૩૧
એન.ડી.એ. તેમજ સરકારના કેટલાક સાથી પક્ષોના ભારત બંધના એલાનને રાષ્ટ્રીય સ્તરે મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. એનડીએ શાસિત રાજ્યોમાં તે મહદઅંશે સફળ જણાયો હતો તો કોંગ્રેસના રાજ્યોમાં તેની નહિવત અસર જણાઈ હતી. સામે સરકારના સાથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પેટ્રોલનો ભાવવધારો તદ્દન પાછો ખેંચી લેવા અન્યથા લોક આંદોલન દિલ્હી લઈ જવા ચેતવણી ઉચ્ચારી છે. જ્યારે બિહારમાં ૮૦૦ કાર્યકરો સાથે આંદોલન ચલાવી રહેલા શરદ યાદવે સરકાર ભાવ નિયંત્રણમાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાથી વડાપ્રધાન તત્કાલ રાજીનામું આપે તેવી માંગ કરી છે. બંધથી દેશના અર્થતંત્રને ૩૦૦ કરોડનું નુકસાન થયું છે.
પાટનગર દિલ્હીમાં બંધ ઉપરાંત રિક્ષાવાળાઓની હડતાળથી લોકોની મુશ્કેલી વધી હતી, મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં બંધને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. મુંબઈના પરા વિસ્તારોમાં બંધ સમર્થકોએ બસો પર પથ્થરમારો કર્યો હતો તે ઉપરાંત પુના, નાગપુર, થાણા અને સતારા જિલ્લામાંં પણ પથ્થરમારામાં અથવા તો રસ્તા રોકીને વાહન વ્યવહાર અટકાવવા પ્રયાસ કર્યો હતો.
ભાજપ શાસિત કર્ણાટકમાં બંધ સફળ રહેતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ત્યાં બંધ સમર્થકોએ ત્રણ બસ સળગાવી દીધી હતી. જ્યારે બીજી કેટલીક બસો પર પથ્થરમારો કર્યો હતો.
કેરળમાં બંધની કોઈ અસર જણાઈ ન હતી જ્યારે તમિલનાડુના અમુક વિસ્તારમાં બંધનું એલાન સફળ રહ્યું હતું જ્યારે કેટલાક વિસ્તારમાં જનજીવન ધબકતું રહ્યું હતું. બિહારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શરદ યાદવ અને ૭૦૦ જેટલા તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. શરદ યાદવે વર્તમાન સરકાર ભાવ ઘટાડવામાં નિષ્ફળ ગઈ હોવાથી વડાપ્રધાને તાત્કાલીક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી. સરકારના જ સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પ્રથમથી જ પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં કોલકાતામાં વિરોધ પ્રદર્શન માટે રેલી યોજી હતી. તેઓએ આ વિરોધ પ્રદર્શન દિલ્હી પહોંચાડવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
બંધ સમર્થકોએ કોલકાતા તેમજ ઘણા સ્થળોએ રેલ્વે માર્ગ રોકી લેતા રેલ્વે વ્યવહાર પર પણ બંધની આંશિક અસર વર્તાઈ હતી.
પંજાબમાં બંધ પૂર્ણ સફળ રહ્યું હતું. લુધિયાણા, જલંધર, બટાલા, કપુરથલા, પઠાણકોટ અને અમૃતસરમાં વ્યાપારી સંસ્થાનો સહિત ઉદ્યોગ ધંધાઓએ પૂર્ણ બંધ પાળ્યો હતો. સરકારી અને ખાનગી બસ વ્યવહાર પણ પાંખો રહ્યો હતો. પતિયાલા, ગુરૃદાસપુર, પઠાણકોટ અને કપુરથલામાં લોકો માર્ગ પર એકત્ર થતા કાયદો અને વ્યવસ્થા સંબંધે પણ સમસ્યા સર્જાઈ હતી. પણ લોકો અને સત્તાવાળાઓએ સંયમથી કામ લીધું હતું.
કોંગ્રેસ શાસિત હરિયાણામાં બંધને મોળો પ્રતિસાદ મળ્યો હતો અને વ્યાપારી સંકુલો તેમજ વાહન વ્યવહાર સામાન્ય રહ્યો હતો. જ્યારે રાજસ્થાનમાં બંધ સફળ રહ્યો હતો. તેમજ જાહેર અને ખાનગી બસો પણ બંધ રહેતા લોકો હાલાકીમાં મુકાયા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહારાષ્ટ્રમાં બંધને હિંસક વળાંકઃ રેલ-રોકો અને રસ્તારોકો સાથે મિશ્ર પ્રતિસાદ

જનરલ વિક્રમસિંહે સેનાના ૨૫મા વડા તરીકે હોદ્દો સંભાળ્યો

જમ્મુમાંથી હિઝબુલનો ત્રાસવાદી ઝડપાયો
એન.ડી. તિવારી એઇમ્સના દાખલ
નુપુર તલવારની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અઝલાન શાહ હોકીમાં ભારતનો પાકિસ્તાન સામે૨-૧થી વિજય
વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ખુશી કરતા હળવાશ વધુ અનુભવું છું
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને મરેની વિજય સાથે આગેકૂચ

બગદાદ ધણધણી ઉઠયું ઃ શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૬ મોત, ૫૬ ઘાયલ

ગ્રીસ પછી હવ સ્પેન કટોકટીમાં યુરોપના દેશોને મદદની અપીલ
ડૉ. આફ્રિદીને કરાયેલી સજા બદલ પાક.નો ખુલાસો પૂછતું અમેરિકા

પાકે. હત્ફ-૮ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

માથામાં ટાલવાળી વ્યક્તિના 'માથે' પ્રોસ્ટેટ કેન્સરનું તોળાતું જોખમ !
જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
 
 

Gujarat Samachar Plus

ભારત બંઘની અમદાવાદ ઇફેક્ટ
લવશીપ બોલે તો યસ, લવ મેરેજ બોલે તોે નો...
IPL પછી હવે પોળ પ્રિમિયર લિગ
મહિલાઓ કરતાં પુરુષો ક્વિક શોપર્સ
ભેજવાળા વાતાવરણમાં ચહેરો બગડે પહેલાં
 

Gujarat Samachar glamour

ટાઈમની ૧૦૦ ગ્રેટેસ્ટ ફિલ્મોમાં ‘આવારા’
રેખાને ‘ઉમરાવજાન’ માટે મનાવવાનો પ્રયાસ
રોબર્ટ પેન્ટિનસને નિર્વસ્ત્ર-અભિનય કરવાની ના પાડી
દરેક ફિલ્મો ખરાબ હોતી નથી સલીમ શાહિન
પૂનમ પાંડેએ નગ્ન બની વચન પાળ્યું
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved