Last Update : 31-May-2012,Thursday

 

એક સાંસદઃ એક વિચાર...

 
સરકારે એક અદ્‌ભૂત ઇનામી સ્કીમ કાઢી છે!
શિક્ષણ, આરોગ્ય કે રોજગારીને લગતો જો કોઇ આઇડિયા તમને આવે તો તમારે તમારા એરિયાના સાંસદને લખી મોકલવાનો! એમાંથી બેસ્ટ આઇડિયાને ૨.૫ લાખ, સેકન્ડ બેસ્ટને ૧.૫ લાખ અને થર્ડ બેસ્ટને ૧ લાખ રૂપિયાનું ઇનામ મળશે!
આ યોજનાની સૌથી ખરાબ વાત એ છે કે ઇનામની રકમ સાંસદને દર વરસે મળતા બે કરોડ રૂપિયામાંથી અપાશે!
અહાહા... એક સાંસદ- એક વિચાર!
શું સ્કીમ છે!! પણ જરા કલ્પના કરો. આપણા સાંસદો કંઇ ‘વિચાર’ આવતા હશે?
* * *
વિચારઃ ૧
‘‘હેં? સીધા પાંચ લાખ રૂપિયા આપી દેવાના? ઇનામમાં? ના ચાલે યાર.. એક કામ કરો, મારા બે ત્રણ ભાણિયા ભત્રીજાના નામે આઇડિયા મંગાવીને ઇનામ અપાવી દઉં છું! ઘરની લક્ષ્મી (સોરી, પબ્લિકની લક્ષ્મી) ઘરની બહાર ના જવી જોઇએ...’’
* * *
વિચારઃ ૨
‘‘વરસના અંતે કહી દેવાનું ‘‘કોઇ આઇડિયા બેસ્ટ લાગ્યો જ નથી!’’ પણ બેસ્ટ આઇડિયાના નિર્ણાયકો તરીકે જેને મે નીમ્યા હતા એમને મારે કન્સલ્ટન્સી ફી તરીકે ૫૦-૫૦ લાખ ચૂકવવાના છે!’’
વિચારઃ ૩
‘‘સોરી, અહીં ‘‘આઇડિયા’ની નહિ, ‘વિચાર’ની વાત ચાલે છે. તો એક કામ કરોને... ‘સુવિચાર’ની એક ચોપડી મંગાવી લો! પાંચ વરસની નિરાંત બાપુ!’’
* * *
વિચારઃ ૪
‘‘જો કે સાંસદ થયા પછી રૂપિયા બનાવવા સિવાય બીજો કોઇ વિચાર જ ક્યાં આવ્યો છે?
* * *
વિચારઃ ૫
‘‘તો યાર, રૂપિયા બનાવવાના જ વિચારો કરો ને! જુઓ, એક વિચાર તો એવો આવે છે કે દર વરસે મળતા પેલા બે કરોડ રૂપિયા કોઇ મોટા આઇપીએલ ફિક્સર બુકીને આપીને કહેવાનું ‘‘ચલ, દોઢ મહિનામાં આના ડબલ કરી આપ!’’
* * *
વિચાર ઃ ૬
‘‘અથવા કોઇ મોટા શેરદલાલને પકડીને કહેવાનું કે ‘‘ચલ, ઉઠાવ રોકડા બે કરોડ અને ચાર મહિનામાં છ કરોડ બનાવી આપ! વધારાના તું બનાવે એ તારા...’’
* * *
વિચારઃ ૭
‘‘જોકે આઇપીએલ અને શેરબજારમાં હવે બઘું રીસ્કી થઇ ગયું છે..’’
વિચારઃ ૮
‘‘બેસ્ટ વિચાર આવ્યો છે! આમેય અમે લોકો બે કરોડમાં બે બસ-સ્ટેન્ડ કે બે બાકડા બનાવડાવીને તકતી મુકાવીએ છીએ. તો એના બદલે હવે ગામડે ગામડે બેે ફૂટ બાય બે ફૂટના ‘વિચારમંચ’ બનાવો!!
વાહ! એક સાંસદ.. અનેક વિચાર..!
Share |
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved