Last Update : 31-May-2012,Thursday

 
મમતા પોલિટિકલ લીગ
એને ‘પૂનમ પાંડે સિન્ડ્રોમ’ કહેવાય? પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આઇપીએલની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમનું જે રીતે સ્વાગત કર્યું અને ઇડન ગાર્ડન સ્ટેડિયમાં તેમનો વિજય સમારંભ ઉજવ્યો એ જોતાં પૂનમ પાંડેની યાદ આવે. અઘરું છે છતાં, તાત્ત્વિક સરખામણી ખાતર પૂનમ પાંડેની હરકતોમાંથી ગ્લેમરનો ભાગ કાઢી નાખો તો શું બચે? કોઇ પણ ભોગે, કોઇ પણ પ્રસિદ્ધ વ્યક્તિના કે ઘટનાના ખભે ચઢીને પોતાનું કામ કાઢી લેવાની વૃત્તિ. એ દૃષ્ટિએ મમતા બેનરજીનું વર્તન મૂલવી જોયા પછી લાગશે કે તેમણે પણ લોકોની ક્રિકેટઘેલછા અને કોલકાતા નાઇટ રાઇડર્સની જીતને વટાવી ખાધા સિવાય બીજું કશું જ કર્યું નથી.
શરૂઆત જોકે તેમણે ફિલ્મથી કરી. ગુજરાતના મુખ્ય મંત્રીએ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખીને પોતાના રાજ્યના લોકોને પ્રભાવિત કરવામાં સફળતા મેળવી. તેમના પગલે મમતાએ શાહરૂખખાનને પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા. રાજ્યોનાં પ્રવાસન ખાતાં સારી રીતે કામ કરતાં હોય તો તેમને કોઇ બ્રાન્ડ એમ્બેસેડરની - ખાસ કરીને બીજા રાજ્યમાં રહેતી વ્યક્તિની- જરૂર પડતી નથી. પરંતુ પાયામાં ગોટાળા હોય ત્યારે તેને ઢાંકવા માટે સાદા ઉપાય કામે લાગતા નથી. સૌથી પહેલાં પ્રજાની આંખો આંજી દેવી પડે છે, જેથી વાસ્તવિકતા જોઇ શકવાની ક્ષમતા પ્રજામાં ન રહે. મુખ્ય પ્રધાનો બ્રાન્ડ એમ્બેસેડર નીમે અને તેમની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચે તેની પાછળ બહાનું રાજ્યના જયજયકારનું અને ગણતરી પોતાના જયજયકારની હોય છે. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખખાનને બ્રાન્ડ એમ્બેસેડર નીમ્યા પછી મમતા બેનરજીએ એટલી હદે વફાદારી દાખવી કે વાનખેડે સ્ટેડિયમ પર શાહરૂખખાનને સુરક્ષાકર્મી સાથે માથાકૂટ થઇ અને તેમની સામે પગલાં લેવાયાં, ત્યારે મમતાએ છડેચોક શાહરૂખખાનનો પક્ષ લીધો.
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ એવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની, જે આ વખતે લાગલગાટ વરવાં કારણસર સમાચારોમાં છવાયેલી રહી. જાહેર ગેરવર્તણૂંકો અને ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ રૂપિયાના તમાશા જેવી આઇપીએલ દરમિયાન થયા. સ્પર્ધાઓનું ફિક્સંિગ થયું હોવાનું ચર્ચાયું. છતાં, શાહરૂખખાનની - એટલે કે પોતાની- ટીમ જીતી ગઇ એટલે મમતા બેનર્જીએ કહ્યું કે ‘આ પણ પરિવર્તન જ છે.’ પરિવર્તન- બંગાળીમાં પોરિબોર્તન-નું સૂત્ર આગળ કરીને સત્તા પર આવેલાં મમતા બેનરજી રાજકાજમાં કે વહીવટી તંત્રમાં કોઇ નોંધપાત્ર પરિવર્તન લાવી શક્યાં નથી. ટૂંકા સમયમાં તે જાદુઇ છડી ફેરવી નાખે એવી કોઇની અપેક્ષા ન હોય. છતાં, તેમણે જેનાં વચન આપ્યાં હતાં એ પરિવર્તનની દિશામાં તેમની ગતિ હોય એવું પણ લાગતું નથી. ઊલટું, સામ્યવાદીઓની સરમુખત્યારીની જેમ મમતા બેનરજીએ કાર્ટૂનવિવાદ કે બળાત્કારકેસ જેવા કેટલાક પ્રસંગોએ બેજવાબદાર વર્તન કરીને તેમના ટેકેદાર એવા બૌદ્ધિક વર્ગનો પણ રોષ વહોરી લીધો છે.
મુખ્ય પ્રધાને કરવાનાં કામ અને એના માટે જરૂરી દાનતનો અભાવ હોય ત્યારે બીજા ટૂંકા અને લોકોને કશા ફાયદા વિના મઝા આવી જાય એવા રસ્તા અપનાવવા પડે છે. મમતા બેનરજી પણ એ જ રસ્તે આગળ વધી રહ્યાં હતાં, પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સની જીતનો જશ્ન મનાવવામાં તેમણે હદ વાળી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રીને બદલે કોલકાતાના મેયરની જેમ ક્રિકેટટીમને માથે ચડાવ્યા પછી તેમણે ઇડન ગાર્ડનમાં થયેલા ભવ્ય સમારંભમાં જાહેર કર્યું કે ‘નાઇટ રાઇડર્સ ટીમ જીતી એ બદલ બંગાળ ગૌરવ અનુભવે છે. આપણને જગ જીતી લીઘું હોય એવું લાગે છે.’ આઇપીએલ જેવી ટુર્નામેન્ટમાં થયેલી ટીમની જીતને વિશ્વવિજેતાપણા સાથે સરખાવવી અને તેના માટે બંગાળને ગૌરવ થયાનું જાહેર કરવું - આ લક્ષણ આઘુનિક ગણાતા રાજનેતાઓનાં છે. કારણ કે તેમણે આખી વાતમાં ગૌરવ લેવા સિવાય અને સરકારી મશીનરીને કામે- કે ધંધે- લગાડ્યા સિવાય બીજું કંઇ કરવાનું રહેતું નથી. આઇપીએલની ટીમની આવકમાં મેચની ટિકીટ પરના કરવેરાનો પણ સમાવેશ થાય છે. નાદારીની ધાર પર આવીને ઉભેલા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતાએ કોલકાતા નાઇટ રાઇડર્સના કિસ્સામાં ટિકીટ પરનો રૂ.૩૫ લાખનો કરવેરો માફ કરેલો છે. ઇડન ગાર્ડનમાં થયેલી ઉજવણીમાં પણ, એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, રાજ્યપાલની ઉપસ્થિતિમાં મમતા બેનરજી સમારંભનાં યજમાન, ઉદ્‌ઘોષક અને ચીઅરલીડર તરીકેની ભૂમિકામાં છવાયેલાં રહ્યાં હતાં. બીજી તરફ, મફત પ્રવેશ હોવાને કારણે ઇડન ગાર્ડનની બહાર મચેલી ભીડ અને તેમાં થયેલી ધક્કામુક્કી- પોલીસના લાઠીચાર્જના લીધે ભારે અંધાઘૂંધી મચી અને ક્રિકેટચાહકોને હડઘૂત થવાનો વારો આવ્યો હતો. હજુ હમણાં પેટ્રોલના ભાવવધારા સામે કોલકાતાની સડકો પર ઉતરી આવેલાં મુખ્ય મંત્રી આટલા ટૂંકા ગાળામાં શાહરૂખખાનની ટીમના જશ્ન માટે રસ્તા પર આવી જાય એ બહુ વરવું અને વિરોધાભાસી લાગે છે. બેગાની શાદીમાં લોકોને દીવાના કરવાનો મુખ્ય મંત્રીઓનો આ વ્યૂહ લોકો જેટલી ઝડપથી ઓળખી જાય એટલું ઓછું નુકસાન થશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved