Last Update : 31-May-2012,Thursday

 

૩૧ મે ઃ વિશ્વ તમાકુ મુક્તિ દિન

ચાવીને ખાવામાં આવતી તમાકુ અંતે તો મોત ‘ચાવી’ ખાય છે..

 

- ફેફસા કરતાં મોંઢાના કેન્સરના દર્દીઓ બમણા છે ઃ ‘ગુટકા ગો બેક’ અપનાવો

૩૧મી મે ‘વિશ્વ તમાકુ મુકિત દિન’ તરીકે ઉજવવામાં આવે છે. તે વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમાકુનું સેવન કરનાર વર્ગ તમાકુના સેવનથી થતાં આર્થિક, શારિરીક, માનસિક, સામાજીક અને પર્યાવરણીય નુકસાનથી અજાણ છે. કેન્સર થવામાં મુખ્યત્વે તમાકુનું સેવન જવાબદાર તમાકુ એટલે બીડી, સિગારેટ, ગુટખા, પાનમસાલાનું સેવન કરનારાઓમાં અમદાવાદમાં ૪૦ ટકા સ્ત્રીઓ અને ૬૦ ટકા પુરૂષો છે. જે પૈકી કેટલાકને મોઢાના, ગળાનું, સ્વરપેટીનું, જઠર, ફેફસાં, અન્નનળીનું કેન્સર થાય છે. દર વર્ષે ગુજરાતમાં ૪૦ થી ૫૦ હજાર જેટલા કેન્સરના નવા દર્દીઓ નોંધાય છે.
લેન્સેટ જર્નલ દ્વારા પ્રકાશિત થયેલ અભ્યાસ કહે છે કે ભારતમાં ૨૦૧૦માં ૧.૨ લાખ મૃત્યુ તમાકુ દ્વારા થતાં કેન્સર થી થયા છે. જેમાં ૪૦ ટકાથી વધારે પુરુષો અને ૨૦ ટકા થી વધારે સ્ત્રી કેન્સર કેસ હતા. ભારતમાં ૧/૩ કરતાં વધારે પુખ્તવયના લોકો તમાકુનું સેવન કરે છે. (૨૭૪.૯ મિલિયન લોકો) જયારે ૧૬૩.૭ મિલિયન લોકો ઘુમાડા રહિત તમાકુનો ઉપયોગ કરે છે. ઉપરાંત ૪૨.૫ મિલિયન લોકો ઘુમ્રપાન કરે છે. તેમજ ચાવવાની / ખાવાની તમાકુ ખાય છે. જયારે ૬૮.૯ મિલિયન લોકો ઘુમ્રપાન કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે ૧૪.૧ ટકા બાળકો ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરમાં જુદા જુદા સ્વરૂપે તમાકુનું સેવન કરે છે.
વર્લ્ડ લંગ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશીત એટલાસમાં એવી માહિતી પ્રકાશીત થયેલ છે કે ભારતમાં ૩,૯૦,૦૦૦ હેકટર જમીનનો ઉપયોગ તમાકુની ઉપજ માટે થાય છે. તમાકુનો પાક ૧૨૪ દેશોમાં લેવાય છે. જે ૩.૮ મિલિયન હેકટર જમીન ખેતીનો ભાગ છે. માહિતી જણાવે છે કે ૧ ટન તમાકુ એક હેકટર જમીનમાંથી ઉત્પાદીત થાય છે. ભારત વિશ્વમાં બીજા નંબરનું ઉપભોકતા તેમજ ચાયના પછી બીજા નંબરનું તમાકુ ઉત્પાદક દેશ છે. પ્રગટ થયેલી માહિતી એવું દર્શાવે છે કે તમાકુના કારણે ભારત દેશની તબીબી સેવાઓ ઉપર સીધો ૧૧૯૫ મિલિયન ડોલરનો ખર્ચ પડે છે.
પ્લાનીંગ કમિશનનું કહેવું છે કે તમાકુની પેદાશોથી થતી રેવન્યુ (ટેક્ષ) ૧.૬૨ બીલીયન ડોલર છે. (મોટાભાગે સિગારેટના ટેક્ષથી થતી આવક છે.) સામે વર્ષે તમાકુજન્ય રોગ જેવા કે કેન્સર, હૃદય રોગ, ફેફસાના રોગો વગેરેનો ખર્ચ ૬.૩૨ બિલિયન ડોલર છે. દર વર્ષે વિશ્વમાં ૬ મિલિયન લોકો તમાકુને કારણે અને તેનાથી થતા રોગોને લીધે મૃત્યું પામે છે. સ્મોકલેશ તમાકુનો ઉપયોગ પુરુષોમાં ૩૩% અને સ્ત્રીઓમાં ૧૮% છે. દર ૮ માંથી ૬ મૃત્યુના કારણોમાં તમાકુ એક અગત્યનું કારણ છે.
બીજી ચંિતાજનક બાબત એ છે કે વિશ્વમાં દર વર્ષે ૨૦ હજાર હેકટર જંગલોનો નાશ કરી તે જમીનનો ઉપયોગ તમાકુ ઉગાડવા માટે રૂપાંતરીત કરવામાં આવે છે. ૨૦૦૯ના સર્વે મુજબ ભારતનું નામ અગ્રણી ૧૦ દેશોમાં હતું.
દિલ્હી સ્થિત અમુક સ્વૈચ્છિક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે વઘુ પડતું તમાકુનું ઉત્પાદન પર્યાવરણને નુકશાનકારક છે. તેમજ નોંધવા જેવી બાબત એ છે કે ભારત વિશ્વમાં તમાકુનું બીજા નંબરનું મહત્તમ ઉત્પાદન કેન્દ્ર છે. જેના અનુસંધાને ૩,૯૦,૦૦૦ હેકટર જમીનનો ઉપયોગ તમાકુના ઉત્પાદન માટે થાય છે.
સરેરાશ ૭.૮ કિલોગ્રામ લાકડું ૧ કિલોગ્રામ તમાકુ (સિગારેટની તમાકુ) તૈયાર કરવા માટે વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલની આંકડાકીય માહિતી મુજબ ૧૯૬૨ થી ૨૦૦૨માં તમાકુ અને સિગારેટના ઉત્પાદન માટે ૬૮૦ ચોરસ કિલોમીટર જંગલોનો નાશ કરવામાં આવેલ તેમજ ૮૬૮ મિલીયન ટન લાકડાનો ઉપયોગ કરવામાં આવેલ.
તમાકુનો છોડ એ સંવેદનશીલ છોડ છે. તેમાં રોગ થવાની સંભાવના વઘુ રહેલ છે. ખાસ કરીને પ્રાથમિક તબક્કામાં રોગ થવાની શકયતા વઘુ રહેલ છે. જેને રોગમુકત કરવા માટે ઘઘ્‌ જેવી ભારે જંતુનાશક દવાઓનો ૧૬ વાર ઉપયોગ કરવો પડે છે. જેના કારણે વાતાવરણ બગડે છે. મિથાઇલ - બ્રોમાઇડ જેવી જંતુનાશક દવાઓનો તમાકુના છોડ ઉપર ઉપયોગ થાય છે. જે ઓઝોન લેયરને નુકસાનકારક છે. તેમજ આવી દવાઓ પાણીમાં ભરતાં ભૂસ્તરીય પાણીમાં પારાનું પ્રમાણ વધારે છે. જે માનવ અને પ્રાણી જગતના આરોગ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે.
અહેવાલ દ્વારા એવું જાણવા મળે છે કે સ્ત્રી, પુરુષોમાં મોઢાના કેન્સરના દર્દીઓ ફેફસાના કેન્સરના દર્દીઓ કરતાં બે ગણા વધારે છે. જેનું મુખ્ય કારણ ચાવીને ખાવામાં આવતી તમાકુ છે.
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના કોમ્યુનીટી મેડીસીન વિભાગના પરેશ પટેલે જણાવ્યા પ્રમાણે વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અહેવાલ મુજબ આશરે ૧૩.૮ કરોડ ભારતીયો જાણતાં નથી કે ઘુમ્રપાનથી સ્ટ્રોક આવે છે. તેવી જ રીતે ૯.૨ કરોડ લોકો એ વાતથી અજાણ છે કે તમાકુની બનાવટોનું સેવન કરવાથી હાર્ટના રોગો થાય છે.
વિશેષ બાબત એ છે કે ૨૭.૫ કરોડ ભારતીયો નિયમિત ધોરણે ઘૂમ્રપાન કરે છે કે તમાકુનું સેવન કરે છે. તમાકુની આ બનાવટોમાં ૩,૦૯૫ કેમિકલજન્ય ઘટકો હોય છે. જેમાંનાં ૨૮ હાર્ટે ગંભીર નુકસાન કરે છે. ભારતમાં ૩૦ વર્ષના પુખ્તોના દર ૫ માંથી ૨ મૃત્યુ સ્મોકલેસ તમાકુને કારણે થાય છે. વિશ્વમાં ૧૨ ટકા લોકો આના કારણે મૃત્યુ પામે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 

 

 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved