Last Update : 31-May-2012,Thursday

 
શરદ પવારનો ખેલઃ એક બાજુ કરોડો ભૂખ્યા મરે અને બીજી બાજુ અબજો ટન સડેલું અનાજ ફેંકી દેવું પડે! લેખાંકઃ૨
- કરોડોની જનતાનું કાળી મજૂરી કરીને પેટ ભરનાર ખેડૂતને જ લૂંટવાના કારસ્તાન
- ૨૦૦૩માં ભાજપની સરકાર વખતે પણ સડેલું અનાજ પશુને પણ ખાવા આપી શકાય તેવું નહોતું
- દર વર્ષે સડી જતા કરોડો ટન અનાજ માટે જવાબદાર ઉપર દેશદ્રોહનો ગુનો ચલાવો!

આ વર્ષે આપણા દેશમાં અનાજનો પાક ૨૫,૦૦,૦૦,૦૦૦ ટન થવાની શક્યતા છે. દરેક રાજ્યોના અનાજ ખાતાના સેક્રેટરીઓની ડિસેમ્બરમાં મીટીંગ થયેલી ત્યારે જ કેન્દ્રના અન્ન પ્રધાન શરદ પવાર અને એમના સેક્રેટરીઓને જણાવેલું કે.. આ વર્ષે ઘઉં અને બીજા અનાજનું સારું ઉત્પાદન થવાના કારણે ૩,૨૫,૦૦,૦૦૦ ટન અનાજ સરકારે ખરીદવું પડે તેમ છે. એટલે આ વર્ષે ૨૦,૦૦,૦૦,૦૦૦ બારદાનની જરૂર પડશે.
શરદ પવાર અને એમના મંત્રાલયનું કાળું કૌભાંડ, બસ, અહીંથી જ શરૂ થાય છે. રાજ્યોના અનાજ મંત્રાલયના સેક્રેટરીઓએ સ્પષ્ટપણે બારદાનની જરૂરિયાત વિષે જણાવ્યું હતું છતાં પણ કેન્દ્રના અન્ન મંત્રાલયે એ સગવડ ન કરી.
આ વિષે અન્ન મંત્રાલયનું કહેવું છે કે... એટલા બારદાન ખરીદવા માટે એમણે નાણામંત્રાલયને જાણ કરેલી અને વધારાની રકમ ફાળવવા જણાવેલું. પરંતુ નાણામંત્રાલયે એ માંગણીને ફગાવી દીધેલી.
પરિણામે હરિયાણા, પંજાબ અને મઘ્યપ્રદેશના લગભગ ૨,૦૦,૦૦,૦૦૦ ટન ઘઉં અનાજ ખુલ્લામાં પડયા છે. ગોડાઉન પણ નહીં અને બારદાન પણ નહીં! દર વર્ષે અનાજનો બફર સ્ટોક રાખવા કેન્દ્ર સરકાર પોતાના જૂદા જૂદા વિભાગો (એજન્સી) દ્વારા અનાજ ખરીદતી હોય છે. પરંતુ આ વર્ષે એમાં એ વિભાગોએ ઢીલાશ રાખી.
નાણાપ્રધાન પ્રણવ મુખરજી પણ શરદ પવારના કૌભાંડમાં ભળી ગયા હોય એમ કહે છે કે.. આટલા બધા બારદાન મેળવવાનું શક્ય નથી એટલે વિદેશમાંથી બારદાન ખરીદવા પડે તેવું છે.
ઠીક છે આવું જ જો હતું તો નાણા મંત્રાલય અને અન્ન મંત્રાલયે બારદાન પરદેશથી આયાત વહેલા કેમ ન કર્યાં? રાજ્યોના સેક્રેટરીઓએ તો બારદાનની જરૂરિયાત વિષે ડિસેમ્બરમાં જણાવી દીધેલું.
અનાજ સડવા દેવાનું કૌભાંડ આમ જ પકડાય છે. એ અનાજ ખુલ્લામાં પડી રહ્યું અને એની ઉપર માવઠાનો વરસાદ પડયો એટલે એ લાખો ટન અનાજ સડવા લાગ્યું.
શરદ પવારના આ ભ્રષ્ટાચારી કૌભાંડને ખુલ્લુ પાડનાર એક બીજી વાત.
પેઢીઓથી આખી દુનિયા અને આપણે જાણીએ છીએ અને ભણીએ છીએ કે શણના બારદાન બનાવનાર આખી દુનિયામાં આપણો દેશ પહેલા નંબરે છે. બંગાળ, બિહાર, આસામ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં શણના બારદાન બનાવનાર ૫૩૦ કરતાં વઘુ કારખાના છે અને એ ઉદ્યોગ ઉપર નભનારા કુટુંબો ૬૦,૦૦,૦૦૦ જેટલા છે. આમ છતાં શરદ પવારના સાહેબોએ એવું નક્કી કર્યું કે પ્લાસ્ટીકથી બનતા બારદાન દેશ માટે વઘુ જરૂરી છે!
એ પછી શરદ પવારના ખાતાએ શણથી બનતા બારદાન ખરીદવાનું બંધ કરી દીઘું. પરિણામે પેલા બધા કારખાના બંધ થઇ ગયા અને શણની ખેતી કરનાર ખેડૂતો બેકાર થઇ ગયા.
એ જે હો તે, પણ કેન્દ્રના અન્ન મંત્રાલયને એટલે કે શરદ પવારને ઘણા વહેલાથી ખબર તો હતી જ કે આ વર્ષે બારદાન વધારે જોઇશે અને નહીંતર અનાજ ખુલ્લામાં રેઢું રાખવું પડશે જેથી એ સડી જશે. છતાં અન્ન મંત્રાલયે એટલે શરદ પવારને અનાજ સડવા દેવામાં વધારે લાભ જોયો એટલે એણે નાણા મંત્રાલયને ફોડીને આખું કાવતરું રચ્યું!
જનતાને, ગરીબોને, અનાજ આખું વર્ષ સસ્તુ એટલે વાજબી ભાવે મળે એટલા માટે અનાજ અગાઉથી ખરીદીને સરકાર બફર સ્ટોક રાખે છે. એ માટે સરકારે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ખાદ્ય નિગમ, બનાવ્યું છે જે કેન્દ્રના અન્ન મંત્રાલય નીચે છે. બીજી પણ એ પ્રકારની સરકારી એજન્સીઓ છે.
એ ફુડ કોર્પોરેશન પાસે એટલે અન્ન મંત્રાલય પાસે ૨,૫૩,૦૦,૦૦૦ ટન અનાજ ભરવાના ગોડાઉન છે. (જેમાંના કેટલાક શરદ પવાર એટલે કે અન્ન મંત્રાલયના ભ્રષ્ટાચારી ‘‘સાહેબો’’ ખાનગી વેપારીઓને ભાડે આપીને લાંચનો વેપાર કરે છે.)
ભારત સરકારે ગયા વર્ષે બફર સ્ટોક માટે જે અનાજ ખરીદેલું એમાંથી ૧,૦૦,૦૦,૦૦૦ ટન અનાજ પેલા ગોડાઉનોમાંના કેટલાક ગોદામ ભાડે આપી દીધેલા એટલે ખુલ્લામાં પડી રહેલું અને છેવટે સડી ગયેલું.
એ હિસાબે આ વર્ષે વઘુ (બમ્પર) અનાજ પેદા થયું હોવાથી લગભગ ૨,૦૦,૦૦,૦૦૦ ટન અનાજ ઘઉં ખુલ્લા આકાશ નીચે ખુલ્લા એટલે ઢાંકયા વિના પડી રહેશે. વર્લ્ડ ફુડ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ૫૮,૦૦,૦૦,૦૦૦ કરોડ ટન અનાજ ગોદામોની સગવડ ન હોવાના કારણે બગડીને સડીને બરબાદ થઇને ફેંકી દેવું પડેલું. (કહેવાય ‘‘ફેંકી દેવું પડેલું પણ શરદ પવાર એની પણ ‘રોકડી’ કરે છે.)
આ અનાજ ગોદામોમાં પડેલુ હોય તો પણ એની સંભાળ લેનાર કોઇ હોતું નથી એટલે ગોદામોમાં પણ અનાજ સડવા દેવામાં જ આવે છે. (ઇરાદાપૂર્વક કારણ કે ‘‘જીવતા હાથી કરતાં મરેલો હાથી વઘુ મોંઘો ‘‘જેમ’’ સારા અનાજ કરતાં સડેલું અનાજ મોંધુ હોય છે.) દા.ત. ૨૦૦૩માં ભાજપની સરકાર હતી ત્યારે પણ સરકારી ગોદામોમાં રાખેલું ૧૧,૦૦,૦૦૦ ટન અનાજ એટલું બઘુ સડી ગયેલું કે પશુઓને ખાવાને લાયક પણ નહોતું રહ્યું. એટલે એ સડેલા અનાજને સરકારી એટલે આપણા ખર્ચે દરિયામાં ફેંકી દેવું પડેલું.
આ કૌભાંડ એવું છે કે આટલી બધી બરબાદી થઇ તો પણ ન એની કોઇ તપાસ થઇ કે ન કોઇને સજા થઇ! પરિણામે સરકારી ગોદામોમાં આજે પણ અનાજ સડવા દેવામાં આવે છે. સૌ જાણે છે કે ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે આ સ્થિતિ પ્રત્યે રોષ વ્યક્ત કરેલો ત્યારે શરદ પવારે ‘‘ચોર કોટવાળને દંડે’’ એમ સુપ્રીમ કોર્ટને સલાહ આપેલી કે... ‘‘સરકારી નીતિમાં અદાલત માથુ ન મારે!’’ એ પછી અદાલતે સરકારનો ઉધડો લીધેલો તો પણ શરદ પવારની દાદાગીરી કે.. એમણે સુપ્રિમ કોર્ટને ગણકારી નહીં! અને મનમોહનસંિહે શરદ પવારને કંઇ કહ્યું પણ નહીં.
વર્લ્ડ ફુડ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે.. ભારતમાં અનાજની પેદાશ ખેડૂતને ત્યાં પહોંચે એ પહેલા એના ૪૦ ટકા તો બરબાદ થઇ જાય છે અને સરકારે એ બરબાદીને અટકાવવા કશું જ કર્યું નથી.
વઘુ દુઃખની વાત એ છે કે એક બાજુ આ રીતે સરકારી ગોદામોમાં અનાજ પડયું પડયું સડયા કરે છે અને દેશની ૪૦ કરોડ જનતાને બીજી બાજુ ભરપેટે ખાવા નથી મળતું.
ભારતના લાભમાં મદદ કરવા અમેરિકાએ ૧૯૬૦માં અનાજનું રક્ષણ અને બચત કરવા માટે દિલ્લીમાં અને હાપુડમાં ‘‘ફુડગ્રેન સાઇલો’’ તૈયાર કરાવી આપેલું. એની દરેકની ક્ષમતા સવા સવા લાખ ટન હતી.
અમેરિકાની સરકાર પી એલ ૪૮૦ નીચે ભારતના જૂદા જૂદા ભાગોમાં એવા ૫૦ ગોદામો તૈયાર કરી આપવા ઇચ્છતી હતી પરંતુ આપણા અન્ન મંત્રાલયના અને વડાપ્રધાન કાર્યાલયના અમલદારોએ એ થવા દીધા નહીં કારણ કે અનાજની બરબાદી કરીને (અડાવીને) ભ્રષ્ટાચારની કાળી કમાણી થાય છે એ બંધ થઇ જાય. બાકી એ ગોદામો વૈજ્ઞાનિક હોય છે જેમાં રાખેલું અનાજ સડતું નથી કે એમાં ધનેડા વગેરે જીવજંતુ થતા નથી.
એનો અર્થ એ થયો કે ૬૦-૭૦ વર્ષથી સરકારના અન્ન મંત્રાલયોનો એકેએક સ્ટાફ ભ્રષ્ટાચાર સડેલો છે. અન્ન મંત્રાલયના પ્રધાનથી માંડી પટાવાળા સુધીના દરેકે દરેક જણ સડેલા છે. ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કેન્દ્ર અને રાજ્યોના અન્ન મંત્રાલયો ખેડૂતો પાસેથી અનાજ ખરીદતી સરકારી એજન્સીઓનો સ્ટાફ દેશ અને જનતાને લૂંટવાનું જ કામ કરે છે.
લૂંટવાના પ્રકાર ઘણા છે જેમાંનો દા.ત. એક પ્રકાર ખેડૂત જ્યારે અનાજ વેચવા મંડીમાં (ખરીદ વેચાણ સંઘ) આવે ત્યારે સરકારી નોકરશાહો કોઇને કોઇ બહાનું બતાવીને અનાજ ખરીદવાની ના કહી દે છે. આ રીતે લગભગ મહિના સુધી ખેડૂતોને લટકાવવામાં આવે. ખેડૂત પોતાનો પાક પાછો તો લઇ જઇ શકે નહીં એટલે ખેડૂત નક્કી કરેલા સરકારી ભાવો કરતાં પણ ઓછા ભાવે કે ખોટ ખાઇને પણ પોતાનો પાક આડતીયાને કે વેપારીને વેચી દે છે. (ખેડૂતોના આપઘાતનું આ પણ એક કારણ છે.)
એ પછી પેલા સરકારી (એટલે શરદ પવારના ખાતાના માણસો સ્ટાફ) એ જ અનાજ વઘુ ભાવ આપીને ખરીદી લે છે. એનો અર્થ એ થયો કે પેલો વેપારી અને સરકારી સ્ટાફ બંને જનતાને, ખેડૂતને અને દેશને લૂંટે છે.
બીજી રીત એ છે કે.. ખેડૂત પાસેથી સરકારી સ્ટાફ સવા ક્વીન્ટલ અનાજ લે છે પણ પૈસા ચુકવે છે એક જ ક્વીન્ટલના.
એટલે પેલા ૨૫ કિલો અનાજના રૂપિયા સ્ટાફ અને પ્રધાન વહેંચી લે છે.
ત્રીજી રીત એ છે કે સરકારી સ્ટાફ ખેડૂતોને ચેકથી પૈસા ચુકવે છે અને ચેકના પૈસા ત્યારે જ મળે છે કે જ્યારે એમાંથી ૧૦ ટકા પૈસા સરકારી સ્ટાફને મળે અને એ સ્ટાફ એમાંથી પ્રધાનને પહોચાડે!
- ગુણવંત છો. શાહ

 

હોય નહીં!
આફ્રિકાના રણની નીચે પાણીનો વિશાળ મહાસાગર જેવો ભંડાર ભરેલો છે. વૈજ્ઞાનિકો કહે છે કે ત્યાં જમીનની સપાટી ઉપર જેટલું પાણી છે એના કરતાં ૧૦૦ ગણું વધારે પાણી જમીનની નીચે છે!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved