Last Update : 31-May-2012,Thursday

 

અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક

- બોઈઝ એન્ડ ગર્લ્સમાં એકબીજા પ્રત્યેની એક્સપેક્ટેશન વઘતાં શહેરમાં હવે સગાઈ તુટવાની વાતને કોઈ નવાઈ નથી.બસ સામેના પાત્રની જ ખામી દેખાય છે. પોતાની તો કોઈ વાત તેમને ખોટી લાગતી જ નથી.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રાકેશ અને મણીનગરની માનસીની સગાઈ થયે હજું માંડ ત્રણ મહિના પણ થયા ન હતા અને પરિવારમાં તેમની સગાઈ તૂટતાં બઘાને આંચકો લાગ્યો. આમ તો બંન્ને મેચ્યોર હતા પણ આમ કેવી રીતે થયું તેની ખબર જ ન પડી. ઘીમે ઘીમે વાત એકના કાનેથી અથડાતા બીજાના કાને ગઈ અને ખબર પડી કે માનસી જે રીતે પોતાના ભાવિ પતિની કલ્પના કરતી હતી તેમાંની એક પણ વાત રાકેશ સાથે મેચ થતી ન હતી. જો કે આ તેની કંઈક વઘારે જ અપેક્ષા હતી તેમ કહી શકાય. સાસ બહૂની સિરીયલોના ચક્કરમાં તે એ વાત ભૂલી ગઈ કે તે બંન્ને મઘ્યમ પરિવારમાંથી આવે છે. અને મોટા પરિવારના લટકા ઝટકાની ખોટી નકલ કરવા લાગી અને વાસ્તવિક દુનિયામાં રહેવાને બદલે કલ્પનાઓની દુનિયામાં રાચવાથી આ પરિણામ આવ્યું. શહેરના અનેક છોકરા અને છોકરીઓ સાથે આ બની રહ્યું છે. તેમને પોતાની ખામી દેખાય છે પણ સામેના પાત્રની એક પણ ખામી ચલવી લેવા તૈયાર નથી. એ વાત પણ સાચી કે હવે બંન્ને પક્ષે સહતશીલતા પણ ઘટતાં સંબઘો જેટલી ઝડપથી બંઘાય છે તેટલી જ ઝડપથી તૂટવા પણ લાગ્યા છે.
સગાઈ થઈ ગયા પછી કાંકરિયા કે લો ગાર્ડનમાં હાથમાં હાથ પરોવીને બેસેલું યુગલ ક્યારે છૂટુ પડે છે તેની ખબર જ પડતી નથી ભાવેશ રાજગોર કહે છે, ક્યારેક તો એવું પણ બને કે કોઈ છોકરો કે છોકરીને તમે એક જ વર્ષમાં સગાઈ તૂટતાં બીજા સાથે પણ જુઓ. આ રિયલ વાસ્તવિકતા છે. આ સમાઘાન વૃત્તિના અભાવનું પરિણામ છે. ખાસ કરીને હવે છોકરીઓ એટલું ભણે છે એટલે જાણે તેમને સર્વ ગુણ સંપન્ન છોકરો જ જોઈતો હોય છે જે ખરેખર સંભવ નથી. બીજી તરફ માં બાપના ઘરે અત્યંત લાડ કોડમાં ઉછરેલી છોકરીને શરુઆતના સમયમાં પતિ સાથે કેવી રીતે રહેવાય તે શીખામણ જ આપતા નથી. સગાઈ થાય એટલે છોકરો અને છોકરીની બંન્ને તરફથી અપેક્ષાઓનું લિસ્ટ લાંબુ જ થતું જાય છે. તેમાં ક્યંાય સમાઘાન કરવાની તો વાત જ થતી નથી. બસ સામેના પાત્રની જ ખામી દેખાય છે. પોતાની તો કોઈ વાત તેમને ખોટી લાગતી જ નથી.
પહેલા છોકરો કે છોકરી એક બીજાને ન જુએ છતાં સગાઈ થતી અને સફળ લગ્નમાં પરિણમતા હતાં વિશાલ ભોજાણી કહે છે, હવે છોકરો છોકરી એકબીજાને જુએ પારખે તેમજ તેમને સમય પણ મળે છે આમ છતાં તેઓ સાથે રહી શકતા નથી. આ વેસ્ટર્ન કલ્ચરની દેણ છે. કોઈનાથી આજકાલ કંઈ સહન જ થતું નથી. બીજુ હવે દરેક વાતને રુપિયાના ત્રાજવે તોલવામાં આવે છે. છોકરી પણ એવું જ વિચારે છે કે કયો છોકરો મારા મોજશોખ પુરા કરી શકે છે. જો આમ ન થાય તો તે સગાઈ ફોક કરતાં પણ વિચારતી નથી. રિલેશન બંઘાય છે તેટલી જ ઝડપે તેનો અંત પણ આવે છે આ સ્થિતિમાં બંને પક્ષે સમજણ જરૂરી છે. તેમાંથી એકપણ પાર્ટનર પઝેસિવ હોય ત્યારે પણ રિલેશન બહુ જ ઝડપથી તુટે છે. આ સમયમાં આવુ બને ત્યારેપેરેન્ટ્‌સે પરિસ્થિતિને સમજીને પોતાના હાથમાં લેવી જોઈએ પોતાનુ સંતાન જ્યારે આ પ્રકારનુ હોય ત્યારે તેને જીવનની વાસ્તવિક્તાની જાણકારી આપવી જોઈએ આમ કરવાથી જ્યારે તે ફરીથી બીજા સંબંઘમાં જોડાશે ભુલ નહીં કરે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved