Last Update : 31-May-2012,Thursday

 

અમદાવાદમાં રહેતા નાગાલેન્ડ અને મિઝોરમના વિદ્યાર્થીઓ પાછા પોતાના દેશ જવા માગતા નથી

છોડ આયે હમ વો ગલીયાં

 

- ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ફેક્ટરીઓ ઘમઘમે છે, ચારેકોર તકોનો તરવરાટ અને શક્તિઓનો સળવળાટ જોવા મળે છે ત્યારે પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓ ભણવાનું પૂરું થતાં જ પરત જવાને બદલે ગુજરાતમાં જ કરિયર બનાવીને રહે છે.

અમદાવાદ એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજના કેમ્પસમાં થોડાં ગુજરાતી સ્ટુડન્ટસ સાથે નાગાલેન્ડ અને મિઝોરમના છોકરાઓનું ગુ્રપ તૂટીફુટી ગુજરાતી ભાષામાં કંઇક હસી મજાક કરી રહ્યાં હતાં. જો કે તેમની ગુજરાતી સાંભળીને કોઇને પણ હસી આવે... અહીં એક, બે કે ત્રણ નહીં પરંતુ ૨૨જેટલાં સ્ટુડન્ટસ નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને અસમમાંથી આવીને એન્જિનિયરીંગના પાઠ શીખતા હોય છે.
અમદાવાદી વડાપાંઉ અને ગરબાંની તાલે આ સ્ટુડન્ટસ એવાં તો રંગાઇ ગયાં છે કે તેમને એન્જિનિયરીંગની સાથે ગુજરાતની સંસ્કૃતિને પોતાના રાજ્યમાં લઇ જાય છે. જો કે મહ્‌ત્વની વાત એ છે કે નોર્થ-ઇસ્ટના સ્ટુડન્ટસ મિકેનિકલ અને સિવિસ એન્જિનિયરીંગ વિષયને સૌથી વઘુ પસંદ કરતાં હોય છે. કારણ કે પોતાના રાજ્યોની જીઓગ્રાફિકલ કન્ડીશનને ઘ્યાનમાં રાખીને તેના અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તેનું જ્ઞાન મેળવવા માટે મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં હોય છે.
કેન્દ્ર સરકારની જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ આપીને ભારતના વિવિધ રાજ્યોમાં અભ્યાસ કરવા જતાં નોર્થ-ઇસ્ટના સ્ટુડન્ટસ ગુજરાતમાં દર વર્ષે ૧૦૦થી વઘુ સ્ટુડન્ટસ અહીં અભ્યાસ માટે આવતાં હોય છે. નોર્થ-ઇસ્ટના સાત રાજ્યોમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઇ મોટી કોલેજ નથી જેથી ત્યાંથી માઇગ્રેટ કરીને આ સ્ટુડન્ટસ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઉતર પ્રદેશમાં ભણવા માટે જતાં હોય છે. માત્ર ભણવું જ તેમનો એક માત્ર ઉદેશ્ય નથી પરંતુ અહીંથી એન્જિનિયરીંગના પાઠ શીખીને આ સ્ટુડન્ટસ પોતાના સ્ટેટમાં લોકોની સગવડતા માટે મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં મદદ કરે છે.
નાગાલેન્ડ, મિઝોરમ, અસમ પર્વતીય વિસ્તાર છે, એટલે પ્રાઇવેટ સેકટરની કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે.
અહીંના રાજ્યોમાં લોકો ગવર્મેન્ટ જોબ, હેન્ડીક્રાફ્‌ટ અને ફૂડ સપ્લાયના વ્યવસાય સાથે વઘુ જોડાયેલાં છે. ભલે આ રાજ્યો ઇન્ફ્રાસ્ટ્રકટરની દ્રષ્ટ્રિએ પાછળ હોય પરંતુ એજ્યુકેશનમાં સૌથી આગળ છે અહીં બાળમંદિરથી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ અંગે્રજીમાં આપવામાં આવે છે. આ અંગે એલ.ડી.એન્જિ.માં મિકેનિકલનો અભ્યાસ કરતો સ્નેપ જમીર કહે છે કે ‘ હું નાગાલેન્ડનો વતની છું, આજે ત્રણ વર્ષથી અમદાવાદમાં ભણી રહ્યો છે. અહીંનો અભ્યાસ મારા સ્ટેટ માટે મોટો કામ લાગી શકે તેવો છે. કારણ કે અમારા સ્ટેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો પ્રશ્ન છે. એટલાં માટે મેં મિકેનિકલનો અભ્યાસ કર્યો છે.’
તમે એવું માનતાં હશો કે આ રાજ્યોના લોકો એજ્યુકેશન, ટેકનોલોજી, મોર્ડનીઝ અને નોલેજમાં પાછળ હશે પરંતુ એવું નથી અહીંના લોકોની ફેવરિટ ગેમ ફૂટબોલ છે, તેમની ઓફિશીયલ લેગ્વેજ ઇગ્લીંશ છે, તેઓ બેંગકોક, દિલ્હીથી આવેલા ફેશનેબલ કપડાં સિવાય બીજા કપડાં પહેરવાનું પસંદ કરતાં નથી. આ અંગે સ્ટુડન્ટસ અવેકી સીમા કહે છે કેે ‘ નાગાલેન્ડમાં ડિસેમ્બરની ૧ થી ૭માં તારીખ સુધી નાગા ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટ્રીવલ દરમ્યાન લોકો મ્યુઝિક ટોનમાં જ વાત કરતાં હોય છે. આ નાગાલેન્ડમાં જ ૬૦ ટ્રાઇબ ભાષા બોલાતી હોય છે. મ્યુઝિક અને સ્પોર્ટસ અહીં લોકોની મનગમતી એક્ટિવિટી છે.’

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved