Last Update : 31-May-2012,Thursday

 

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું

 

- સેપ્ટના સ્ટુડન્ટસ દ્વારા એક અનોખું નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું છે જ્યાં સ્ટુડન્ટસ બાઈક વેચવાથી લઈને પેઈંગગેસ્ટ સુઘીની માહિતી અને વર્ષો પછી ફરી મળવાના કોલ સાથે ગુ્રપ ફોટોગ્રાફ મૂકીને એક અનોખો આનંદ મેળવે છે.

સામાન્ય રીત સ્કુલ કે પછી કોલેજમાં આપણે જ્યારે કોઈ નોટીસ બોર્ડ જોઈએ છીએ. ત્યારે આપણને તેમાં ગણીગાંઠી વસ્તુઓ જોવા મળતી હોય છે. એક્ઝામ નજીક હોય તો એક્ઝામનું ટાઈમ ટેબલ હોય... અથવા તો જે સ્ટુડન્ટ્‌સનું ઈન્ટર્નલના થતું હોય તે સ્ટુડન્ટ્‌સના નામના લિસ્ટ હોય જો આટલાથી ન પૂરુ થાય તો પ્રન્સીપાલની સાઈન કરેલી કોઈ લાંબીલચક નોટીસો તો નોટીસ બોર્ડ પર દેખાઈ જ આવે. પરુંતુ શહેરની સેપ્ટ યુનિવર્સિટીના એક નોટીસ બોર્ડ પર આનાથી એકદમ વિપરીત વસ્તુઓ આપણને જોવા મળે છે.સેપ્ટ યુનિવર્સિટીમાં જેવો પ્રવેશ કરવામાં આવે કે તરત જ આપણને એક નોટીસ બોર્ડ દેખાય છે. આ નોટીસ બોર્ડ પર ટાઈમ ટેબલ, અથવા તો પ્રિન્સીપલની નોટીસોે ક્યારે પણ દેખાતી નથી. તેના બદલે આપણને આ નોટીસ બોર્ડ પર બાઈક વેચવા, રૂમ મેટ શોધવા, જો કોઈ સ્ટુડન્ટ્‌સની બેગ ખોવાઈ ગઈ હોય તો બેગ લોસ્ટ લખેલા કાગળો આપણને દેખાઈ આવે છે. ઉપરાંત જો કોઈ સ્ટુડન્ટ્‌સને કોઈ બીજા વ્યક્તિની ખોવાઈ ગયેલી ચાવી કે બીજી કોઈ વસ્તુ મળી હોય તો તે સ્ટુડન્ટ્‌સ આ સાઈનબોર્ડ પર તે ચાલી લટકાવી દે છે, અને તેની બાજુમાં કી-ફાઉન્ડ લખેલો કાગળ લગાવી દે છે. અત્યાર સુધીમાં સેપ્ટના કેટલાય સ્ટુડન્ટ્‌સની ખોવાઈ ગયેલી વસ્તુઓ તેમને પાછી મળી છે, કેટલાય સ્ટુડન્ટ્‌સની જરૂરિયાત આ સાઈનબોર્ડે પૂરી કરી છે, કેટલાય સ્ટુડન્ટ્‌સને તેમના રૂમ પાર્ટનર અપાવ્યા છે. સેપ્ટના દરેક સ્ટુડન્ટ્‌સે અત્યાર સુધી તો કોઈ નોટીસ બોર્ડ જોયા નથી પણ હવે આ નોટીસ બોર્ડને સેપ્ટના સ્ટુડન્ટ્‌સ ક્યારે પણ ઈગ્નોર કરતા નથી.
અંકિત પટેલ કહે છે કે સામાન્ય રીતે નોટીસ બોર્ડ એેટલે લોકો સ્ટુડન્ટ્‌સ એમ જ સમજતા હોય છે કે કોઈ પ્રોગ્રામ હશે કે પછી પ્રિન્સીપલની નોટીસ હશે. પરુંતુ જ્યારથી આ નોટીસ બોર્ડ પર લોસ્ટ કે પછી ફોર સેલ આવી વસ્તુઓ લખેલા કાગળો જોવા મળે એટલે સ્ટુડન્ટ્‌સ આવતા જતા આ નોટીસ બોર્ડને અવાર નવાર જોતા હોય છે.
અંજલિ શાહ કહે છે કે થોડા સમય પહેલાં મારી મમ્મીએ દ્વારા આપવામાં આવેલી બેગ ખોવાઈ ગઈ હતી.મને આ બેગ ખુબ જ ગમતી હતી. અને તે બેગ માટે મેં તુરત જ મારી બેગની માહિતી આ નોટીસ બોર્ડ પર લગાવી દીધી હતી. ત્યાર પછીના થોડા જ સમયમાં મને મારી મન પસંદ બેગ પાછી મળી ગઈ હતી. એક રીતે જોવા જઈએ તો આ નોટીસ બોર્ડે ગણા સ્ટુડન્ટ્‌સની ખોવાઈ ગયેલી મનપસંદ વસ્તુઓ પાછી અપાવી છે. આજે વિદ્યાર્થીઓમાં એવી ટેવ પડી ગઈ છે કે એકવાર દરેક વિદ્યાર્થી અચૂક પણે આ બોર્ડ આગળ ઉભા રહીને તપાસ કરે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved