Last Update : 31-May-2012,Thursday

 
દિલ્હીની વાત
 

ટીમ અણ્ણા ફસાઈ છે
નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન અને તેમના પ્રધાન મંડળના ૧૪ સાથીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર ટીમ અણ્ણામાંથી આ બાબતે વિવિધ સૂર આવી રહ્યા છે. કોલસાની ફાળવણી અંગે વડાપ્રધાન પર કરેલા આક્ષેપોને પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલ વળગી રહ્યા છે. તેમની પાસે બીજી કોઈ સાબિતી નથી એટલે 'કેગ'ના રિપોર્ટને આગળ ધરી રહ્યા છે. પરંતુ અણ્ણા હઝારેએ પોતે વડાપ્રધાનને ક્લીનચીટ આપીને એક પ્રમાણિક માણસ કહ્યા છે.
હેગડેનો અલગ સૂર
માત્ર આટલું જ નહીં પણ કર્ણાટકના ભૂતપૂર્વ લોકાયુક્ત અને અણ્ણાની ટીમના નામાંકિત સભ્ય જસ્ટીસ સંતોષ હેગડે પણ વડાપ્રધાન અને તેમના પ્રધાનો પર કરાયેલા આક્ષેપ સાથે સંમત નથી. જસ્ટીસ હેગડેએ તો વડાપ્રધાન માટે કરેલા 'શિખંડી' શબ્દ પ્રયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પ્રશાંત ભૂષણે આ શબ્દ અંગે ખુલાસા કર્યા હોવા છતાં સંતોષ હેગડેએ વિરોધ કર્યો હતો. અન્ય પ્રધાનો બાબતે તેમણે જણાવ્યું હતું કે આ લોકો સામે શું આક્ષેપો છે તેની મને ખબર નથી. વિદેશ પ્રધાન એમ.એમ.ક્રિશ્ના અંગે તેમણે જણાવ્યું હતું કે તેમની સામેના ગેરકાયદે માઈનીંગના કેસોની મેં તપાસ કરી હતી પરંતુ તેમની સામે કશું મળી આવ્યું નથી.
મોદીની મનની મનમાં રહી
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર હરીફ સંજય જોષી કદાચ પરાસ્ત થયા છે પણ આઉટ નથી થયા. મોદીની છાવણી અપસેટ એ વાતથી છે કે ઉત્તર પ્રદેશમાં આવી રહેલ નગરપાલિકાની ચૂંટણીઓમાં મહત્વની કામગીરી સોંપાઈ છે. લખનૌમાં પક્ષની ચૂંટણી બેઠકમાં જોષીએ ભાગ લીધો હતો. પક્ષના નેતાઓ કહે છે કે પક્ષ પ્રમુખ નીતિન ગડકરી અને મોદી વચ્ચે થયેલી સમજૂતી અનુસાર જોષી, પક્ષના સભ્ય તરીકે રહેશે અને પક્ષના માળખાકીય બાબતમાં તેમને કોઈ લેવા દેવા નહીં રહે. દરમિયાન ગડકરીની નજીકના નેતાઓ કહે છે કે કોઈને ય પક્ષની કામગીરી કરતા અટકાવી શકાય નહીં. આ નેતાઓએ એમ પણ જણાવ્યું હતું કે જોષીની સંગઠન બાબતન કામગીરીથી ગડકરી પ્રભાવિત છે.
હમીદ અંસારીની મુસીબત
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનો ત્રણ જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ તેમનો વિરોધ કર્યો છે. સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ તેમને ભૂતપૂર્વ અધિકારી ગણીને વિરોધ કરે છે. અંસારી માટે બીજી ચિંતા એ છે કે તે રાષ્ટ્રપતિ બને કે ના બને પરંતુ ઉપરાષ્ટ્રપતિ તરીકે તો અન્ય કોઈની પસંદગી થશે.
રાધાકૃષ્ણન પછી કોઈ ઉપરાષ્ટ્રપતિ બીજી ટર્મ માટે રહ્યા નથી. આ સંજોગોમાં લોકસભાના અધ્યક્ષ મીરાંકુમારનું નામ ચર્ચામાં આવ્યું છે. પ્રણવની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ એમ માને છે કે પછી નાણાપ્રધાન તરીકેની તેમની જગ્યા ભરવી મુશ્કેલ બને એમ છે...
ઓઈલ કંપનીઓનો તગડો નફો
સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓ બળતણની તેમની કિંમત સરકાર ના ચૂકવે તે અંગે ભલે નારાજ હોય પરંતુ તેમનો નફો દિન-પ્રતિદિન વધતો જાય છે તેનું સ્માઈલ તેમના ચહેરા પર નજરે પડે છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નફામાં ૨૨૪ ટકાનો વધારો થયો છે, બીપીસીએલનો પ્રોફીટ જાન્યુ-માર્ચમાં (ત્રણ માસ( ૩૯૬૨.૮૩ કરોડનો થયો છે. એક વર્ષ પહેલાં તેનો વાર્ષિક નફો ૩૯૦૫.૧૦ કરોડ રૃપિયા હતો. રૃપિયો તૂટતાં ઓએનજીસીનો નફો લગબગ બમણો ૫,૬૪૪ કરોડ રૃપિયા થયો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved