Last Update : 31-May-2012,Thursday

 
 

લીગના સ્ટાર ખેલાડીઓ અને કોચની રૃમમાં પોલીસનું સર્ચ ઓપરેશન
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા

ચાહકોનો માનીતો ક્રીસ્ટીકોની શંકાના પગલે ઈટાલીની ટીમમાંથી હકાલપટ્ટી

ચાર ખેલાડીઓ સહિત ૧૯ની ધરપકડ

રોમ, તા. ૩૦
આપણે ત્યાં એવી કલ્પના થઈ શકે કે આઈપીએલના ભારત તરફથી રમતા સ્ટાર ખેલાડીઓની હોટલના રૃમમાં કે ઘરે પોલીસ મેચ ફિક્સિંગની શંકાના પગલે દરોડા પાડે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ પોલીસને સંપૂર્ણ સહકાર આપે કે પછી ભારતીય ક્રિકેટ બોર્ડ આ ખેલાડીઓને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ભારતની ટીમમાંથી પડતા મુકે? ઈટાલીની ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગ કૌભાંડ પકડાતા ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.
ઈટાલીની પોલીસે અગાઉથી મળેલી બાતમીને આધારે અહીંની એક હોટલમાં દરોડા પાડીને ૧૯ વ્યક્તિઓની ફૂટબોલ લીગની મેચો ફિક્સ થઈ રહી હતી તે વખતે જ ધરપકડ કરી છે. આ ધરપકડમાં લાઝિયો ક્લબના કેપ્ટન સ્ટેફાનો મોરી, મૅડોથા ક્લબના મિડ ફિલ્ડર ઓસર મિલીન્સેટ્રોનો સમાવેશ થાય છે.
જો કે આ ખેલાડીઓ અને બુકીઓની પુછપરછના આધારે જે બાતમી મળી તેમાં યુવેન્ટસ અને ઈટાલીની ટીમના ખેલાડી ડોમોનીકે ક્રીસ્ટીકોની સામેલગીરી પણ બહાર આવતા તરત જ પોલીસે આ ખેલાડીની સ્ટાર ઈમેજની પરવા કર્યા વિના તેના હોટલના રૃમ પર દરોડા પાડી વાંધાજનક રકમ જપ્ત કરી હતી.
ઈટાલીયન ફૂટબોલ ફેડરેશને પણ ક્રીસ્ટીકોની ભુમિકા પૂછતાછ તેમજ મેચ દરમ્યાનની તેની રમત જોતાં શંકાસ્પદ વર્તન લાગતા આગળની પ્રતિષ્ઠિત યુરો કપમાં ઈટાલીની ટીમમાંથી પડતો મુકવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસને ફેડરેશને તમામ સત્ય તેમજ મેચની વિગતો અને કયા સ્તરે ફિક્સિંગ થયું હોઈ શકે તેનાથી વાકેફ કરીને સહકાર આપવાનું પ્રશંસનીય કામ કર્યું હતું.
પોલીસે યુવેન્ટસના કોચ એનોનિઓ કોન્ટેને ઘેર દરોડા પાડીને સર્ચ કરી હતી. તેવી જ રીતે ચીએબો ક્લબના કેપ્ટન સેર્જીઓ પેલીસીઅરને ઘેર પણ ત્રાટકી હતી.
ઈટાલીયન ફેડરેશને અને પસંદગી સમિતિએ તેમની ઈટાલીની ટીમનો યુરો કપમાં ખરાબ દેખાય થાય તેની પણ પરવા કર્યા વગર શંકાસ્પદ ખેલાડીઓને ઈટાલીની ટીમમાંથી પડતા મુક્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved