Last Update : 31-May-2012,Thursday

 

રૃપિયાના મૂલ્યમાં વધુ ધોવાણ
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો

સ્પેનમાં વકરતી નાણાં કટોકટી વચ્ચે ડોલર સામે યુરો તૂટી બે વર્ષના તળિયે ઉતરી ગયો
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૦
મુંબઈના ફોરેક્સ બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવોમાં તેજી આગળ વધતાં ડોલર ફરી રૃ.૫૬ની સપાટીને પાર કરી રૃ.૫૬.૨૪ બંધ આવતાં બંધ ભાવમાં નવી ટોચ વચ્ચે નવો રેકોર્ડ થયો હતો. ડોલરના ભાવો રૃ.૫૫.૬૭ વાળા આજે વધુ ઉછળી રૃ.૫૬.૨૪ છેલ્લે રહ્યા હતા. ડોલરના ભાવો આજે વધુ ૫૭ પૈસા વધ્યા હતા અને રૃપિયો વધુ તૂટયો હતો. તાજેતરમાં ડોલરના ભાવો ઘટીને સોમવારે નીચામાં રૃ.૫૫ નજીક પહોંચી ગયા હતા અને ત્યાર પછી ફરી ઉછળતા રહ્યા છે. યુરોપના વિવિધ દેશોમાં આર્થિક સમસ્યાઓ ફરી સપાટીએ આવતાં યુરોના ભાવો તૂટયા હતા. સામે ડોલર વધ્યો હતો. વૈશ્વિક પ્રવાહોના પગલે આજે ભારતના બજારોમાં પણ રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળ્યા હતા, વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવો ઘટીને બે વર્ષના નવા નીચા તળિયે ઉતરી ગયા હતા.વિશ્વ બજારમાં કટોકટીભર્યા માહોલમાં સલામત રોકાણ તરીકે હવે અમેરિકન કરન્સી તથા અમેરિકન બોન્ડમાં ફંડોની ખરીદી વધી છે. મુંબઈ બજારમાં આજે ડોલરમાં ઓઈલ રિફાઈનરીઓની ખરીદી જળવાઈ રહી હતી. બે દિવસમાં ડોલરના ભાવો ૧૦૬ પૈસા વધ્યા છે. યુરોપમાં હાલ ખાસ કરીને સ્પેનમાં ડેબ્ટ સમસ્યા વધી છે. જો કે ઘર આંગણે આજે ઉંચા ભાવોએ રિઝર્વ બેંકે ડોલર વેંચવાનું શરૃ કરતાં ડોલરના ભાવો રૃ.૫૬.૨૪ આસપાસ વધુ વધતા અટકયા હતા. જો રિઝર્વ બેંકે દરમિયાનગીરી ન કરી હોત તો ડોલરના ભાવો વધુ ઉંચા જવાની શક્યતા હતી એવું જાણકારોએ જણાવ્યું હતું. સ્પેનનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થયું છે. એક મહિનામાં ત્રીજી વાર આવું ડાઉનગ્રેડ થયું છે. શેરબજારમાં મંદી આવતાં ડોલરમાં તેજી આગળ વધી છે. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ડોલર સામે રૃપિયાનું મુલ્ય છ ટકા ઘટયું છે.
ગ્રીસમાં ફરી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે જયારે સ્પેનની સૌથી મોટી બેંકને નાણાંભીડમાંથી ઉગારવા ઈસીબી દ્વારા ઈન્કાર કરાયાના સમાચારો વચ્ચે વિશ્વ બજારમાં યુરો તૂટયો હતો. બ્રિટિશ પાઉન્ડ પણ ડોલર સામે નબળો પડયો છે. યુરોપમાં કટોકટી વધશે તો ભારતનો રૃપિયો વધુ ઘટશે અને ડોલર રૃ.૫૭ બોલાઈ જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. ફોરવર્ડ બજારમાં આજે ડોલરના ભાવો વધી ઓગસ્ટ વાયદાના રૃ.૫૭ તથા ડિસેમ્બર વાયદાના રૃ.૫૮ને આંબી ગયો હતો જયારે ૨૦૧૩ના એપ્રિલ વાયદાના ભાવો વધી રૃ.૫૯ની નજીક પહોંચ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે યુરોના ભાવો રૃ.૬૯.૮૭ વાળા રૃ.૭૦.૦૪ તથા પાઉન્ડનાં રૃ.૮૭.૨૩ વાળા રૃ.૮૭.૭૫ રહ્યા હતા.
ભારતમાં દરિયાપારથી રોકાણ વધે એવા વિવિધ પગલાઓ સરકાર લઈ રહી હોવા છતાં ડોલરના ભાવો વધતા રહ્યા છે એ ચિંતાનો વિષય હોવાનું અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર વધી જતાં સોનામાં ફંડોની વેચવાલી વધી હતી અને સોનાના ભાવો આજે ૧૫૫૦ ડોલરની અંદર ઉતરી મોડી સાંજે ૧૫૪૨થી ૧૫૪૩ ડોલર બોલાઈ રહ્યાના સમાચારો હતા. સોના પાછળ ચાંદીના ભાવો ઘટી વિશ્વ બજારમાં ૨૮ ડોલરની સપાટી તોડી છેલ્લે ૨૭.૭૦ ડોલર રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved