Last Update : 31-May-2012,Thursday

 
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
વિદાયની પૂર્વસંધ્યાએ સમાધાનનો સૂર ઃ તલવાર મ્યાન કરી દીધી
(પી.ટી.આઇ.) મુંબઇ તા.૩૦
ભારતીય સેનાના સૌથી વિવાદાસ્પદ વડા જનરલ વી.કે. સિંહે નિવૃત્તિના એક દિવસ પહેલાં જાણે કોઇ વિવાદ હોય જ નહી એવા સૂરમાં કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય અને મારી વચ્ચે કોઇ જાતની ગેરસમજ નથી પ્રવર્તતી સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ ખૂબ જ સ્પષ્ટ વિચારો સાથે લશ્કરને સહાય કરવાનું વલણ દાખવ્યું છે. લશ્કર તો સરકારનો જ એક હિસ્સો છે, અમે એક છીએ.
આવતી કાલે નિવૃત્ત થતા પહેલાં આજે છેલ્લી પત્રકાર પરિષદને સંબોધતા જનરલ સિંહે કહ્યું હતું કે ક્યારેક મનમાં એવું થાય કે અમુક બાબતોમાં વિલંબ થાય છે, આપણી વાત કોઇ સાંભળતું નથી. હકિકતમાં આપણી વાત કાને ધરવામાં આવતી જ હોય છે. દરેક મુદ્દે ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
લશ્કરના વડા વિવાદોમાં ફસાયા હતા એ વિશે પૂછવામાં આવતા જનરલ સિંહે કહ્યું હતું કે અમુક વિવાદો ફૂટી નીકળ્યાં હતાં અને અમુક વિવાદો ઊપજાવી કાઢવામાં આવ્યાં હતા. અમુક વિવાદો મારા પ્યારા પ્રેસના મિત્રોની ઉચ્ચ કલ્પનાશક્તિની ઉપજ હતી, તેમને દરેક ઝાડી-ઝાંપરા પાછળ ભૂતની છાયા દેખાતી પરંતુ મેં કોઇ દરકાર કરી જ નહોતી.
ઘણાં લોકો મને કહેતા કે તમારા વિશે અપમાનાસ્પદ નિવેદનો થઇ રહ્યાં છે. પણ હું આ બાબતોની દરકાર જ કરતો ન હોવાથી શા માટે પ્રતિભાવ પણ આપવો જોઇએ ?
હલકી કવોલિટીની ટ્રકોની ખરીદી માટે લેફ. જનરલ તેજિન્દર સિંહે તેમને ૧૪ કરોડ રૃપિયાની લાંચ આપવાની ઓફર કરી હતી એવું વિધાન કરીને ખુદ જનરલ સિંહે જ વિવાદનો મધપૂડો છંછેડયો હતો. આ વિશે પત્રકારોએ આજે જ્યારે સવાલ કર્યો ત્યારે જનરલ સિંહે જણાવ્યું હતું કે તેજેન્દર સિંહે શું કર્યું હતું એ વિશે કંઇ કહેવા નથી માગતો. તેજિન્દરસિંહને આપણામાંથી જે લોકો ઓળખે છે એ જાણે જ છે કે એ શું કરવાનો પ્રયાસ કરે છે. અત્યારે એ વિશે કંઇ કહેવા માટેની આ યોગ્ય જગ્યા નથી.
લશ્કરના વડાએ કરેલા તમામ આક્ષેપો તેજિન્દર સિંહે નકાર્યા હતા. લશ્કરના વડા તરીકેનો સૌથી વધુ વિવાદાસ્પદ કાર્યકાળ માટે લોકો જનરલ સિંહને યાદ રાખશે, જોકે ખુદ જનરલ સિંહે એવું કહ્યું હતું કે હું ઇચ્છું છું કે લોકો મને એવાં સૈનિક તરીકે યાદ રાખે જેણે જેણે લશ્કરની ઉજ્જવળ પરંપરા તેમ જ આન, બાન અને શાન ટકાવવા બનતા બધા જ પ્રયાસ કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved