Last Update : 31-May-2012,Thursday

 

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

૧૮,૦૦૦ પોલીસ બંદોબસ્તમાં હાજર ઃ રેલવે પોલીસ પણ સતર્ક

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૦
એનડીએ સાથે સંકળાયેલા વિરોધ પક્ષોએ આવેલા આવતીકાલનાં ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં કોઈ અંધાધૂંધી ન સર્જાય તે માટે મુંબઈ પોલીસે જડબેસલાક બંદોબસ્તનું આયોજન કર્યું છે. તમામ પોલીસોની રજા રદ કરવામાં આવી છે. તથા અંદાજે ૧૮,૦૦૦ પોલીસ રસ્તા પર ફરજ બજાવશે, એમ મુંબઈ પોલીસનાં પ્રવક્તા નિસાર તાંબોલીએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.
ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અમે પૂરતા બંદોબસ્તની ગોઠવણી કરી છે. તમામ પોલીસોની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે, એમ તાંબોલીએ કહ્યું હતું.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં પંદરથી અઢાર હજાર પોલીસ બંદબસ્ત માટે ખડે પગે હાજર રહેશે. જેથી કોઈ અવ્યવસ્થા સર્જાય તો પહોંચી વળાય. તે સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ), રેપિડ એક્શન ફોર્સ તથા રાયોટ કંટ્રોલ પોલીસની ટૂકડીઓને પણ ઠેરઠેર બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
શહેરનાં જોગેશ્વરી, માલવણી, કુર્લા, ગોવંડી, વાંદરા, ભીંડી બજાર, જે.જે. માર્ગ, ભાયખલા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
તે સિવાય પોલીસે પેટ્રોલિંગ અને નાકાબંધી વધારી દીધી છે. જેથી અસામાજિક તત્ત્વો પર નજર રાખી શકાય. એટલું જ નહિ પોલીસે રેકોર્ડ પરનાં ગુનેગારોને તાબામાં લેવાનું પણ શરૃ કરી દીધું છે.
ભારત બંધને પગલે લોકલ ટ્રેનો અટકાવવાનાં બનાવો રોકવા માટે રેલવે પોલીસે પણ કમર કસી છે. રેલવે પોલીસ પણ તમામ રેલવે સ્ટેશનો પર બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે.
મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનનાં સિનીયર પી.આઈ. શિવાજી ધુમાલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે રેલવે પોલીસ સવારે છ વાગ્યાથી બંદોબસ્તમાં ગોઠવાઈ જશે. લગભગ આઠ વાગ્યે પીકઅવર્સ દરમિયાન ટ્રેનો અટકાવવામાં આવે છે, આથી અમે આ સમયગાળામાં વધુ સતર્ક રહીશું, એમ ધુમાલે વધુમાં કહ્યું હતું.
ટૂંકમાં શહેર પોલીસ અને રેલવે પોલીસે બંધ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તથા એવી પરિસ્થિતિ પેદા થાય તો તેને પહોચી વળવા અભુતપૂર્વ બંદોબસ્તની ગોઠવણી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved