Last Update : 31-May-2012,Thursday

 

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
ધુમ્રપાનના કારણે અકાળે હૃદયરોગનો હુમલો આવે છે ઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

તમાકુના સેવનથી વિશ્વભરમાં વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની આગલી સાંજે ધુમ્રપાન સાથે જોડાયેલી વધુ એક ગંભીર બાબત સપાટી પર આવી છે. તબીબોના કહેવા મુજબ સમય કરતાં વહેલો અથવા અકાળે હૃદયરોગનો હુમલો આવવા પાછળ ધુમ્રપાનનું કારણ સૌથી મહત્વનું છે. ભારતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ૪.૫ કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ વિશ્વભરમાં તમાકુનું સેવન એ જાહેર સ્વાસ્થ્યને લગતું સૌથી મોટું જોખમ છે. દર વર્ષે તમાકુના સેવનને લગતી બિમારીઓથી દુનિયાભરમાં ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાંના ૬ લાખ જેટલા તો ધુમ્રપાન કરતાં જ નથી પણ પરોક્ષ ધુમ્રપાનનો તેઓ ભોગ બને છે.
ભારતમાં આ સંદર્ભે સ્થિતિ ઘણી ચેતવણીસૂચક છે અને અહીં તમાકુના કારણે દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૧૨ના અહેવાલ મુજબ ભારતમાં ૩૦ વર્ષ અને તેની ઉપરની વયના લોકોનાં કુલ મૃત્યુઆંકમાંથી સાત ટકા જેટલા મત્યુ પાછળ તમાકુ જવાબદાર છે. ધુમ્રપાન સહિતના તમાકુ સેવનથી શ્વાસનળીમાં સોજો અને ફેફસાનું કેન્સર થતું હોવાનું જગજાહેર છે પણ અનેક નથી જાણતા કે સમય કરતાં વહેલો અથવા અકાળે હૃદયરોગનો હુમલો આવવા પાછળ મુખ્યપણે ધુમ્રપાન જવાબદાર છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ૧.૭૩ કરોડ લોકો હૃદયરોગના કારણે અવસાન પામે છે અને તેમાના ૧૦ ટકા તમાકુના સેવનના કારણે થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્રપાનના કારણે ધમનીઓમાં ચરબીવાળો પદાર્થ એકઠો થાય છે જેના કારણે રક્તનો પ્રવાહ અવરોધાય છે અને આગળ જતાં તે હૃદયરોગ નોતરે છે.
બીજી બાજુ ધુમ્રપાનનો કોઇ પણ સલામત પ્રકાર નથી અને તમામ પ્રકારનું ધુમ્રપાન હાનિકારક હોવા પર નિષ્ણાંતો ભાર મૂકી રહ્યા છે. તમાકુના ધુમાડામાં ઝેરી પદાર્થ હોય છે જેમાં નિકોટિન, કાર્બન ડાયોકસાઇડ, ટાર અને હાઇડ્રોજન સાઇનાઇડનો સમાવેશ થાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved