Last Update : 31-May-2012,Thursday

 

કથની અને કરણીમાં ફર્ક
કરચોરી માટે ગ્રીસની ટીકા કરનાર IMFનાં વડાં પોતે જ વેરો નથી ભરતાં

ક્રિસ્ટિન લેગાર્ડની માસિક આવક ૩.૫ લાખ પાઉન્ડની છે જેને કરમુક્તિ અપાઈ છે

વોશિંગ્ટન, તા. ૩૦
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં વડાં, ક્રિસ્ટિન લેગાર્ડની ૩,૫૦,૦૦૦ પાઉન્ડની ટેક્ષ-ફ્રી આવક છે. તેમ ગઇકાલે જાણવા મળ્યું છે. આ સાથે, ગ્રીસના નાગરિકોને, તેમણે ટેક્ષ ભરવા માટે કરેલાં દબાણનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે.
૫૬ વર્ષનાં છૂટાછેડા લીધેલાં આ ફ્રેન્ચ મહિલાનો પગાર જ ૨,૯૮,૯૨૬ પાઉન્ડ છે. જે તેમના કોન્ટ્રેક્ટ પ્રમાણે પૂરેપૂરો કરવેરા મુક્ત છે. જે પૈકી બ્રિટનના ટેક્ષ ભરનારાઓ ૪.૫ ટકા જેટલો ફાળો આપે છે. જે રકમ ૧૩,૫૦૦ પાઉન્ડ જેટલી થવા જાય છે. આ ઉપરાંત, તેઓને ૫૩,૪૯૦ પાઉન્ડ પણ મળે છે જે, આઈએમએફના વડાને યોગ્ય ેતેવું ઊંચું જીવન ધોરણ જાળવવા માટે અપાય છે. આ ઉપરાંત તેઓને, અન્યોની (મુલાકાતીઓની) સરભરા માટે, તેઓનાં હોટેલનાં ખર્ચ માટે તથા વોશિંગ્ટનમાં આઈએમએફની બેઠક મળે ત્યારે અનિવાર્ય તેવા ખર્ચ માટે આપવામાં આવે છે. હોટેલ તથા મુસાફરી ખર્ચમાં તેઓના સાથીનો પણ સમાવેશ થાય છે. વળી દરેક જુલાઇમાં તેમનો આ પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ ''રીન્યુ'' થાય ત્યારે પગાર વધારો માગી પણ શકે છે. આ અંગે ટીકા કરતાં મૂળ ગ્રીસમાં જન્મેલાં અર્થશાસ્ત્રી વીકી પ્રાઇસે કહ્યું હતું કે, તેમના દેશના અનેક લોકો તો, લેગાર્ડની આ દંભી નીતિથી આંચકો પામી ગયા છે. તેમણે કહ્યું હતું કે આઈએમએફનાં વડાં યુરોઝોનના લોકોની મુશ્કેલીઓ સાચી રીતે સમજી જ શક્યાં નથી. ગ્રીસ અંગે તેમણે કહ્યું કે, ત્યાંના લોકો ટેક્ષ ભરે તો પણ પરિસ્થિતિમાં લગભગ કશો જ ફરક પડવાનો નથી.
ટેક્ષ-એક્ષપર્ટ રિચાર્ડ મર્ફીએ, લેગાર્ડની આ ટીકાઓને 'પૂર્ણતઃ અસંવેદનશીલ' ગણાવી હતી. તેમણે પૂછ્યું હતું કે ''જે વ્યક્તિ કરવેરામુક્ત તેવી આટલી મોટી આવક ધરાવતી હોય તે, ગ્રીસનાં તે માતા-પિતાની વેદના શી રીતે સમજી શકે કે જેઓ તેમનાં બાળકોને પૂરૃં પોષણ કે શિક્ષણ આપી શકતાં નથી?'' આ સાથે તેમણે તેવી પણ ટીકા કરી હતી કે, ''તમોને સુખી રાખવા માટે જ અમારે કરકસર કરવાની?'' તેમણે તેમ પણ કહ્યું હતું કે, ''ઘણા ગ્રીક્સ તો, તેમના ટેક્ષ એટલા માટે ભરતા નથી કે તેઓ માને છે કે, તેમના દેશને, તેમની ચૂંટાયેલી સરકાર નહીં પરંતુ, આઈએમએફ જ ચલાવે છે.''
શ્રીમતી લેગાર્ડે કહ્યું હતું કે, ''મને નાઇજરનાં બાળકોની ચિંતા છે. કારણ કે, તેઓ રોજ માંડ બે કલાક જ શિક્ષણ પામી શકે છે.''
આઈએમએફનાં વડાં જે કહેવું હોય તે કહે પરંતુ, ગ્રીસ અંગેનાં તેમનાં આ વિધાનો વિરૃધ્ધ તેઓનાં 'ફેસ-બુક' ઉપર તો ટીકાઓનો ધોધ વરસી રહ્યો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved