Last Update : 31-May-2012,Thursday

 

પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં બંધથી જનજીવન ખોરવાશે
એનડીએ અને ડાબેરીઓનું આજે ભારત બંધનું એલાન

સમાજવાદી પક્ષનો બંધને ટેકો ઃ પેટ્રોલ સામે કૂચ યોજનાર મમતા આજે બંધ નહીં પાળે ઃ ભાવ વધારા મુદ્દે મુંબઇ હાઇકોર્ટે કેન્દ્રનો જવાબ માગ્યો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, મુંબઈ, તા. ૩૦
કેન્દ્ર સરકારે પેટ્રોલની કિંમતોમાં કરેલા પ્રતિ લિટરે રૃ. ૭.૫૦ના ધરખમ વધારાના વિરોધમાં ભાજપે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું છે. જેમાં તેણે તમામ પક્ષોને જોડાવાની અપીલ કરી છે. બંધના ભાગરૃપે દેશબરમાં રેલીઓ અને જાહેરસભાઓનું આયોજન કરાશે. બંધના કારણે સામાન્ય જનજીવન પર વિપરિત અસર પડે તેવી શક્યતા છે. દરમિયાન પેટ્રોલનો ભાવવધારો સંસદની મંજરી વગર કરાયો હોવાથી તે ગેરકાયદે અને બંધારણનો ભંગ હોવાનો દાવો કરતી અરજીના સંદર્ભે બોમ્બે વડીઅદાલતે કેન્દ્ર સરકાર, પેટ્રોલીયમ મંત્રાલય અને નાણા મંત્રાલયને ૨૦મી જુન સુધીમાં સોગંદનામુ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. દરમિયાન ડાબેરીઓ અનએ સપા સહિતનના બિનકોંગ્રેસી પક્ષો પણ આવતીકાલના બંધના એલાનમાં સહકાર આપશે જેમાં એનડીએના સભ્યો પણ સામેલ છે.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ યુપીએનો હિસ્સો હોવા છતાં પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ડીએમકે સહિતના પક્ષોને આવતીકાલના રાષ્ટ્રવ્યાપી બંધમાં જોડાવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે ૧૮થી ૧૯ વખત પેટ્રોલની કિંમતો વધારી છે. રૃપિયાનું મૂલ્ય ઘટતા હવે સોનું ગીરવે મૂકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પેટ્રોલના ભાવવધારાના મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવાની ધમકી આપ્યા બાદ ડીએમકેના વડા કરુણાનિધિએ થોડાં જ કલાકોમાં ફેરવી તોળ્યું હતું કે તેમનો પક્ષ યુપીએની સાથે રહીને જ પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરશે. ભાજપે આપેલ બંધના એલાનની રાષ્ટ્રભરમાં અસર પડશે તેવી શક્યતા છે.
નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી સંજય જોષી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ સંભાળશે. ભારત બંધના એલાનમાં ડાબેરીઓ એ સપા સહિતના બિનકોંગ્રેસી પક્ષો પણ જોડાયા છે. પશ્ચિમ બંગાળમાં પેટ્રોલના ભાવવધારા સામે ભાજપના બંધના એલાનનો મુખ્યપ્રધાન બેનરજીએ વિરોધ કર્યો છે જેના કારમએ ભાજપે તેમની આ કરી ટીકા કરતાં જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ રેલી કાઢનારા બેનરજી હવે 'બેવડા ધોરણો' અપનાવી રહ્યા છે.
આવતીકાલના બંધના પગલે નોકરીઓણઆં હાજર ન રહેનારા રાજ્ય સરકારના કર્મચારીઓનો પગાર કાપી લેવાની ચીમકી પણ બેનરજીએ આપી છે. બીજી બાજુ ભ્રષ્ટાચાર સામે લડી રહેલી ટીમ અણ્ણા આ આંદોલનમાં જોડાય તેવી શક્યતા છે.
દરમિયાન પેટ્રોલનો ભાવવધારો સંસદી મંજૂરી વગર કરાયો હોવાથી તે ગેરકાયદે અને બંધારમનો ભંગ હોવાનો દાવો કરતી અરજીના સંદર્ભે બોમ્બે વડી અદાલતે કેન્દ્ર સરકાર, પેટ્રોલીયમ મંત્રાલય અને નાણા મંત્રાલયને ૨૦મી જુન સુધીમાં સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રાલયો ઉપરાંત આઈઓસી, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો. લી અનએ ભારત પેટ્રોલીયમ લી.ને પણ આ ભાવવધારા અંગે તેમના મંતવ્યો રજૂ કરવા નિર્દેશ અપાયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved