Last Update : 31-May-2012,Thursday

 

મોદીની રાજકીય મહત્ત્વાકાંક્ષાને અમારે સંતોષવી નથી
ગુજરાતના રાજ્યપાલને દૂર કરવાના આવેદનપત્રમાં અડવાણી- જેટલી ન જોડાયા

ગુજરાતના સાંસદ હોવા છતાં ભાજપના પ્રતિનિધિ મંડળમાં અડવાણી અને જેટલીની ગેરહાજરી સૂચક

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકાયુક્તની નિયુક્તિ પછી રાજ્યપાલ કમલાજીની વિરૃધ્ધમાં છે. આ માટે તેમણે રાજસ્થાનમાંથી મુદ્દા એકત્ર કરી રાષ્ટ્રીય પ્રમુખને કહી રાષ્ટ્રપતિને રજૂઆત કરવા માટેની યોજના ઘડી કાઢી. આજે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા જવામાં ગુજરાતમાંથી જ ચૂંટાયેલા સાંસદો અડવાણી અને જેટલીએ તેમાં સામેલ થવાનો ઈનકાર કર્યો. તેમણે ગડકરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મોદીની રાજકીય મહાત્વાકાંક્ષા સંતોષવા માટે અમે રાજ્યપાલને દુશ્મન બનાવવા માંગતાં નથી.
લોકાયુક્તની નિયુક્તિ મોદી માટે મોટો પડકાર અને આફત સમાન છે. આ સ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલને ગુજરાતમાંથી દૂર કરવા મોદીએ પોતાની સ્ટાઇલમાં રાજસ્થાનમાંથી કોઇ મુદ્દો શોધી કાઢ્યો. મોદીના પ્રશંસક અને ગુજરાતી કિરીટ સોમૈયા દ્વારા આ મુદ્દાને ઉછાળવાનો પ્રયાસ થયો. પરંતુ તેમાં તસુભાર પણ સફળતા ન મળી. આથી મોદીએ રાષ્ટ્રીય પ્રમુખને કહી રાજ્યપાલને દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રપતિને આપવાની યોજના ઘડી હતી. ગડકરીને બીજી ટર્મ માટે રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની મોદીએ આપેલી લોલીપોપ પછી ગડકરી મોદી માટે બધું જ કરવા તૈયાર છે. જેથી તેમણે આજે રાષ્ટ્રપતિને મળવા માટે પ્રતિનિધિમંડળ સ્વરૃપે જવાનું આયોજન કર્યું હતું. અડવાણી, જેટલી, સુષ્મા સ્વરાજ વગેરે નેતાઓને સુચના આપી હતી. પરંતુ આ ત્રણેય રાષ્ટ્રીય નેતાઓએ પ્રતિનિધિ મંડળમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે જે હાજર હતા એવા કેટલાક આગેવાનોને રાષ્ટ્રપતિ ભવન લઇ જઇને મોદીને ખુશ કરવાનો ગડકરીએ પ્રયત્ન કરી લીધો છે.
અડવાણી અને જેટલી વધુ સમજદાર રાજકારણી છે. તેઓ જાણે છે કે મોદીની મહાત્વાકાંક્ષાનો કોઇ પાર નથી. દરેક બાબતમાં સાથ આપવો હિતાવહ નથી. આજની ઘટના સ્વયંસ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રીય નેતાઓમાં અહમ્નો ટકરાવ વધી રહ્યો છે.
રાષ્ટ્રપતિને મળવા ગયેલા ભાજપ પ્રમુખ ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારની રૃા. ૧૦૦૦ કરોડની જમીન પચાવી પાડવામાં રાજકીય વગનો ઉપયોગ થયો હોવાનું કો-ઓપરેટિવ રજીસ્ટ્રારનું કહેવું છે. આ જમીનનો કેટલોક ભાગ ગુજરાતના રાજ્યપાલે ગેરકાયદે મેળવ્યો છે અને તેને પાછો લઈ લેવો જોઈએ. બેનિવાલને રાજીનામું આપવા કહેવાની અથવા તેમને પદ પરથી દૂર કરવાની ભાજપે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે.
ભાજપના પ્રમુખે કહ્યું હતું કે, બેનિવાલ રાજ્યપાલ છે ત્યાં સુધી રાજસ્થાન સરકાર તેમની સામે ફોજદારી કેસ દાખલ કરી શકે નહિ. ઉપરાંત આ કૌભાંડમાં હજુ સુધી કોઈ પગલા શા માટે નથી ભરાયા તેના કારણો રાજસ્થાનની સરકાર પાસે માગવાની પણ પ્રતિનિધિ મંડળે વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિને મળેલા પ્રતિનિધિ મંડળમાં પક્ષ પ્રવક્તા નિર્મલા સીતારામન્ તથા સાંસદો બલવીર પુંજ, ભુપેન્દ્ર યાદવ અને અર્જુન મેઘવાલ તેમજ પક્ષના સચિવ સોમૈયાનો સમાવેશ થતો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved