Last Update : 31-May-2012,Thursday

 

રંગીન મિજાજી NRI ભાવિ પતિથી યુવતી અવાક્

-બિલીમોરાની યુવતી પરત આવી

 

 

-પટેલ પરિવાર સામે ફરિયાદ

બીલીમોરા, બુધવાર
ભાવિ પતિએ વિદેશ બોલાવેલી બીલીમોરાની યુવતિને ભાવિ પતિના અન્ય યુવતિ સાથેના પ્રેમ પ્રકરણની જાણ થઇ જતાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ ભાવિ પતિએ યુવતિને પરત ભારત મોકલી આપી હતી. વિદેશથી પરત આવેલા પુત્રીના ભાવિ એનઆરઆઇ સાસરીયાઓન મકાન બનાવવા કરેલી મદદના રૃ।. ૨૦ લાખની માંગણી કરનાર યુવતિના પિતાને જીવતા દાટી દેવાની ધમકી મળતાં યુવતિએ પોતાના ભાવિ પતિ સહિત ચાર સાસરીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બીલીમોરાના દેસરા સ્થિત ઓરીયા મોરીયા ખાતે રહેતી અને ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતી સુંદર દેખાવડી હેમાલી અશોકભાઇ પટેલ (ઉ.વ.૨૦) મૂળ ચીખલીના રાનવેરીકલ્લા ગામના અને હાલ લંડનના બ્રીઝબેન ખાતે રહેતા પ્રદિપ પટેલને પસંદ પડી ગઇ હતી. વર્ષ ૨૦૦૯માં પ્રદિપ સાથે આવેલા તેના માતા-પિતા સીતાબેન અને ચીમનભાઇ પટેલે હેમાલીના પિતા એવા બીલીમોરા પાલિકાના માજી પ્રમુખ અશોકભાઇ પટેલ સમક્ષ પ્રદિપના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને અશોકભાઇએ લગ્ન માટે મંજુરી આપી હતી. બાદમાં સામાજીક રીવાજ મુજબ હેમાલી અને પ્રદિપની સગાઇ થઇ હતી.
ત્યારબાદ પ્રદિપ અને તેના પરિવારે સ્પોન્સર લેટર મોકલ્યો હતો. જેમાં હેમાલી પોતાની પત્ની તરીકે દર્શાવી તેને લંડનના બીઝબેન બોલાવી હતી. લંડન પહોંચેલી હેમાલીને ભાવિ પતિ પ્રદીપના લક્ષણો સારા નહી લાગતાં તેણે તેના ઉપર ધ્યાન આપવા માંડયું હતું. જેમાં તેનું અન્ય યુવતિ જોડે પ્રેમપ્રકરણ હોવાનું કોમ્પ્યુટરમાંથી પકડાતાં આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ એક વર્ષના ગાળામાં પ્રદિપના પિતા ચીમનભાઇ તથા તેના પરિવારે હેમાલીના પિતા અશોકભાઇ પટેલને રીકવેસ્ટ કરી હતી કે અમે લંડન છીએ આથી વલસાડ ખાતે મકાન બનાવવાનું શક્ય બનતું નથી. તમે અમને સહકાર આપો ! અમારૃં મકાન તમારી દેખરેખમાં બનાવી આપો ! આથી અશોકભાઇએ પુત્રીનું જ ઘર બાંધવાનું છે, એમ કરીને રૃ।. ૨૦ લાખનો માલ સામાન ઉધાર લઇ મકાન બનાવી કાઢ્યું હતું. એ દરમ્યાન થોડાક રૃપિયા લંડનથી મોકલાવ્યા બાદ એનઆરઆઇ પરિવારે પોતે ભારત આવવાના છીએ ત્યારે તમામ રૃપિયા આપી દઇશું એવું જણાવ્યું હતું. આ બાજુ લંડનમાં પ્રદિપનું અન્ય યુવતિ સાથે ચાલતું ચક્કર પકડાતાં હેમાલીએ તેને ઠપકો આપી મારી જીંદગી કેમ બગાડી છે ? એવું કહેતાં ગુસ્સે ભરાયેલા પ્રદિપ અને તેના પરિવારે ઉલટા ચોર કોટવાલ કો ડાટેની જેમ હેમાલીને લંડનથી પાછી ભારત મોકલાવી આપી હતી ! આથી હેમાલી અને તેનો પરિવાર છેતરાઇ ગયાની લાગણી અનુભવવા લાગ્યો હતો અને લંડનથી પ્રદિપ અને તેના પરિવારજનોના આવવાની રાહ જોવા લાગ્યા હતા. થોડો સમય પહેલાં લંડનથી આવેલા પ્રદિપ અને તેના પરિવારને હેમાલીના માતા-પતાએ મળીને તેમને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમને કોઇ દાદ નહી આપતાં હેમાલીના પિતાએ વલસાડ ખાતેના મકાન બનાવાના કામે ઉધાર માલસામાન ખરીદીના રૃ।. ૨૦ લાખ પરત માંગતા એનઆરઆઇ પરિવારે રૃપિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને વધારે મગજમારી કરશો તો જીવતા દાટી દઇશું એવી ધમકી આપતાં ભોગ બનનાર હેમાલીએ આજરોજ બીલીમોરા પોલીસમાં પતિ પ્રદિપ, સાસુ સીતાબેન, સસરા ચીમનભાઇ અને પ્રદિપના મામા મુકુંદભાઇ (તમામ રહે. લંડન) સામે એકબીજાની મદદગારીથી છેતરપીંડી કરી રૃ।. ૨૦ લાખ પરત નહી આપી વિશ્વાસઘાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ બીલીમોરા પોલીસના સીની. પોસઇ એમ.બી. રાઠોડ કરી રહ્યા છે. આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગઇ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved