Last Update : 31-May-2012,Thursday

 

ચાંદીના ભાવોમાં રૃ.૬૭૦નો કડાકો
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ

વિશ્વ બજારમાં સોનાએ નીચામાં ૧૫૫૦ ડોલરની સપાટી તોડી ઃ જો કે ડોલરના ભાવો ફરી ઉછળી રૃ.૫૬ની ઉપર જતા રહ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૬૫થી ૧૭૦ તૂટી ગયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૭૦ તૂટયા હતા. વિશ્વ બજારના સમાચારો વધ્યા ભાવથી ઝડપી ઘટાડો બતાવતા હતા. જો કે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી રૃ.૫૬ની ઉપર જતા રહેતાં ઘરઆંગણે સોના-ચાંદીનો ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હતો. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૨૩૫ વાળા રૃ.૨૮૯૮૫ ખુલી રૃ.૨૯૦૬૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૬૫ વાળા રૃ.૨૯૧૧૫ ખુલી રૃ.૨૯૨૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૪૮૪૦ વાળા આજે રૃ.૫૪૧૦૦ ખુલી રૃ.૫૪૧૭૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૭૫થી ૧૫૭૬ ડોલરવાળા આજે ઝડપી ઘટી ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર થઈ સાંજે ૧૫૪૯થી ૧૫૪૯.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં યુરોના ભાવો ઘટતાં તથા ડોલરના ભાવો વધી જતાં સોનામાં ઉછાળે હેજ ફંડોની વેચવાલી વધી હતી. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૩૫ વાળા આજે નીચામાં ૨૭.૫૧ ડોલર બોલાઈ સાંજે ૨૭.૭૦ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે સોના-ચાંદીમાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. નવી માંગ પણ પાંખી રહી હતી. મુંબઈમાં સાંજે ભાવો ચાંદીના રૃ.૫૪૨૦૦થી ૫૪૨૨૫ તથા કેશમાં રૃ.૫૪૦૦૦થી ૫૪૦૨૫ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૬૭ વાળા આજે ઝડપી વધી રૃ.૫૬ને પાર કરી ઉંચામાં રૃ.૫૬.૨૩ છેલ્લે રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૮૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૩૩૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૪૭૦ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો ત્યાં હાજરમાં રૃ.૮૫૦ ઘટી રૃ.૫૩૯૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૮૮૦ ઘટી રૃ.૫૩૮૪૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved