Last Update : 31-May-2012,Thursday

 

એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ

બે વર્ષમાં રૃ.૨ લાખ કરોડનાં કોર્પોરેટ ડેટનાં રિસ્ટ્રકચરીંગનો અગ્રણી એજન્સી ક્રિસીલનો અંદાજ

મુંબઈ,તા.૩૦
કોર્પોરેટ ડેટ રિસ્ટ્રકચરીંગ (સીડીઆર) સેલની સ્થાપના ૨૦૦૧માં થઈ ત્યાર બાદ કોઈપણ માસમાં સૌથી વધુ સંખ્યામાં કોર્પોરેટ દેવાને રિસ્ટ્રકચરીંગ માટે રીફર કરાયાનો રેકોર્ડ એપ્રિલ ૨૦૧૨માં થયો છે આ બાબત બેંકની અસ્કયામતોની ગુણવત્તા નબળી પડતી હોવાનો પુરાવો આપે છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ રૃ.૭૦૦૦ કરોડની લોનનાં રીસ્ટ્રકચરીંગ માટેના ૧૮ કેસ સીડીઆર પાસે આપ્યા હતા. કોઈપણ એક માસમાં આટલી લોન રીસ્ટ્રકચર કરવાની અરજીઓ મળ્યાનો આ રેકોર્ડ થયો હતો.
આ કેસોમાં તાયલ ગુ્રપ ઓફ કંપનીઝની ૮ કંપનીઓની રૃ.૨૮૦૦ કરોડનસ્મોસરબેર સોલાર રૃ.૭૪૦ કરોડની, રેણુકા ટેક્સટાઈલ્સ રૃ.૨૩૨ કરોડની, અરવલી ઈન્ફ્રાપાવર રૃ.૮૩૫ કરોડની અને વર્ધમાન પોલિટેક્સ રૃ.૪૪૯ કરોડની લોનનો સમાવેશ થાય છે.
આર્થિક મંદીનો પડછાયો કાપડ, ઈન્ફ્રાસ્ટ્રકચર, લોખંડ તથા પોલાદ અને રીટેલ જેવા ક્ષેત્રો પર પડતા, વધુને વધુ કંપનીઓ આસાન પુનઃચૂકવણી શરતો માટે લાઈન લગાડતાં, સી.ડી.આર. સેલને ૩ માસમાં રૃ.૧૪૫૫ કરોડની ૨૪ અરજીઓ મળી હતી. તે પૂર્વેના ૩ માસનાં સમયગાળામાં આવા ૨૫ કેસોમાં રૃ.૨૩૦૭૧ કરોડની રકમ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ડેપ્યુટી ગવર્નર આન ંદ સિંહાએ તાજેતરમાં જ તારણ કાઢયું હતું કે રીસ્ટ્રકચર્ડ લોનોમાંથી ૧૫ ટકા જેટલી લોનો બેડલોન્સ થઈ જતી હતી. ક્રિસીલનાં એક અંદાજ મુજબ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩માં લગભગ રૃ.૨ લાખ કરોડની લોનોનું રિસ્ટ્રકચરીંગ થતાં માર્ચ ૨૦૧૩નાં રોજનાં કુલ ધિરાણોનાં ૩૫ ટકાના પ્રમાણમાં રિસ્ટ્રકચરીંગ હશે.
એપ્રિલમાં અરજીઓમાં વધારો આવ્યો તેમાં મુખ્યત્વે ૮ ટાયલ ગુ્રપની કંપનીઓ હતી જેમાં કાપડ, રીટલ એસ્ટેટ અને એનર્જી ક્ષેત્રની કંપનીઓ હતી. જયભારત ટેક્સટાઈલ એન્ડ રિયલ એસ્ટેટ, ક્રીષ્ના લાઈફસ્ટાઈલ ટેકનોલોજીસ અને એસકે નીટ જેવા નામોનો સમાવેશ થતો હતો.
કુલ ૧૭ કરજદાતાઓ તરફથી થયેલ ૨૮૧૧ કરોડ રૃ.ની લોન આ જૂથે રીફર કરી હતી જેમાં સૌથી વધુ એક્સ્પોઝર રૃ.૬૭૭ કરોડનું બેંક ઓફ ઈન્ડિયાનું હતું.
હૈદ્રાબાદની એન્જિનિયરિંગ પ્રોકયોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન (ઈ.પી.સી.) કંપની આઈકોમ ટેલીએ પણ બેંકોનાં તેનાં રૃ.૧૩૫૪ કરોડનાં દેવા માટે આસાન શરતો માટે અરજી કરી હતી. આ કેસમાં લીડ બેન્કપ એક્સીસ બેંક છે. હૈદ્રાબાદના એક અન્ય ઈ.પી.સી. ખેલાડી ઈન્દુ પ્રોજેકટસે પણ રૃ.૨૮૦૦ કરોડની બેંક લોન ચૂકવવા માટે આસાન શરતો મળે તેવી અરજી કરી હતી.
બેંક અધિકારીઓ અને ઉદ્યોગનાં એનાલિસ્ટોનો અંદાજ છે કે યુનિયન બેંક, કેનેરા બેંક, અલ્હાબાદ બેંક અને ઈન્ડિયન બેંક એપ્રિલથી જૂનનાં ત્રમાસિક ગાળામાં સૌથી વધુ લોનોનું રિસ્ટ્રકચરીંગ જોશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved