Last Update : 31-May-2012,Thursday

 

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો

સેન્સેક્ષ ૧૨૬, નિફ્ટી ૩૯ પોઇન્ટ ઘટયા ઃ આઇટી શેરોમાં ડોલરની મજબૂતીનું આકર્ષણ ઃ બેંકિંગ, રીયાલ્ટી, પાવર શેરો તૂટયા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
ડોલર સામે રૃપિયાની પડતી વધતી જઇ એફઆઇઆઇ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત વેચવાલી અને ઓઇલ રીફાઇનરીઓ-નિકાસકારોની ડોલરમાં વધતી ખરીદીએ ડોલર સામે રૃપિયો ૫૫.૬૭ આગલા બંધથી તૂટીને આજે નીચામાં ૫૬.૨૦ના તળીયે ખાબકી જતાં અને યુરો ઝોનમાં સ્પેનના વધતા ડીફોલ્ટ જોખમ તેમજ ગ્રીસ યુરો ઝોન સાથે છેડો ફાડવાના અહેવાલે સેન્ટીમેન્ટ વધુ ખરડાયું હતું. એશીયા, યુરોપના દેશોના બજારોમાં સાર્વત્રિક નરમાઇ સાથે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ અપેક્ષીત ધોવાણે થયો હતો. ઓટો જાયન્ટ ટાટા મોટર્સ ગુ્રપ દ્વારા કોન્સોલિડેટેડ ધોરણે ચોથા ત્રિમાસિકમાં નેટ નફામાં ૧૩૬ ટકાનો ઉછાળો નોંધાવ્યા છતાં જગુઆર લેન્ડ રોવરનું ઇબીટા માર્જીન ત્રીજા ત્રિમાસિકના ૧૭ ટકાની તુલનાએ ઘટીને ૧૪.૬ ટકા હાંસલ થતાં અને પેટ્રોલના ભાવમાં તાજેતરમાં તીવ્ર વધારાની નેગેટીવ અસરે ટાટા મોટર્સ પાછળ ઓટો શેરોમાં ફંડોના હેમરીંગ સાથે રીયાલ્ટી, બેંકિંગ, પાવર, કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૧૨૬ પોઇન્ટ અને નિફ્ટી ૩૦ પોઇન્ટ ગબડયા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૪૩૮.૫૮ સામે ૧૬૩૯૧.૯૦ મથાળે ખુલીને આરંભથી જ નરમાઇમાં ટાટા મોટર્સ, ભેલ, ડીએલએફ, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ગેઇલ ઇન્ડિયા, સિપ્લા, ટાટા સ્ટીલ, લાર્સન, સ્ટરલાઇટ સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષ શરૃઆતથી જ ૧૦૦થી વધુ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યા બાદ આંશિક ઘટાડો પચાવ્યો હતો, પરંતુ બપોરે યુરોપના બજારો ધબડકા સાથે ખુલતા ફરી ૧૧૦થી ૧૧૫ પોઇન્ટ ઘટી આવ્યો હતો. જે ઘટયા મથાળે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્યુબાઇંગ અને ડોલરની મજબૂતીએ આઇટી શેરો ઇન્ફોસીસ, વિપ્રોની મજબૂતી સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પ્રોત્સાહક પરિણામે અને સન ફાર્મા, મારૃતી સુઝુકી, ટાટા પાવર, હિન્દુસ્તાન યુનીલીવરમાં આકર્ષણે સેન્સેક્ષ મોટાભાગનો ઘટાડો પચાવીને ૨.૩૦ વાગ્યા નજીક ૧૬૪૨૮.૭૪ સુધી આવી ગયો હતો. જે ફરી ટાટા મોટર્સમાં હેમરીંગ વધતા અને બેંકિંગ, મેટલ, પાવર, શેરોમાં ધોવાણ વધતા એક તબક્કે ૧૪૩.૨૭ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૬૨૯૫.૩૧ સુધી ગબડી જઇ અંતે ૧૨૬.૪૩ પોઇન્ટના ઘટાડે ૧૬૩૧૨.૧૫ બંધ હતો.
નિફ્ટી-સેન્સેક્ષનું મોટું ધોવાણ રિલાયન્સ, સિમેન્ટ, આઇટી શેરોએ અટકાવ્યું ઃ ૪૯૪૫ થઇ ૪૯૫૧
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૯૦.૧૦ સામે ૪૯૪૬.૨૫ ખુલી ૪૦થી ૪૫ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યા બાદ ઘટયા મથાળે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસીસી, અંબુજા સિમેન્ટ, મારૃતી સુઝુકી, એચસીએલ ટેક્નો, હિન્દુસ્તાન યુનીલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રોની મજબૂતીએ મોટો ઘટાડે પચાવીને ૨.૩૦ વાગ્યા નજીક ઉપરમાં ૪૯૮૨.૨૫ સુધી આવી ગયો હતો. જે ફરી છેલ્લા કલાકમાં બેંકિંગ, પાવર, ઓટો, રીયાલ્ટી શેરોમાં ધોવાણે નીચામાં ૪૯૪૪.૯૦ સુધી ગબડી જઇ અંતે ૩૯.૨૫ પોઇન્ટ ઘટીને ૪૯૫૦.૭૫ બંધ હતો.
ટાટા મોટર્સ ગુ્રપ નેટ નફો ૧૩૬ વધ્યો, પરંતુ જગુઆરનું ઇબીટા માર્જીન ઘટયું ઃ શેર રૃા. ૩૩ તૂટયો
ઓટોમોબાઇલ જાયન્ટ ટાટા મોટર્સ દ્વારા ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ધોરણે ગુ્રપ ચોખ્ખો નફો ૧૩૬.૩૫ ટકા વધીને રૃા. ૬૨૩૪ કરોડ અને આવક ૪૪.૩ ટકા વધીને રૃા. ૫૦૯૦૮ કરોડ નોંધાવ્યા અને જગુઆર લેન્ડ રોવરનું વેચાણ ૪૮.૨ ટકા વધીને ૯૮૦૨૧ વાહનનું થવા છતા જગુઆર લેન્ડ રોવરે એનાલીસ્ટોની અપેક્ષાથી સાધારણ પરિણામ આપીને ઇબીટા માર્જીન ત્રીજા ત્રિમાસિકના ૧૭ ટકાની તુલનાએ ઘટીને ચોથા ત્રિમાસિકમાં ૧૪.૬ ટકા હાંસલ કરતા અને આવક ૬૦.૫૪ કરોડ પાઉન્ડ નોંધાવતા ટાટા મોટર્સનો એડીઆર ગઇકાલે ૨.૯૪ ટકા તૂટી ગયા બાદ આજે મુંબઇ શેરબજારમાં શેરમાં શરૃઆતથી જ ફંડોના હેમરીંગે શેર રૃા. ૩૨.૫૫ ગબડીને રૃા. ૨૪૩.૩૫ રહ્યો હતો. અન્ય ઓટો શેરોમાં અપોલો ટાયર્સ રૃા. ૩ ઘટીને રૃા. ૮૬.૧૫, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૬૦ ઘટીને રૃા. ૧૧૯.૯૫, અશોક લેલેન્ડ રૃા. ૨૪.૩૫, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૧૨.૦૫ ઘટીને રૃા. ૪૨૩.૧૫, બજાજ ઓટો રૃા. ૭.૬૫ ઘટીને રૃા. ૧૫૧૮.૮૦, ભારત ફોર્જ રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૩૧૪, હીરો મોટોકોર્પ રૃા. ૬.૭૫ ઘટીને રૃા. ૧૮૫૪.૮૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪.૩૩ પોઇન્ટ તૂટીને ૯૦૫૦.૧૩ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ગાબડાં ઃ આઇસીઆઇસીઆઇ રૃા. ૨૨ તૂટયો ઃ પીએસયુ શેરોમાં ધોવાણ
બેંકિંગ ક્ષેત્રે બેંકોની એનપીએ વધવાના વધતા જોખમ, ઔદ્યોગિક મંદીના ફફડાટે ડીફોલ્ટરો વધી રહ્યા હોઇ બેંકોને લોન રીસ્ટ્રક્ચરીંગની પડી રહેલી ફરજ સાથે યુરો ઝોનમાં વધી રહેલી ઋણ કટોકટીના છાટાં ભારત પર પણ પડવાના એંધાણે બેંકિંગ શેરોમાં વેચવાલી વધી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ચોથા ત્રિમાસિકના પરિણામમાં બેઝ ઇન્ફેક્ટથી ચોખ્ખો નફો ૪૧.૬૫ ટકા વધીને રૃા. ૧૧૭૦૭.૨૯ કરોડ હાંસલ કર્યા છતાં શેરમાં વેચવાલીના વધેલા દબાણે રૃા. ૨૨.૮૦ ઘટીને રૃા. ૨૦૯૭.૫૦ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૧.૯૫ તૂટીને રૃા. ૮૧૭, એચડીએફસી બેંક રૃા. ૩.૯૫ ઘટીને રૃા. ૫૦૦.૬૫, એચડીએફસી રૃા. ૪.૭૫ ઘટીને રૃા. ૬૫૬, યુનીયન બેંક રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૧૯૫.૮૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૧.૬૫ ઘટીને રૃા. ૩૧૯.૪૦, કેનરા બેંક રૃા. ૧૪.૦૫ ઘટીને રૃા. ૩૮૮.૩૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૧૦.૧૦ ઘટીને રૃા. ૩૦૦, યશ બેંક રૃા. ૧૦.૩૦ ઘટીને રૃા. ૩૨૭.૮૦, પીએનબી રૃા. ૨૦.૬૦ ઘટીને રૃા. ૭૨૮.૧૦, એક્સીસ બેંક રૃા. ૨૧.૮૫ ઘટીને રૃા. ૧૦૦૧.૮૫, અલ્હાબાદ બેંક રૃા. ૫.૭૫ ઘટીને રૃા. ૧૩૨.૫૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૯૮.૧૮ પોઇન્ટ તૂટીને ૧૦૯૭૯.૮૬ રહ્યો હતો.
વધતી મોંઘવારીએ હવે કન્ઝ્યુમર ડયુરેબલ્સની માગને ફટકો! ટીટી કે પ્રેસ્ટિજ, બજાજ ઇલેક્ટ્રીકલ્સ ઘટયા
ખરડાયેલા સેન્ટીમેન્ટ સાથે પેટ્રોલના તાજેતરના તીવ્ર ભાવ વધારાથી વધેલી મોંઘવારીની અસર કન્ઝ્યુમર ડયુરેબલ્સની માગને પણ પડવાના એંધાણે કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી નીકળી હતી. બજાજ ઇલેક્ટ્રીકલ્સ રૃા. ૧૦.૫૫ ઘટીને રૃા. ૧૮૬.૪૫, ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૯૯.૯૦ તૂટીને રૃા. ૨૮૭૨.૫૫, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૭૫ ઘટીને રૃા. ૮૨.૨૦, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭.૩૫ ઘટીને રૃા. ૨૨૪.૮૫, વ્હર્લપુલ રૃા. ૩.૬૦ ઘટીને રૃા. ૨૦૨, વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૧૦ ઘટીને રૃા. ૧૬૮.૯૦, ગીતાંજલી જેમ્સ રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૩૦૧.૪૫ રહ્યા હતાં.
મે વલણના અંત પૂર્વે ૫૦૦૦ના કોલ ૧૫ લાખ વેચાયા! જૂન ફ્યુચર ૪૯૨૫ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં આવતીકાલે ગુરુવારે મે વલણનો અંત હોવા સાથે પેટ્રોલના ભાવ વધારા વિરુદ્ધ વિપક્ષોના બંધના એલાન પૂર્વે નિફ્ટી બેઝડ હેમરીંગ વધ્યું હતું. નિફ્ટી મે ફ્યુચર ૨૬૬૧૪૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૫૭૭ કરોડના ટર્નઓવરે ૪૯૮૧.૬૫ સામે ૪૯૪૯.૯૫ ખુલી ઉપરમાં ૪૯૬૪ અને નીચામાં ૪૯૨૬.૧૦ થઇ છેલ્લે ૪૯૨૯.૯૦ હતો. નિફ્ટી જૂન ફ્યુચર ૪૯૮૫.૬૫ સામે ૪૯૫૯.૭૫ ખુલી ઉપરમાં ૪૯૬૪ અને નીચામાં ૪૯૨૫ થઇ છેલ્લે ૪૯૨૭ હતો. નિફ્ટી ૫૦૦૦ના કોલ આજે ૮,૧૭,૬૭૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૦૪૭૪ કરોડના ટર્નઓવરે ૨૨.૫૦ સામે ૧૪ ખુલી ઉપરમાં ૧૬.૬૫થી ગબડી ૩.૨૫ રહ્યો હતો.
નિફ્ટી ૫૦૦૦નો જૂન પુટ ૧૨૮થી ઉછળી ૧૬૦ ઃ ૫૩૦૦નો જૂન કોલ ૧૭.૯૦થી તૂટીને ૧૧.૯૦
નિફ્ટી ૫૦૦૦નો જૂન પુટ ૩૫૧૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૦૪ કરોડના ટર્નઓવરે ૧૨૮.૬૦ સામે ૧૩૯.૯૦ ખુલી નીચામાં ૧૩૯થી ઉપરમાં ૧૬૩.૪૦ થઈ છેલ્લે ૧૬૦.૨૦ હતો. નિફ્ટી જૂન ૫૦૦૦નો કોલ ૬૫૭૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૭૩ કરોડના ટર્નઓવરે ૧૧૨ સામે ૯૬ ખુલી ઉપરમાં ૧૦૦.૩૦થી નીચામાં ૮૬.૬૫ સુધી ગબડી છેલ્લે ૮૭ હતો. જ્યારે નિફ્ટી ૫૩૦૦નો જૂન કોલ ૧૭.૯૦ સામે ૧૫.૫૫ ખુલી ઉપરમાં ૧૫.૬૫થી નીચામાં ૧૧.૯૦ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેટીંગને મોર્ગન અપગ્રેડ કર્યું ઃ આક્રમક બાયબેક ઃ શેર રૃા. ૬૯૫ થઇ વધીને રૃા. ૭૦૬
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેટીંગને મોર્ગન સ્ટેનલીએ અપગ્રેડ કરતા અને કંપનીના શેરોમાં આક્રમક બાયબેક થકી ૨.૧૦ કરોડ જેટલા શેરોનું બાયબેક થઇ જતાં અને કંપનીએ ગત સપ્તાહે તેના જામનગર ખાતેના ગેસીફીકેશન પ્લાન્ટો માટે ફિલિપ્સ ૬૬ની ઇ-ગેસ ટેક્નોલોજી પર પસંદગી ઉતારતા શેરમાં લેવાલીએ રૃા. ૬૯૫.૯૫ના ઘટયામથાળેથી પાછો ફરી અંતે રૃા. ૪.૪૫ વધીને રૃા. ૭૦૬.૨૦ રહ્યો હતો. જામનગર ખાતે રિલાયન્સના ગેસીફિકેશન પ્લાન્ટો વિશ્વના સૌથી મોટા હશે અને પેટ્રોલીયમ કોક તથા કોલસનું ઇ-ગેસ ટેક્નોલોજીના ઉપયોગ થકી સિન્થેટિક ગેસમાં પ્રોસેસ કરશે. સિન્થેટિક ગેસ નવા કેમિકલ સંકુલ માટે ફીડસ્ટોક તરીકે ઉપયોગમાં લેવાશે.
ડોલર ઉછળીને રૃા. ૫૬.૨૦ ઃ ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેક્નોમાં આકર્ષણ
ડોલર સામે રૃપિયા તૂટતો જઇ આજે ૫૫.૬૭થી ગબડી નીચામાં ૫૬.૨૦ સુધી આવી જતાં ડોલરની મજબૂતીનો આઇટી કંપનીઓને ફાયદો થવાના અંદાજોએ શેરોમાં લેવાલી વધી હતી. ઇન્ફોસીસ રૃા. ૧૫.૫૦ વધીને રૃા. ૨૪૨૨.૪૫, વિપ્રો રૃા. ૨.૫૦ વધીને રૃા. ૪૧૧.૮૫, ટેક મહિન્દ્રા રૃા. ૨૫.૨૫ વધીને રૃા. ૬૮૯.૯૦, એચસીએલ ટેક્નો રૃા. ૩.૨૫ વધીને રૃા. ૫૦૯ રહ્યા હતાં.
મહિન્દ્રાનો નેટ નફો ૪૪ ટકા વધ્યો ઃ શેર રૃા. ૬૪૯ ઘટયામથાળેથી ઉંચકાયો ઃ સનફાર્મા સારા પરિણામે વધ્યો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૪૪.૨ ટકા વધીને રૃા. ૮૭૪.૫૦ કરોડ અને કુલ આવક ૩૮.૯ ટકા વધતા શેર રૃા. ૬૪૯.૧૦ ઘટયામથાળેથી પાછો ફરી ઉપરમાં રૃા. ૬૬૨.૮૦ થઇ અંતે રૃા. ૬૫૭.૨૦ રહ્યો હતો. સન ફાર્માનો ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૮૫ ટકા વધીને રૃા. ૮૨૦ કરોડ અને ચોખ્ખુ વેચાણ ૫૯ ટકા વધીને રૃા. ૨૩૩૦ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૃા. ૧૫.૬૦ વધીને રૃા. ૫૮૧.૨૫, મારૃતી સુઝુકી રૃા. ૨૩.૯૦ વધીને રૃા. ૧૧૫૦.૯૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૪.૬૦ વધીને રૃા. ૪૨૧.૫૦ રહ્યા હતાં.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં નવેસરથી ધોવાણ ઃ ભેલ, સુઝલોન, પુંજ, પ્રાજ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વિદેશી ફંડોની સતત વેચવાલીએ બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૩૪.૬૯ પોઇન્ટ તૂટીને ૮૮૭૯.૦૭ રહ્યો હતો. ભેલ રૃા. ૬.૬૫ ઘટીને રૃા. ૨૧૧.૧૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૪૦.૯૫ તૂટીને રૃા. ૫૪૬.૬૫, સુઝલોન એનર્જી રૃા. ૧.૨૫ ઘટીને રૃા. ૧૯.૭૫, પુંજ લોઇડ રૃા. ૧.૯૫ ઘટીને રૃા. ૪૪.૪૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૯.૦૫ ઘટીને રૃા. ૩૪૮, એબીબી રૃા. ૧૮.૦૫ ઘટીને રૃા. ૭૩૧ રહ્યા હતાં.
ડીઆઇઆઇની વધુ રૃા. ૧૮૩ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૧૦.૭૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૨૧૯૨.૪૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૨૦૩.૧૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૮૨.૬૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૫૫૮.૧૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૭૪૦.૭૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્પેન ડીફોલ્ટ થવાની અણીએ ઃ ગ્રીસ યુરો ઝોન સાથે છેડો ફાડશે ઃ યુરોપના બજારો તૂટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૨૩.૮૯ પોઇન્ટ ઘટીને ૮૬૩૩.૧૯, હોંગકોંગનો હેંગસેંગ ૩૬૫.૨૪ પોઇન્ટ તૂટીને ૧૮૬૯૦.૨૨, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૪.૯૭ પોઇન્ટ ઘટીને ૨૩૮૪.૬૭, તાઇવાન વેઇટેજ ૮૦.૪૯ પોઇન્ટ ઘટીને ૭૨૬૧.૮૦ રહ્યા હતા. યુરોપમાં યુરો ઝોનમાંથી ગ્રીસના છૂટાછેડાની તૈયારી અને સ્પેનના ડીફોલ્ટના વધતા જોખમે તેમજ ઇટાલીના બોન્ડસના ઘટતા અને ગ્રીસના બેંકોમાંથી એક વર્ષમાં ૩૪ અબજ યુરોની થાપણો હાઉસ હોલ્ડ અને બિઝનેસ સાહસિકોએ ઉપાડી લેતા તેમજ ગ્રીસ, આર્યલેન્ડ, ઇટાલી, પોર્ટુગલ, સ્પેનની બેંકોમાંથી એક વર્ષમાં ૮૦.૬ અબજ યુરો ઉપાડી લેવામાં આવતા ફરી યુરો ઝોનમાં કટોકટીના એંધાણે યુરોપના બજારોમાં ખુલતાની સાથે ધબડકો હતો. જે સાંજે ચાલુ બજારે ૪૫થી ૮૫ પોઇન્ટનો કડાકો બતાવતા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved