Last Update : 31-May-2012,Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૭-૫-૨૦૧૨ રવિવારથી તા.૨-૬-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, ભક્તિ પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી, ધંધાના, પુત્ર-પૌત્રાદિકના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. ખર્ચ, ખરીદી થાય. ખાણીપીણીના, ટ્રાવેલ્સના, કાગળ, કાપડના ધંધામાં આવક થાય. પરંતુ લોખંડના, મેટલના ધંધામાં, કાચ, પથ્થર, ચા ના વેપાર ધંધામાં સંભાળવું પડે. તા. ૨૭ મે રવિ ઘર, પરિવારનું કામ શાંતિથી કરવું. ૨૮ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. ૨૯ મંગળ બજારોની વધઘટથી, હવામાનથી ઘ્યાન રાખવું પડે. ૩૦ બુધ સગા સંબંધી મિત્રવર્ગ ચંિતા ઉચાટ. ૩૧ ગુરૂ નોકરી ધંધામાં ઉદ્વેગ રહે. ૧ જુન શુક્ર ધર્મકાર્ય થાય. ૨ શનિ કામકાજમાં સાનુકુળતા, આનંદ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

માનસિક પરિતાપ-ચંિતા-મસ્તકમાં, કમરમાં દર્દ પીડા છતાં નોકરી-ધંધાના, પુત્ર પૌત્રઆદિકના, ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. પત્ની સાથે વાતવાતમાં મતભેદ, ઉશ્કેરાટ જણાય. તે સિવાય સાસરીપક્ષના વ્યવહાર, સંબંધમાં, નાણાંકીય વ્યવહારમાં તકલીફ, વિવાદ અનુભવાય. શેરોની લે-વેચમાં, ભાગીદારીવાળા ધંધામાં, પત્નીના, સંતાનના નામના ધંધામાં ચંિતા, રૂકાવટ, મુશ્કેલી અનુભવાય. તા. ૨૭ મે રવિ બહાર જવાનું થાય. ૨૮ સોમ નોકરી-ધંધાના કામ માટે, ઘર પરિવારના કામ માટે સાનુકુળતા રહે, ૨૯ મંગળ સોના-ચાંદી-તાંબાના, મકાન-જમીન-વાહનના કામમાં ઘ્યાન રાખવું પડે. ૩૦ બુધ શેરોની લે-વેચમાં સંભાળવું. ૩૧ ગુરૂ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧ જુન શુક્ર કામકાજમાં પ્રગતિ આનંદ ૨ શનિ વધારાનું કામકાજ થઈ શકે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

શનિની નાની પનોતી ધર્મકાર્યમાં, શુભકાર્યમાં ખર્ચ કરાવે. નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સરકારી કે ખાનગી સંસ્થાની નોકરીમાં કામની ફેરફારી થાય. પરદેશ યાત્રા, અન્ય પ્રવાસનું આયોજન સાનુકુળ રહે. ભાઈભાંડુ, નોકરચાકર, કારીગરવર્ગના પ્રશ્ને ચંિતા-ખર્ચ અનુભવાય. તા. ૨૭ મે રવિ કામકાજમાં સાનુકુળતા ૨૮ સોમ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવું પડે ૨૯ મંગળ યશ-સફળતા મળે. ૩૦ બુધ કૌટુંબિક ચંિતા-વ્યગ્રતા ૩૧ ગુરૂ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. ૧ જુન શુક્ર આનંદ ઉત્સાહ રહે. ૨ શનિ પુત્ર પૌત્રાદિકથી ખર્ચ ખરીદી, બહાર જવાનું થાય.

 

કર્ક (ડ.હ.)

 

આપના નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. શનિની સાનુકુળતા આપની ચંિતા-મુંઝવણને હળવી કરે. સંતાનના વિદ્યા ભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાના કે પરદેશના કામમાં પ્રગતિ કરાવે. સીઝનલ ધંધામાં આવક થાય, કમિશન, એજન્સીના કામકાજમાં સાનુકુળતા રહે. જુના સંબંધો તાજા થાય. ધર્મકાર્યથી મીલન-મુલાકાત, યાત્રા પ્રવાસનું આયોજન હૃદય-મનની પ્રસન્નતામાં વધારો કરે. તા. ૨૭ મે રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૨૮ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨૯ મંગળ આકસ્મિક કામકાજમાં સફળતા, બહાર જવાનું થાય. ૩૦ બુધ માનસિક પરિતાપ, વ્યગ્રતા રહે. ૩૧ ગુરૂ ઘર, પરિવાર, પત્ની, સંતાનના પ્રશ્નમાં ચંિતા-વ્યગ્રતા ૧ જુન શુક્ર ધર્મકાર્ય કે અન્ય કામમાં સાનુકુળતા. ૨ શનિ યાત્રા પ્રવાસ-મુલાકાતથી આનંદ રહે.

 

સંિહ (મ.ટ.)

 

પનોતીની પ્રતિકુળતા કૌટુમ્બિક પ્રશ્નમાં, મકાન-વાહન-મીલકતના પ્રશ્નમાં અવાર નવાર ચંિતા-વિવાદ-મુશ્કેલી રખાવે. માતૃપક્ષે બિમારી, ચંિતાનું આવરણ આવી જાય. ભાગીદારીવાળા ધંધામાં, લોખંડ, સીસાના, સ્ક્રેપના વેપાર, ધંધામાં, પ્લાસ્ટીક, પાણીના, પતરાના વેપાર-ધંધામાં, ખરીદીમાં જોખમ વધારવું નહીં. માલનો ભરાવો કરવો નહીં. નોકરીમાં સ્થળ-સ્થાન-કામની ફેરફારીની ચંિતા રહે. પત્ની-સંતાનની ચંિતા રહે. તા. ૨૭ મે રવિ ઘર-પરિવારના, બહારના કામમાં શાંતિ રાખવી. ૨૮ સોમ વિચારોની દ્વિધા, માનસિક પરિતાપ રહે. ૨૯ મંગળ બજારોની તેમજ હવામાનની ફેરફારીમાં ઘ્યાન રાખવું. ૩૦ બુધ કૌટુમ્બિક તેમજ નાણાંકીય પ્રશ્ને ચંિતા-બેચેની-ઉચાટ ૩૧ ગુરૂ વધારાનો ખર્ચ, સુસ્તી-અસ્વસ્થતા જણાય. ૧ જુન શુક્ર નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨ શનિ સાનુકુળતા.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપના કામકાજમાં માનસિક પરિતાપ-ચંિતા-ખર્ચ છતાં આનંદ રહે. લાભ, ફાયદો થાય. અગત્યના કામના ઉકેલથી હળવાશ, રાહત અનુભવતા જાવ. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. સંતાનના કામમાં, મકાન-જમીન-વાહનના કામમાં ઘ્યાન આપી શકો. નકારાત્મક વિચારોમાંથી મુક્ત થતા જાવ. ભાઈભાંડુ, નોકરચાકર, ઉપરીવર્ગથી સાનુકુળતા રહે. નોકરીનું કામ ઉકેલાય. ધંધો, આવક થાય. તા. ૨૭ મે રવિ સીઝનલ ધંધો, આવક થાય, કામ ઉકેલાય. ૨૮ સોમ ચંિતા-ખર્ચ છતાં કામકાજમાં સાનુકુળતા રહે. ૨૯ મંગળ જવાબદારીવાળા કામના ઉકેલથી રાહત રહે. ૩૦ બુધ માનસિક પરિતાપ રહે. ૩૧ ગુરૂ ધર્મકાર્ય, શુભ કાર્ય થાય. ૧ જુન શુક્ર આનંદ ઉત્સાહમાં વધારો થાય. ૨ શનિ સગા સંબંધી, મિત્રવર્ગથી, પુત્ર પૌત્રાદિકથી સાનુકુળતા રહે.

 

તુલા (ર. ત.)

 

શનિ અને ગુરૂ ગ્રહની પ્રતિકુળતામાં કોઈ નુકસાન થાય તેવા કોઈ નિર્ણય નોકરી, ધંધામાં કે નાણાંકીય પ્રશ્નમાં કરવા નહીં. સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની કામમાં, બેંકના કામમાં તેમજ ઉઘરાણીના ચૂકવણામાં ચંિતા, પરેશાની, દબાણ વધતું જાય. પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન, નોકરી-ધંધાના પ્રશ્નમાં રૂકાવટ, ચંિતા, ખર્ચમાં વધારો જણાય. આરોગ્યની ચંિતા રહે. તા. ૨૭ મે રવિ ઉચાટ-ઉદ્વેગ અન્યના કારણે રહે. ૨૮ સોમ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૨૯ મંગળ કામકાજમાં સાનુકુળતા. ૩૦ બુધ આકસ્મિક ચંિતા-ખર્ચ-ઉપાધિ ૩૧ ગુરૂ નુકસાની-ચંિતા-વ્યથા, પરેશાની. ૧ જુન શુક્ર ધર્મકાર્ય થાય, હળવાશ રહે. ૨ શનિ સાનુકુળતા રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપના આનંદ ઉત્સાહમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય તેવું કામ થાય. ધર્મકાર્યથી વ્યક્તિગત તેમજ ઘર, પરિવારના આનંદ, ઉત્સાહમાં વધારો થાય. નોકરી-ધંધાના સંબંધો, સંસ્મરણો તાજા થાય, ફાયદો, લાભ થાય. આવક થાય. પરંતુ પેટ, કમર, મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું. સાંસારીક પ્રશ્ને, પત્નીના પ્રશ્ને ચંિતા રહે. પત્ની પ્રશ્ને ચંિતાનું આવરણ આવી જાય. ભાગીદારીવાળા ધંધામાં, જાહેર ક્ષેત્રના કામમાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૭ મે રવિ આનંદ ઉત્સાહ રહે. ૨૮ સોમ નોકરી-ધંધાના કામમાં ફાયદો થાય. ૨૯ મંગળ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં સાનુકુળતા ૩૦ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૩૧ ગુરૂ પુત્ર પૌત્રાદિકના કામ અંગે ખર્ચ, બહાર જવાનું થાય. ૧ જુન શુક્ર ધર્મકાર્ય, શુભકાર્યમાં ખર્ચ થાય. ૨ શનિ યાત્રા પ્રવાસ, મુલાકાતથી ખર્ચ, કોઈને મળવાનું થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

શનિની પ્રતિકુળતા નોકરી, ધંધામાં ચંિતા, ઉપાધિ રખાવે. ભાગ્યોદય, પ્રગતિમાં, કાર્યસફળતામાં રૂકાવટ જણાય. બઢતી, પગાર વધારામાં, સ્થલાંતરમાં મુશ્કેલી અનુભવો. સ્થળાંતર જે થાય તે અન્યને લાભ આપી તમને પરેશાન કરવાના પ્રયત્નો થાય. પુત્ર પૌત્રાદિકને સ્થળાંતરના સંજોગો ઉપસ્થિત થાય. ખર્ચા વધે. ભાગીદારીવાળા ધંધામાં, લોખંડ, ધાતુના, સ્ક્રેપના ધંધામાં તેલ, રસકસના વાયદામાં તકલીફ થાય. તા. ૨૭ મે રવિ અસ્વસ્થતા. ૨૮ સોમ નોકરી-ધંધાના કામ અંગે વ્યસ્તતા, ચંિતા-દોડધામ. ૨૯ મંગળ શાંતિથી-ધીરજથી કામકાજ કરવું. ૩૦ બુધ નોકરીધંધામાં જાગૃતિ રાખવી. ૩૦ બુધ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૩૧ ગુરૂ સગા, સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ ૧ જુન શુક્ર રાહત રહે. ૨ શનિ કામમાં રાહત.

 

મકર (ખ.જ.)

 

આપને સારા-નરસા અનુભવમાં સપ્તાહ પસાર કરવું પડે. નોકરી, ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. સંતાનની ચંિતા હળવી થાય પરંતુ ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં આપે ઘ્યાન રાખવું પડે. શરીરમાં કળતર, મચક આવી જાય. પત્નીને શારીરિક, માનસિક તકલીફ, પીડા રહે. સામાન્ય વાતમાં એકબીજાના વિચારોમાં મતભેદ થઈ જાય. તા. ૨૭ મે રવિ આનંદ ઉત્સાહ રહે. ૨૮ સોમ નોકરી-ધંધામાં જાગૃતિ સાવધાની રાખવી. ૨૯ મંગળ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, કાનૂની પ્રશ્નમાં સંભાળવું પડે. ૩૦ બુધ પત્નીને બહાર જવા આવવામાં, વાહન ચલાવવામાં ઘ્યાન આપવું પડે. ૩૧ ગુરૂ ધર્મકાર્યથી આનંદ રહે. ૧ જુન શુક્ર નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૨ શનિ સગા સંબંધી-મિત્રવર્ગનું કામ થાય, કોઈને મળવાનું થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

સાનુકુળતા, પ્રતિકૂળતા વચ્ચે અટવાયા કરો. કામ કરો પરંતુ શાંતિ-સરળતા-સાનુકુળતા જણાય નહીં. નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા-વ્યગ્રતા-ઉચાટ રહે. નાણાંકીય નુકસાન થાય કે આવક અટકી જાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. મકાન બાંધકામના, જમીનના, ટ્રાવેલ્સના ધંધામાં વિશેષ સંભાળવું. કાગળ, કાપડ, સોના-ચાંદીના વેપાર-ધંધામાં માલનો ભરાવો કર્યા વગર, રોકડેથી જેટલો ધંધો થાય તે કરવો. તા. ૨૭ મે રવિ સાધારણ, ૨૮ સોમ નોકરી ધંધાનું, પરિવારનું કામ થાય. ૨૯ મંગળ કામકાજમાં સાનુકુળતા. ૩૦ બુધ આકસ્મિક ચંિતા-ઉપાધિ. ૩૧ ગુરૂ શરીર સમતોલન તેમજ માનસિક સંતુલન જળવાય. ૧ જુન શુક્ર નોકરી ધંધાનું, ધર્મનું કામકાજ થાય. ૨ શનિ સાનુકુળતા રહે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

શનિની પ્રતિકુળતા સાંસારીક જીવનમાં ચંિતા, પ્રતિકુળતા રખાવે. બિમારી-ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. ભાઈભાંડુ, સગા સંબંધી, કુટુંબથી શાંતિ, રાહત જણાય નહીં. તમે હરોફરો, કામકાજ કરો પરંતુ આરોગ્યની શિથિલતાના કારણે સ્ફૂર્તિ, તાજગી, આનંદ ઉત્સાહ જણાય નહીં. ધર્મકાર્યમાં, નોકરી, ધંધાના, ઘર, પરિવારના કામમાં નાની મોટી કોઈને કોઈ ચંિતા-રૂકાવટ-મશ્કેલી અનુભવો. તા. ૨૭ મે રવિ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૮ સોમ શેરોનો, સંતાનના, નોકરી, ધંધાના કામમાં સંભાળવું. ૨૯ મંગળ શાંતિથી કામકાજ કરવું. ૩૦ બુધ સાંસારીક-કૌટુંબિક પ્રશ્નમાં ચંિતા ૩૧ ગુરૂ ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં. ૧ જુન શુક્ર તન-મન-ધન-વાણીથી સંભાળવું. ૨ શનિ આકસ્મિક ચંિતા, અસ્વસ્થતા રહે.

 

[Top]
 
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved