Last Update : 31-May-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૦૫-૨૦૧૨, ગુરૂવાર
જેઠ સુદ દસમ - ગંગા દશહરા સમાપ્ત.
નિર્મલા ભીમ એકાદશી (સ્માર્ત)
રામેશ્વર પ્રતિષ્ઠા દિન

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- હસ્ત રાત્રે ૯ ક. ૨૨ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- વૃષભ, મંગળ- સંિહ, બુધ- વૃષભ, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ (વ.), શનિ- કન્યા (વ.), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.જે./૧૦
માસ-તિથિ-વાર ઃ જેઠ સુદ દસમ ને ગુરૂવાર.
નિર્મલા ભીમ એકાદશી. (સ્માર્ત) ગંગા દશહરા સમાપ્ત.
ગંગા અવતરણ. રામેશ્વર પ્રતિષ્ઠા દિન. વિષ્ટી ૧૯-૫૯થી.
વ્યતિપાત સવારના ૧૧ ક. ૧૦ મિ.થી શરૂ. સ્વામિનારાણ ભગવાનનું ગઢપુરમાં, સ્વધામગમન. સાવદા મં. પાટોત્સવ. યમુનાજીનો ઉત્સવ.
- પૂર્વ, ઉત્તર, ઈશાનનો પવન લાભકર્તા, આકાશ વાદળોથી ઢંકાયેલ હોય તો સુર્ભિક્ષ. પવન ન હોય તો ચોરોનો ઉપદ્રવ, અગ્નિભય જણાય?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ- ૧૩૮૧ દએ માસનો ૧૭ રોજ સરોશ
હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ભક્તિ પૂજામાં ખર્ચ, ખરીદી થાય. શરીરમાં કળતર અનુભવાય. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. શાંતિથી કામકાજ કરવું.

 

વૃષભ ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. નોકરી-ધંધાની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં, સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે.

 

મિથુન ઃ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે ધર્મકાર્યમાં, પોતાના અંગત કામમાં ચંિતા- ઉચાટ રહે. વધારાનો ખર્ચ થાય. તબિયત સાચવવી.

 

કર્ક ઃ મસ્તક- ગરદન- ખભામાં, પીઠમાં દર્દપીડાથી સંભાળવું પડે. ધર્મકાર્ય- અઘ્યાત્મિકતાથી, નોકરી-ધંધામાં શાંતિ, રાહત જણાય.

 

સંિહ ઃ આંખમાં દર્દપીડાથી સંભાળવું. નોકરી-ધંધાનું કામ થાય. ધર્મકાર્ય થાય. કૌટુંબીક કામની ચંિતા રહે. બહાર જવાનું થાય.

 

કન્યા ઃ હૃદય- મનની પ્રસન્નતા ધર્મકાર્યથી અનુભવાય. નોકરી, ધંધાના કામમાં હળવાશ, રાહત રહે. સીઝનલ ધંધો થાય.

 

તુલા ઃ ધર્મકાર્યથી આનંદ રહે. નિકટના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

વૃશ્ચિક ઃ હૃદય- મનની પ્રસન્નતા ધર્મકાર્યથી અનુભવાય. સગા સંબંધી, મિત્રવર્ગના, નોકરી-ધંધાના સંબંધો, સંસ્મરણો તાજા થાય.

 

ધન ઃ ધર્મકાર્યમાં, વ્યવહારિક, સામાજીક કાર્યોમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધાના કામકાજમાં ચંિતા રહે.

 

મકર ઃ હૃદય-મનની પ્રસન્નતા ધર્મકાર્યમાં અનુભવાય. ખર્ચ- ખરીદી થાય. વધારાના કામકાજની વ્યસ્તતા રહે.

 

કુંભ ઃ આકસ્મીક ચંિતા બિમારીના કારણે હૃદય- મનને શાંતિ જણાય નહિ. શેરોમાં, નોકરી-ધંધામાં નાણાકીય અંગે ચંિતા રહે.

 

મીન ઃ વિચારોની દ્વિધા, અસ્થિરતાના કારણે રોજીંદા કામકાજમાં એકાગ્રતા જળવાય નહિ. શાંતિ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૧-૦૫-૨૦૧૨, ગુરૂવાર

 

આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ હૃદય-મનની પ્રસન્નતાનું રહે. ધર્મકાર્યમાં, આઘ્યાત્મિકતામાં વધારો થાય. નોકરી-ધંધામાં ભાગ્યોદયની શરૂઆત થાય. યશ-પદ-ધનમાં, માન- સન્માનમાં વધારો થાય.

 

વિશેષમાં-

 

* નોકરી-ધંધામાં હૃદય-મનની પ્રસન્નતાથી પોતાનું કામકાજ કરી શકો. જેમને આવક ન હોય, આવક અટકી હોય તેમને આવક આવવાની શરૂઆત થાય.

 

* પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

* સ્ત્રી વર્ગને પતિ- સંતાન સુખથી આનંદ રહે. પિયરપક્ષની પ્રગતિ થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટેની સારી તક પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક પ્રાણી સંગ્રહાલયમાં એક પાંજરા પાસે બેઠેલા લલ્લુને રડતો જોઇને પ્રાણી સંગ્રહાલય જોવા આવેલો ચંદુ બોલ્યો, ‘‘ભાઇ, તું રડે છે શા માટે?’’
‘‘અહંિનો એક હાથી મરી ગયો,’’ લલ્લુ બોલ્યો.
‘‘તો શું તને એ બહુ વહાલો હતો?’’ ચંદુએ પૂછ્‌યું.
‘‘અરે, વહાલ બહાલ શાનું?’’ લલ્લુએ કહ્યું.
‘‘તો પછી?’’ ચંદુએ ફરી પૂછ્‌યું.
‘‘હું તો એટલા માટે રડું છું કે, ‘‘લલ્લુ બોલ્યો, ‘‘એને દાટવાનો ખાડો પણ મારે જ ખોદવાનો છે.’’

[Top]
 

આજ ની રેસીપી

મિક્સ મસાલાઃ અવનવી વાનગીઓ

ચટપટી બ્રેડ

 

સામગ્રી ઃ ૪ પાઉ (બન), ૧ કિલો બટાટા, ૨ મઘ્યમ કદની ડુંગળી, ૨ મઘ્યમ કદના ટમેટા, લસણ ૧૫-૨૦ કળી, ૨૫ ગ્રામ દાળિયા, ૨૫ ગ્રામ શેકેલા શીંગદાણા, ધાણાજીરુ, હળદર, મરચું, મીઠું, લીલામરચા, આમચૂર પાઉડર સ્વાદ પ્રમાણે, કોથમીર ૨૫ ગ્રામ, થોડો કચ્છનો ગરમ મસાલો, તેલ રાઇ, જીરૂ, હંિગ, ખાંડ.

 

રીત ઃ ૧ કિલો બટાટા કુકરમાં બાફો, બફાઈ જાય ત્યારે ચાર-પાંચ બટાટાને લઈ સમારો. કડાઈમાં તેલ લેવું, રાઇનો વઘાર કરવો. ત્યાર બાદ જીરૂ તથા હંિગ તથા લીલા મરચા નાખી બટાટા સમારેલા નાખવા. તેમાં મીઠું હળદર, મરચું આમચુર પાઉડર, ચપટી ગરમમસાલો, ખાંડ નાખી હલાવવું પાંચ મિનિટ ગેસ પર ધીમા તાપે રાખવું. પછી ઉતારી લેવું.
બાકીના વધેલા બટાટાનો માવો કરવો. તેમાં બે-ત્રણ પ્યાલા પાણી નાખવું. કડાઈમાં તેલ જરાક આગળ પડતું લેવું. રાઈ, જીરૂ, હંિગનો વઘાર કરી બટાટાનો માવો અને પાણી નાખવું. તેની અંદર મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, આમચૂર, ખાંડ, સ્વાદ પ્રમાણે નાખવું. બે ચપટી ગરમ મસાલો (કચ્છનો જ) નોખવો. અને તેને ધીમા તાપે ઉકળવા દેવું રસો બહુ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં.
કઢાઈમાં સહેજ તેલ મૂકી તેમાં શીંગદાણા અને દાળિયા નાખવા. તેમાં મીઠું હળદર, મરચું નાખી લાલાશ પડતું થાય ત્યાં સુધી શેકવું પછી ઉતારી લેવું.
૧૫-૨૦ લસણની કળી ફોલીને તેને વાટી લેવી. તેમાં જીરૂ, મીઠું અને મરચા પાઉડર નાખી લસણની ચટણી બનાવવી. ટામેટા, કાંદા અને કોથમીર ઝીણા સમારવા. પાંઉના ટુકડા કરીને વાળી બનાવવી. પ્લેટમાં થોડા પાઉના ટુકડા મૂકો તેના ઉપર શાકના બે-ચાર કટકા મૂકવા. તેના ઉપર બટાટાનો રસો નાખવો. ત્યાર બાદ ૧ ચમચી લસણની ચટણી નાખો. પછી ટમેટા, કાંદા અને કોથમીર ભભરાવો. તેના દાળિયા નાખો. આમ ગરમા-ગરમ પીરસો. પાઉના બદલે બ્રેડ પણ ચાલે.

[Top]
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved