Last Update : 30-May-2012,Wednesday

 

કેરીના ઊંચા ભાવને કારણે વાડીઓમાંથી કેરીની તસ્કરી
પારડીમાં આંબાવાડીઓમાંથી ૨૦,૦૦૦ કિલો કેરીની ચોરી !

૧૦ જ દિવસમાં રૃા.૫ લાખથી વધુની કેરી ચોરાતાં પોલીસ ફરિયાદ કેરીના તસ્કરોને પકડવા ખેડૂતોએ જાતે રાત્રિ પેટ્રોલિંગ શરૃ કર્યું

વાપી, તા.૨૯
ચાલું વર્ષે કેરીની સીઝન મોડી પડતા બજારમાં વલસાડી હાફૂસ સહિતની કેરીની તંગીને કારણે સ્વાદ રસીકો મોં માગ્યા ભાવ ચૂકવી કેરીનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે છેલ્લા ૧૦ દિવસથી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી આંબાવાડીમાંથી કેરીની તસ્કરી શરૃ થતાં વાડી માલિકો ચિંતીત બન્યા છે. છેલ્લા ૧૦ દિવસના સમયગાળામાં ૧૫થી વધુ વાડીઓમાંથી અંદાજિત ૨૦ હજારથી વધુ કિ.ગ્રા. કેરી કિંમત રૃા.આશરે ૫ લાખની ચોરી થયાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ અંગે વાડી માલિકોએ પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરી છે. કેરીની તસ્કરી શરૃ થતાં વાડી માલિકો પોતે જ રાત્રિ પેટ્રોલીંગ કરી રહ્યા છે. હાલમાં હાફૂસ કેરીનો ૨૦ કિલોનો ભાવ રૃા.૫૦૦થી ૬૦૦ છે.
ચાલું વર્ષે કેરી સ્વાદ રસીકોની પ્રિય હાફૂસ સહિતની કેરીનો પાક મોડો પડતા હજુ સુધી બજારમાં જોઈએ તેટલી કેરી જોવા મળતી નથી. બજારમાં કેરીની તંગીને કારણે કેરીના સ્વાદ રસીકો મોં માંગ્યા દામ ચૂકવી રહ્યા છે. એક તરફ કેરીની બજારમાં તંગી વર્તાઈ રહી છે. તો બીજી તરફ પારડી નજીકના ગામડાઓમાં આવેલી આંબાવાડીઓમાંથી તસ્કર ટોળકીએ કેરીની તસ્કરી શરૃ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રોકડ, સોનાના ઘરેણાં કે અન્ય ચીજવસ્તુઓની ચોરીના અનેક કિસ્સા સાભળ્યા પણ પરંતુ કેરીની તસ્કરીના બનાવો બહાર આવતા વાડી માલિકોમાં ચિંતા જોવા મળે છે.
પારડી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૫થી વધુ આંબાવાડીમાંથી કેરીના જથ્થાની ચોરી થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે વાડી માલિકોએ પારડી પોલીસમાં લેખિતમાં રાવ પણ કરી છે. પરંતુ હજુ સુધી તસ્કર ટોળકીને પકડવામાં પોલીસ સફળ રહી નથી. પારડી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ પટેલ, ભાજપ આગેવાન ધર્મેશ મોદીની વાડીમાંથી પણ કેરીના જથ્થાની ચોરી થઈ હતી. આ ઉપરાંત ખડકી ગામે રહેતા જગુભાઈ પટેલ, વેલપરવા ગામે રહેતા પ્રભુસિંહ ઠાકોર, બાલદા ગામે રહેતા નાથુભાઈ પટેલ સહિત અન્યોની વાડીમાંથી કેરીની ચોરી થઈ હતી. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન હાફૂસ, લંગડો, કેસર સહિત ૨૦ હજારથી વધુ કિ.ગ્રા. કેરીના જથ્થો કિંમત રૃા.આશરે ૫ લાખની ચોરી થયાનું જાણવા મળ્યું છે. કેરીની તસ્કરી થવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ વર્ષે કેરીનો પાક મોડો પડયો છે. સાથે વાતાવરણને કારણે આંબા ઉપર જોઈએ તેટલી કેરી આંબા ઉપર આવી નથી. જેને કારણે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં છે. ત્યારે વાડીમાંથી કેરીની ચોરી શરૃ થતાં વાડી માલિકોએ રાત્રીના જાતે જ વાડીમાં પેટ્રોલીંગ શરૃ કર્યું છે. પોલીસ પણ કેરીની થઈ રહેલી તસ્કરીને રોકવા રાત્રી પેટ્રોલીંગ કરે તે પણ જરૃરી છે. કેરી ચોરીમાં સ્થાનિક આદિવાસીઓની ટોળકી સક્રિય હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ટોળકી ટેમ્પા જેવા વાહનમાં આવી રાત્રીના સમયે કેરીની તસ્કરી કરતું હોવાનું જાણવા મળે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved