Last Update : 30-May-2012,Wednesday

 

અણ્ણાને અંગ્રેજી વાંચતા જ નથી આવડતું
વડાપ્રધાનના ભ્રષ્ટાચારની અણ્ણા પાસે કોઇ માહિતી નથી ઃ કેજરીવાલ

આક્ષેપો પુરવાર થશે તો જાહેર જીવન છોડી દઇશ ઃ વડાપ્રધાન આક્ષેપો 'કેગ'ના રિપોર્ટના આધારે ઃ કેજરીવાલ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
અણ્ણા હઝારેએ વડાપ્રધાન મનમોહન સિંહને પ્રમાણિક વ્યક્તિ કહ્યા પછી, તેમની ટીમે, તેઓને ''ભ્રષ્ટ પ્રધાનો''ની યાદીમાં મુક્યા હોવા અંગે, ટીમ-અણ્ણાએ આજે તેવી સ્પષ્ટતા કરી હતી કે, તેઓ વડાપ્રધાનની ''બધી બાબતોથી'' માહિતગાર નથી. અમો તેઓને આ વિષે પૂરી માહિતી આપીશું જ. આ અંગે ટીમ-અણ્ણાના સભ્ય પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, મોટા ભાગના દસ્તાવેજો અંગ્રેજીમાં છે, અને અણ્ણા અંગ્રેજી વાંચી શકતા નથી.
બીજી તરફ ભૂષણે જ વડાપ્રધાનને ''શિખંડી'' કહ્યા હોવાથી દેશભરમાં વિરોધ-વંટોળ જાગી રહ્યો છે. તેથી પોતાનાં તે વિધાનો વિષે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓએ શિખંડી કહ્યા જ નથી. તેઓ પૈસા નથી લેતા તે સૌ કોઇ જાણે જ છે પરંતુ, તેમની નીચે જ જે ભ્રષ્ટાચાર ચાલે છે. તે અંગે તેઓ મૌન છે. તેનો અર્થ તે છે કે, કોંગ્રેસ તેમનો મોટાપાયે ''ઉપયોગ'' કરે છે. દરમિયાનમાં વડાપ્રધાને કહ્યું છે કે તેમની સામેના આક્ષેપો પુરવાર થાય તો તેઓ જાહેર જીવન છોડી દેવા તૈયાર છે તેમ વડાપ્રધાન મનમોહનસિંહે આજે મ્યાનમારથી ભારત પરત આવતાં વિમાનમાં પત્રકારોને જણાવ્યું હતું.
મનમોહને કહ્યું હતું કે તેઓની અને તેમનાં પ્રધાન મંડળના અન્ય સભ્યો સામે કરાયેલાં આવાં વિધાનો ઘણાં જ બેજવાબદાર અને કમનસીબ છે. હકીકતો જાણ્યા સિવાય જ કોલસાની ખાણોની ફાળવણીમાં થયેલી ગેરરીતિઓ સંબંધી કરાયેલા આક્ષેપો વિષે તેઓએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નાણા પ્રધાન તરીકેની રાજ્ય સભામાં વિપક્ષના નેતા તરીકેની અને હવે વડાપ્રધાન તરીકેની મારી જાહેર જીવનની કારકિર્દી એક ખુલ્લી કીતાબ જેવી છે. અને જો આક્ષેપો પૂરવાર થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. આ આક્ષેપો પાયાવિહોણા છે.
વડાપ્રધાનનાં આ વિધાનોનો પ્રત્યુત્તર આપતાં ટીમ અણ્ણાના એક અગ્રણી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે આ આક્ષેપો કંઈ અદ્ધરતાલ કર્યા નથી 'કેગ'ના અહેવાલના આધારે કર્યા છે.
એક તરફ ટીમ અણ્ણાએ શનિવારે વડાપ્રધાન સહિત ૧૫ ભ્રષ્ટ પ્રધાનોની યાદી બહાર પાડી તો બીજી તરફ અણ્ણાએ પોતે જ રવિવારે વડાપ્રધાન મનમોહનસિંહને એક પ્રમાણિક વ્યક્તિ કહ્યા છે તો ટીમ અણ્ણા આજે એમ કહે છે કે હઝારેને પૂરતી માહિતી જ નથી. તેઓ અંગ્રેજી જાણતા ન હોવાથી તમામ દસ્તાવેજો અંગત રીતે તપાસી શક્યા નથી. જ્યારે અણ્ણા ટીમના જ એક વરિષ્ઠ સભ્ય પૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ હેગડેએ તો પોતાને આ પ્રકારનાં વિધાનોથી વેગળા રાખ્યા છે. તેટલું જ નહીં પરંતુ અણ્ણાએ જ જાહેર કર્યું છે કે આ વિધાનોથી પોતે દૂર રહેવા માગે છે. આ સાથે ટીમ અણ્ણામાં સ્પષ્ટ તડાં પડી ગયા હોય તે બહાર આવી ગયું છે. કેન્દ્રના કાનૂન પ્રધાન સલમાન ખુરશીદે જણાવ્યું હતું કે દેશને ભ્રષ્ટાચારમાંથી બચાવવાની જેટલી જરૃર છે, તેટલી જ જરૃર અણ્ણાને તેમની ટીમથી બચાવવાની છે.
અણ્ણાએ પોતે જ વડાપ્રધાન વિરૃદ્ધ કરાયેલાં વિધાનોથી દૂર રહેવાનું જણાવતાં તે બાબતને રાળી-ટાળી નાખવા ટીમ અણ્ણા પ્રયત્નો કરી રહી છે. ત્યારે હેગડેએ બેંગ્લોરમાં જણાવ્યું હતું કે તેઓ મનમોહનસિંહ, પ્રણવ મુખરજી, એસ.એમ. ક્રિશ્ના અને અન્ય પ્રધાનોને નિશાન બનાવવામાં તેઓ પક્ષકાર નથી. કેન્દ્રના કાનૂન પ્રધાન સલમાન ખુરશીદે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે દેશને ભ્રષ્ટાચારથી બચાવવાની જેટલી જરૃર છે તેટલી જ જરૃર અણ્ણાને તેમની ટીમના સભ્યોથી બચાવવાની છે. ભૂષણે અણ્ણા વિષે કહ્યું હતું કે, તેઓ અંગ્રેજી જાણતા ન હોવાથી બધા દસ્તાવેજોનું હિંદી ભાષામાં ભાષાંતર કરવું પડે છે. આ જલ્દીથી થઇ શકે તેમ ન હોવાથી, તેઓને માત્ર મુખ્ય મુદ્દાઓ જ સમજાવવા પડયા હતા જેમાં કયા પ્રધાન ઉપર કયો આક્ષેપ છે તે કહેવામાં આવ્યું હતું. તેઓ વડાપ્રધાન વિષે પણ કશું જામતા નથી. તેમને તો અમારામાં જ પૂરો વિશ્વાસ છે, અને અમે યોગ્ય જ કાર્ય કરી રહ્યા છીએ. ટીમ અણ્ણાના અન્ય સભ્ય અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ૨૫મી માર્ચે હઝારે દિલ્હી આવ્યા ત્યારે તેઓને દરેકે દરેક પ્રધાનો ઉપરના આક્ષેપો સમજાવ્યા હતા. આ પછી તેમની સૂચના પ્રમાણે જ અમે તે પંદરે પંદર પ્રધાનોને પત્રો પણ લખ્યા હતા. ટીમ અણ્ણાએ કોલસા કૌભાંડ અંગે શ્રી પ્રકાશ જયસ્વાલ ઉપર પણ આક્ષેપો કર્યા હતા પરંતુ, પછીથી, તેમને જાણવા મળ્યું કે, તેઓ તે વિભાગના પ્રધાન નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved