Last Update : 30-May-2012,Wednesday

 

જામીન બનનારે ખાતરી કરવી જરૃરી કે દેવાદાર ધિરાણ ચુકવે
લોન લેનાર દેવાળું ફૂંકે તો જામીન બનનારે ધિરાણ ચુકવવું પડે ઃ સુપ્રીમ

જામીન બનનાર એવો આગ્રહ રાખી શકે કે પહેલાં દેવાદાર સામે બધા ઉપાયો અજમાવવા જોઈએ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી તા.૨૯
જો લોન લનાર વ્યક્તિ લોન ભરવામાં નિષ્ફળ જાય તો તેના જામીન (ગેરેન્ટર)ની તે લોન ભરપાઈ કરવાની જવાબદારી થાય છે. તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપ્યો હતો તેણે સાથોસાથ સ્પષ્ટતા કરી હતી કે ધીરાણ કરતી સંસ્થાઓએ પણ લેણું પતાવવા માટે પ્રોપર્ટી ડીલરોની જેમ ન વર્તવું જોઈએ.
સુપ્રીમના ન્યાયમુર્તિઓ બી.એસ. ચૌહાણ અને દીપક મિશ્રાની બનેલી ખંડપીઠે ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે જામીનગીરી આપનારે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે ધીરાણ આપનારી સંસ્થાએ લોન લેનાર સામે તમામ ઉપાયો અજમાવી લે પછી જ તેમની પાસે લેણાની માંગણી કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ૧૮૭૨માં ઘડાયેલા કોન્ટ્રાક્ટ એક્ટની કલમ ૧૨૮ હેઠળ જે વ્યવસ્થા પૂર્વે આપવામાં આવી છે તેમાં કોઈ કાનૂની પરિવર્તન જરૃરી નથી. જામીનગીરી આપનારની જવાબદારી પણ લોન મેળવનાર જેટલી જ રહે છે. જામીન આપનાર એવી અપેક્ષા ન રાખી શકે કે મુખ્ય દેવાદાર સામે લેણીયાત સંસ્થા તમામ પ્રયાસો કરીલે તે પછી જ તેની સામે ડીક્રી બજાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે ધિરાણ આપનાર સંસ્થાને પણ સ્પષ્ટતઃ જણાવી દીધું હતું કે તમે પ્રોપર્ટી ડિલરની જેમ વર્તી શકો નહી તમારે નાગરિકને કેટલાક પાયાના અધિકારો આપવામાં આવ્યા છે તેમજ નાગરિક કેટલાંક બંધારણીય અધિકારો ધરાવે છે તેનું પાલન કરવામાં આવે તે જરૃરી છે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદો ગંગા કિશુને ઉત્તર પ્રદેશ સરકાર સામે દાખલ કરેલી અપીલના અનુસંધાને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે માત્ર ૨૫,૦૦૦ રૃા. વસુલવા માટે ગંગા કિશુનની બધી જમીન જપ્ત કરવાના નિર્ણયને ગેરવ્યાજબી ઠરાવ્યો હતો. ગંગા કિશુનની ત્રીજા ભાગની જમીન જપ્ત કરવાથી પણ લેણું પતાવી શકાય તેમ હતું કેમ કે ગંગા કિશુન જેમના જામીન થયા હતા તે ગંગા પ્રસાદે મુળ ૮૫૦૦ રૃા. લીધા હતા જે વધીને રકમ ૨૫,૦૦૦ પહોંચી હતી. જમીનના વર્તમાન ભાવો જોતા ગંગા કિશનની ત્રીજા ભાગની જમીનથી તે રકમ પુરી થઈ જાય તેમ હતી. ગંગાપ્રસાદ લોન ભરપાઈ કર્યા વિના મૃત્યુ પામ્યા હતા. જેની જવાબદારી ગંગાકુશનને શિરે આવી હતી.
સુપ્રીમે ગંગા કિશુનને બાકીની રકમ વળતર પેટે મેળવવા બાંદા જીલ્લા કલેક્ટરને અરજી કરવા જણાવ્યું હતું. આ વળતર તેમજ ત્રણ માસમાં ૯ ટકા વ્યાજ સાથે મળી જવી જોઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved