Last Update : 29-May-2012,Tuesday

 

મહારાષ્ટ્ર વિધાનપરિષદની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો ઃ ત્રણમાંથી બે બેઠક ગુમાવી

વિલાસરાવ દેશમુખના ભાઈ જીત્યા ઃ પવારની એન.સી.પી.ના ખાતામાં બે બેઠક મેળવી

(પીટીઆઈ) મુંબઈ,તા.૨૮
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં આજે કોંગ્રેસે ભારે ફટકો સહન કરવો પડયો હતો. વિધાનપરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીમાં કોંગ્રેસ ત્રણમાંથી બેઠક ગુમાવી હતી. આ ચૂંટણી કોંગ્રેસે શરદ પવારથી એન.સી.પી. સાથે મળીને લડી હતી.
કોંગ્રેસ માત્ર લાતુર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બેઠક જ જાળવી રાખી શકી છે. આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખના નાના ભાઈ દિલીપ દેશમુખ ત્રીજી વાર ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ ૨૫મીએ યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસે ચંદ્રાપુર અને અમરાવતીની બેઠકમાં હાર ખમવી પડી હતી.
અમરાવતી બેઠક જાળવી રાખવા સાથે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર રાહુલ પુગલીયાને હરાવીને મેળવી હતી. અગાઉ ા બેઠક અપક્ષ ઉમેદવાર પાસે હતી.
બીજી તરફ કોંગ્રેસના સાથી પક્ષ એન.સી.પી.એ રાયગઢની બેઠક જાળવી રાખી હતી અને પરભણીની બેઠક જીતી લીધી હતી. અગાઉ આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી પણ ચૂંટણી-પૂર્વેની સમજૂતીમાં પરભણી બેઠક એન.સી.પી.ને ફાળવાઈ હતી.
કોંગ્રેસે કરેલા દાવા પ્રમાણે તેઓ માત્ર દસ મતની સરસાઈથી જ અમરાવતી બેઠક હાર્યો હતા.
સાધનોના જણાવ્યા મુજબ ચંદ્રાપુર બેઠક માટે પણ કોંગ્રેસ પાસે વિજય માટે પૂરતી સંખ્યા નહોતી.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ચંદ્રાપુર-ગડચિરોલી-વર્ધા બેઠકમાં મીતેશ ભાંગડિયાએ રાહુલયુગલીયાને ૨૦૦ મતથી હરાવ્યા હતા. રાહુલ આ પ્રાંતના વગદાર કોંગ્રેસ નેતા નરેશ પુગલીયાનો પુત્ર છે. આ અગાઉ ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તે બલ્લારપુર બેઠક પરથી હાર્યો હતો.
ચીહિં ભાંગડિયાએ ૪૦૩, તો પુગલીયાએ ૨૦૦ મત મેળવ્યા હતા અને ૧૬ મત ગેરકાયદે જાહેર થયા હતા.
કોંગ્રેસના જૈનુદીન મોહસીનભાઈએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
અમરાવતીમાં ભાજપના પ્રવીણ રામચંદ્ર પોટેએ ૩૯૩ મતમાંથી ૧૯૪ મત મેળવીને કોંગ્રેસના અનિરુદ્ધ દેશમુખ (૧૫૬)ને હરાવ્યા હતા. ચૂંટણી અગાઉ વિધાન પરિષદના વર્તમાન સભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન જગદીશ ગુપ્તાને ભાજપે ટિકિટ નકારી કાઢી હતી.
લાતુરમાં કોંગ્રેસના દિલીપ દેશમુખે ભાજપના ટેકાવાળા સુધીર કુલકર્ણીને ૬૦૦ મતથી હરાવ્યા હતા. દેશમુખને ૬૦૦ મત અને કુલકર્ણીને માત્ર ૬૩ મત મળ્યા હતા.
પરભણીમાં એન.સી.પી.ના અબ્દુલ્લા ખાન ઉર્ફે બાબાજાની દુરાનીએ પોતાના હરીફ અને અપક્ષ ઉમેદવાર બ્રીજલાલ ખુરાનાને હરાવ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved