Last Update : 29-May-2012,Tuesday

 

ભાજપનું સપનું રોળાયું
શિમલા મ્યુનિ.માં કોંગ્રેસના ૨૬ વર્ષના શાસનનો સીપીએમે અંત આણ્યો

હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી ઝળુંબે છે ત્યારે ભાજપ- કોંગ્રેસ માટે ચિંતાનો વિષય

(પી.ટી.આઇ.) શિમલા, તા. ૨૮
શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં સીપીઆઇ (એમ)એ ભારે બહુમતીથી જીતી આશ્ચર્ય સર્જ્યું છે. આ સાથે ૨૬ વર્ષથી આ કોર્પોરેશન ઉપર કબજો જમાવી બેઠેલી કોંગ્રેસને સત્તા સ્થાનેથી દૂર કરવાનું ભાજપનું સ્વપ્ન પણ રોળાઈ ગયું છે. કારણ કે, તેને બહુમતી કરતાં એક બેઠક ઓછી મળી છે.
આ ચૂંટણી પરિણામોએ કોંગ્રેસને ભારે મોટો ધક્કો પહોંચાડયો છે. કારણ કે તેણે ૨૫ બેઠકના શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી જ નથી ગુમાવી પરંતુ બહુમતી પણ ગુમાવી છે.
બીજી તરફ માત્ર ત્રણ વોર્ડમાં જ વિજય મેળવેલા સીપીઆઇએમએ જીતી છે પરિણામે એક હંગ-હાઉસ (કોઈની પણ બહુમતી સિવાયનું ગૃહ) રચાયું હતું.
આ ચૂંટણીમાં સીપીઆઇ (એમ)ના સંજય ચૌહાણે તેના ભાજપના પ્રતિસ્પર્ધી એસ.એમ. મિતહાતને ૭,૮૬૮ મતે પરાજિત કર્યા જ્યારે કોંગ્રેસના પ્રવર્તમાન મેયર મધુ સુદ માત્ર ૧૩,૨૭૮ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. સંજય ચૌહાણને ૨૧,૯૦૬ અને ભાજપના તેમના પ્રતિસ્પર્ધીને ૧૪,૩૦૫ તથા કોંગ્રેસના ઉમેદવારને ૧૩,૨૭૮ મત મળ્યા હતા. ડેપ્યુટી મેયર પદ માટે ટીકેન્દરસિંહ પનવાર (સીપીઆઇ-એમ.)એ તેમના નિકટના પ્રતિસ્પર્ધી દિગ્વિજયસિંહ ચૌહાણને ભાજપના પ્રતિસ્પર્ધીને ૪,૭૭૮ મતે પરાજિત કર્યા હતા.
શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૫ વોર્ડમાંથી ૧૨માં જ ભાજપને વિજય મળ્યો છે આથી તે એક વોર્ડમાં પરાજિત થયો હતો આમ તે ૧૩ વોર્ડની જાદુઈ રેખા ઓળંગી ન શક્યો હતો જ્યારે કોંગ્રેેેસે પૂર્વે ૧૫ વોર્ડમાં બહુમતી મેળવી હતી જે ઘટીને ૧૦ની થઈ છે.
આ ચૂંટણીનું મહત્ત્વ તેટલા માટે છે કે હવ ટૂંક સમયમાં જ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી આવવાની છે તેમાં શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તાર અને આસપાસનો પ્રદેશ મળી સમગ્ર વિધાનસભા મત વિસ્તાર બને છે આ પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાજનક છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved