Last Update : 29-May-2012,Tuesday

 

લગ્નનાં ગીતો કરુણ મરશિયામાં ફેરવાઇ ગયાં
મુંબઇ-પૂણે હાઇવે પર વિચિત્ર અકસ્માતમાં ૨૭ જાનૈયાનાં મોત

ઘાટકોપરમાં રંગેચંગે લગ્ન પતાવીને જાન પૂણે જતી હતી ઃ બે ઉભેલી બસ વચ્ચે માણસો દબાઇ ગયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૮
ઘાટકોપરમાં રંગેચંગે લગ્ન પતાવીને પુણે પાછી ફરી રહેલી જાનને મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર રાયગઢમાં વિચિત્ર અકસ્માત નડતાં ૨૭ જાનૈયા મોતને ભેટ્યા હતા. જાનની બસને પંક્ચર પડવાથી ડ્રાઇવર અને ક્લિનર ટાયર બદલતા હતા તથા બસમાંથી ઉતરીને જાનૈયા હાઇવેની એકબાજુ ઉભા હતા ત્યારે પાછળથી મારફાડ કરતા ધસી આવેલા ટેમ્પોએ અડફેટે લેતા ક્ષણભરમાં ૨૭ લાશ ઢળી ગઇ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ૨૬ જણને ઇજા થતા સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવદંપતી અલગ ગાડીમાં હોવાથી બચી ગયું હતું.
પોલીસે ટેમ્પોના ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. ખાલાપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એસ. પાટિલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'પુણે સ્થિત યેરવડામાં લક્ષ્મીનગરમાં રહેતા એકનાથ બબન બહુલે (ઉં.વ. ૨૭)ના ગઇકાલે ઘાટકોપરમાં ભટ્ટવાડી ખાતે સમાજ કલ્યાણ કેન્દ્રમાં લગ્ન હતા. લગ્ન બાદ રાતે અંદાજે દસ વાગ્યે બે મીની બસમાં જાનૈયાઓ ઉલ્લાસભેર પુણે પાછા જતા હતાં.
પણ મુંબઇ- પુણે હાઇવે પર રાયગઢમાં ખાલાપુરમાં એક બસનું ટાયર પંક્ચર થયું હતું આથી બંને બસને રસ્તાની બાજુમાં એકબીજાની પાછળ પાર્ક કરવામાં આવી હતી. ગઇકાલે રાતે ૧૨.૧૫ વાગ્યે ડ્રાઇવર અને કિલનર બસનું ટાયર બદલી રહ્યા હતા. ત્યારે જાનૈયાઓ બસમાંથી ઉતરીને એકબાજુ બેઠા હતા અને અમુક જણ ઉભા હતાં. તે સમયે જ સાતારાનો ડ્રાઇવર સોમનાથ જ્ઞાાનદેવ ફડતરે (ઉં.વ. ૨૫) પૂરપાટ ટેમ્પો દોડાવી જઇ રહ્યો હતો. તેણે ટેમ્પો પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને ટેમ્પો પાછળથી બંને બસ સાથે અથડાયો હતો.
બંને બસ વચ્ચે ઉભેલા જાનૈયા અને નીચે બેઠેલા લોકોને ટેમ્પોએ અડફેટમાં લેતા ૨૭ જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તો લોહીલુહાણ નજરે ચઢતો હતો. જ્યારે ૨૬ જણને ઇજા થતા સારવાર માટે પનવેલ અને પુણેની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
પોલીસે બેદરકારીપૂર્વક ટેમ્પો ચલાવનારા ડ્રાઇવર સોમનાથની ધરપકડ કરી છે.
પોલીસને પૂછપરછમાં આરોપી ડ્રાઈવરે કહ્યું હતું કે ટેમ્પો ચલાવતી વખતે તેને ઝોકાં આવતાં હતાં. તેણે જેવું બગાસું ખાધું અને આંખો પટપટાવી કે તેને ટેમ્પો પરનો કાબૂ ગુમાવી બેઠો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved