Last Update : 29-May-2012,Tuesday

 

ક્રુડના ભાવ ઘટે તો પેટ્રોલના ભાવ ઘટશે
પેટ્રોલમાં લિટરે રૃા. ૧.૨૫થી ૧.૫૦ ઘટાડવા ઓઇલ કંપનીઓની વિચારણા

મુખ્યપ્રધાનોને વેટ ઘટાડવા કહેવાશે ઃ પ્રણવ ભાવ વધારા સામે મુંબઈ હાઇકોર્ટમાં પીઆઇએલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
પેટ્રોલના ભાવમાં એકાએક લિટરદીઠ રૃા. ૭.૫૦નો વધારો કર્યા પછી ભારતની સૌથી મોટી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએ) આ સપ્તાહના અંતે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ રૃા. ૧.૨૫થી રૃા. ૧.૫૦નો ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો. દરમિયાન આ પેટ્રોલ ભાવવધારા અંગે નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ રાજ્યોના મુખ્યપ્રધાનોને પેટ્રોલ ઉપરના સેલ્સટેક્સ કે વેટ ઘટાડવા માટે લાવશે જેથી વપરાશકારો ઉપરનો બોજો ઘટે.
જ્યારે મુંબઈ હાઇકોર્ટમાં એક પીઆઇએલના પગલે આ ભાવવધારા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય નાણાં સચિવ તથા સરકાર હસ્તકની ત્રણે તેલ કંપનીઓને નોટિસ પાઠવી હતી આ પીઆઇએલમાં જણાવવામાં આવ્યું છ કે, આ ભાવવધારો ગેરકાયદે અને બંધારણ વિરુદ્ધનો છે, કારણ કેે સંસદની મંજૂરી મેળવવામાં આવી નથી. આ સાથે આ અરજીમાં અરજદાર રાજેન્દ્ર ફણસેએ સમગ્ર દેશમાં પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ એક સમાન રાખવા રજૂઆત કરી છે.
આઇઓસીના ચેરમેન આર. એસ. બુટાલાએ આજે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલના ભાવો ઘટશે તો એ ભાવ ઘટાડાનો અમે વપરાશકારોને લાભ આપીશું જ.
તેલ કંપનીઓ દરેક મહિનાની ૧લી અને ૧૬મી તારીખે ક્રુડના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવો તથા પૂર્વેના પંદર દિવસ દરમ્યાન રહેલા હુંડિયામણના દરો ઉપરથી નિશ્ચિત કરેેે છે. ક્રુડના ભાવ પૂર્વે બેરલદીઠ ૧૨૪ ડોલર હતા જે ઉપરથી પેટ્રોલના ભાવમાં વધારો કરાયો હતો પરંતુ આ પછીના ૧૫ દિવસોમાં તે ઘટીને ૧૧૬- ૧૧૭ ડોલર થયા છે જે ઉલ્લેખનીય છે પરંતુ તે સામે રૃપિયાની કિંમત ડોલરદીઠ રૃા. ૫૩.૧૭ હતી તે ઘટીને રૃા. ૫૫.૩૦ થઈ છે.
મુંબઈ હાઇકોર્ટમાં રાજેન્દ્ર ફણસેએ તા. ૨૩મેના દિને સરકારે એકાએક કરેલા મોટા ભાવવધારા વિરુદ્ધ કરેલી એક જનહિત અરજી (પીઆઇએલ)માં જણાવ્યું છે કે, આ ભાવવધારો પૂર્ણતઃ ગેરકાયદે છે કારણ કે તેને સંસદ સમક્ષ મૂકી સંસદની મંજૂરી લેવામાં આવી નથી. ફણસેએ તેવી પણ રજૂઆત કરી છે કે, સંસદ સત્રની સમાપ્તિના બીજા દિવસે એકાએક આટલો મોટો ભાવવધારો કરવાની જરૃર શી હતી ? આ લોકશાહી વિરુદ્ધનું પગલું છે અને તેની સમગ્ર દેશ ઉપર અસર થાય તેમ છે.
આ અરજી દાખલ કરતા ન્યાયમૂર્તિ આર. વાય. ગનુ અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની બેન્ચે ૩૦મી મેના દિને વધુ સુનાવણીની મુદત નાખી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved