Last Update : 29-May-2012,Tuesday

 

ગુજરાત:વીજદર યુનિટદીઠ રૂ.૧૪ થવા સંભાવના

-નવા સુધારેલા વીજદર જાહેર થશે

 


-જર્કની સુઓ મોટો પિટિશનથી વધી રહેલું જોખમ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૮
દેશભરની વીજ કંપનીઓની કુલ ખોટ રૃા. ૮૫૦૦૦ કરોડની હોવાથી તેઓ માગે કે ન માગે તો પણ વીજ નિયમન પંચે સુઓ મોટો-જાતે જ પીટીશન કરીને વીજ કંપનીઓને છથી સાત ટકાના દરે ભાવ વધારો આપતા રહેવું જોઈએ તેવા એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદાને અનુસરતા રહેવામાં આવે તો રહેઠાણના વીજળીના વપરાશકારોન માથે દર વર્ષે ૧૪૮૮નો અને મહિને ૧૨૫ના વધારાનો બોજ આવશે. તેવી જ રીતે કોમર્શિયલ વીજ વપરાશકારોને માથે દર મહિને રૃા. ૧૩૮નો અને વર્ષે અંદાજે રૃા. ૧૬૫૮ના વીજદરના વધારાનો બોજ ઝીંકાશે. ઉપરાંત ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ મિનિમમ ૪૦ પૈસાને ફિક્સ વધારો આવી જ શકે છે.
વીજળી માટેના એપેલેટ ટ્રિબ્યુનલે આપેલા ચુકાદા પ્રમાણે સતત વીજદરમાં છથી સાડા છ ટકાનો વધારો આપવામાં આવે તો આગામી ચારથી પાંચ વર્ષમાં વીજળીના યુનિટદીઠ દર વેરા સાથે વધીને રૃા. ૧૨થી ૧૪ કે તેનાથીય વધી જવાની સંભાવના છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સુઓ મોટો પીટીશન કરવાની સિસ્ટમનો વિરોધ નોંધાવશ તેમ જણાવતા સીઈઆરસીના સિનિયર ડિરેક્ટર કે.કે. બજાજે જણાવ્યું હતું કે વીજ કંપનીઓ પહેલા તેમના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લૉસ ૨૮.૫ ટકાથી ઘટાડીને ૧૪ની સ્ટાન્ડર્ડ સપાટી પર લાવે તથા તેમનો પ્લાન્ટ લૉડ ફેક્ટર સુધારે તે પછી જ તેમને માટે જર્કે સુઓ મોટો-(આપોઆપ જ) પીટીશન કરીને વીજદર વધારો આપવાનું પગલું લેવું જોઈએ. તેમ જ મીટર વિના ચાલતા વીજ જોડાણો બંધ કરાવી દેવામાં આવે તે પછી જ તેમને વીજદરમાં વધારો આપવો જોઈએ.
એપટેલે દેશના તમામ રાજ્યના વિદ્યુત બોર્ડને સૂચના આપી તે પછી તામિલનાડુ, રાજસ્થાન, ત્રિપુરાએ તેની સામે વાંધો લીધો છે. ટ્રીબ્યુનલે ૧૧મી નવેમ્બર ૨૦૧૧ના દિને આ ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે વીજ કંપનીઓ માગે કે ન માગે તમારે તેમને વીજદરમાં વધારો આપી દેવાનો રહેશે.
આ સુવિધાનો સહજ લાભ મળતો હોવાથી જ ગુજરાતની ચાર વીજ કંપનીઓએ અને ટોરન્ટે સુજેન માટે કોઈ જ ભાવ વધારો માગ્યો નથી. છતાંય વીજ નિયમન પંચ તેમને વીજદરમાં વધારો આપવા જઈ રહ્યું છે. તેમ જ મીટર વિનાના વીજ જોડાણો ન ચાલવા દેવા જોઈએ. જોકે ટોરન્ટ પાવરે અમદાવાદ વિસ્તારના ૨૦ લાખથી વધુ વીજ જોડાણધારકો પાસેથી સરેરાશ ૧૦.૩૬ ટકાના દરે વીજદરમાં વધારો આપવાની માગણી મૂકી છે.

જીઈબીના ગ્રાહકો પર યુનિટદીઠ ૪૮ પૈસાનો બોજ આવી શકે છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૮
ગુજરાતની ચાર વીજ કંપનીઓની વાર્ષિક આવકની જરૃરિયાત સામે તેમને થનારી કુલ વાર્ષિક આવક વચ્ચે રૃા. ૧૬૩૫ કરોડનો ગાળો છે. તેમ જ ૨૦૦૯-૧૦ના વર્ષના રૃા. ૭૫૪ કરોડની ખોટના નાણાં પણ લેવાના નીકળે છે. આમ કુલ લેણા રૃા. ૨૩૮૯ કરોડના છે. આ ગાળો પૂરી આપવાનું ગુજરાત વીજ નિયમન પંચ સ્વીકારી લે તો ગુજરાતના વીજ વપરાશકારોને માથે યુનિટદીઠ અંદાજે ૪૮ પૈસાનો વધારો આવી શકે છે.

અમદાવાદમાં યુનિટે ૫૦ પૈસાનો વધારો આવી શકે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૮
અમદાવાદ ટોરન્ટ પાવરે ૨૦૧૦-૧૧ના વર્ષમાં રૃા. ૧૪૬ કરોડની ખોટ કરી હતી. ૨૦૧૨-૧૩ના વર્ષમાં તેની આવકની જરૃરિયાત તેને થનારી આવક કરતાં ૧૩૮ કરોડ વધુ છે. પરિણામે આ બે વર્ષના રૃા. ૨૮૪ કરોડના નુકસાન ઉપરાંત રૃા. ૨૭ કરોડનો નફો મળીને રૃા. ૩૧૧ કરોડનો વધારો આપવાની માગણી કરી છે. આ ગણતરી પ્રમાણે ભાવ વધારો કરવામાં આવે તો યુનિટદીઠ અંદાજે ૫૦ પૈસાનો ભાવ વધારો આવી શકે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved