Last Update : 28-May-2012,Monday

 

કોર્ટ માર્શલ હુકમને સ્વીકાર્ય ગણ્યો
લેફટ. જન. અવધેશ પ્રકાશને 'ડિસમીસ' કરતા હુકમને જન. સિંહની મંજૂરી

પૂર્વ મિલિટરી સેક્રેટરી ઉપર સુકના ભૂમિકાંડ અંગે કેસ થયો હતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
પોતાની નિવૃત્તિ પૂર્વે ભૂમિદળના વડા જનરલ વી.કે. સિંહે પૂર્વ મિલિટરી સેક્રેટરી લેફટેનન્ટ જનરલ અવધેશ પ્રકાશને સેવામાંથી દૂર કરતા, જનરલ કોર્ટ માર્શલ (જીસીએમ)ના હુકમને મંજૂરી આપી છે. લેફટ. જન. અવધેશ પ્રકાશ ઉપર સુકના ભૂમિ કૌભાંડ અંગે કેસ થયો હતો.
આ 'ડીસમિસલ' (ફારેગી)ના હુકમને લીધે, લેફટ. જન. પ્રકાશને, તેઓના લશ્કરી હોદ્દાનો ઉપયોગ કરવાનો અને તે સાથે જોડાયેલા દરેક અધિકારો વાપરવાનો, હક્ક હવે રહેેશે નહીં.
આ પ્રકારની શિક્ષા પામનાર, લેફટ. જન. અવધેશ પ્રકાશ ભૂમિદળના સૌથી પહેલા વરિષ્ઠ અધિકારી છે.
જનરલ સિંહે, જનરલ કોર્ટ માર્શલ આ હુકમ ઉપર ૨૧મી મેના દિને- તેઓની નિવૃત્તિ પૂર્વેના દસ દિવસે જ - હસ્તાક્ષર કર્યા હતા. આ હુકમ અંગે લેફટ. જન. પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે, ''આ હુકમ વિરૃધ્ધ કાનૂની પગલાં લેવાના વિવિધ વિકલ્પો હું વિચારી રહ્યો છું.''
તાજેતરમાં ભૂમિદળના વડાએ, આપેલી મુલાકાતોમાં તેવા આક્ષેપો કર્યા હતા કે આ પૂર્વ મિલિટરી સેક્રેટરીએ જ, જુદી જુદી આરટીઆઈ કરાવી, તેઓના વયના પ્રશ્નને ચગાવ્યો હતો.
લેફટ. જન. પ્રકાશ ઉપર કલમ ૪૫ (એક અધિકારીને માટે અયોગ્ય ગણાય તેવી કાર્યવાહી કરવી) કલમ ૫૨ (છેતરપિંડીનો પ્રયાસ કરવો) જેવી આર્મી એકટની કલમો લગાડવામાં આવી હતી. તેઓની ઉપર ગુવાહત્તીના નારેંગી આર્મી- સ્ટેશનના સબ-એરિયા ૫૧માં આ કોર્ટમાર્શલ કાર્યવાહી કરવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved