Last Update : 28-May-2012,Monday

 

કેરળમાં સીપીએમ દ્વારા ચાલતી રાજકીય ગુંડાગીરી
રાજકીય હરીફોની હત્યા કરીએ છીએ અને કરાવીશું ઃ એમ.એમ.મણિ

મણિ ત્રાસવાદીઓની ભાષા બોલે છેઃ નરેન્દ્ર મોદી ડાબેરી પક્ષોનું હિંસાનું રાજકારણ ખુલ્લું પડયું ઃ વિપક્ષો

થિરૃવનન્થપુરમ્, તા. ૨૭
સીપીએમએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, પક્ષના બળવાખોર નેતા ટી.પી. ચંદ્રશેખરનની હત્યા અંગે પક્ષના નેતાઓ ઉપર કરાયેલો કેસ રાજકીય હેતુઓથી પ્રેરિત છે. જ્યારે પક્ષના કેરળના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, રાજકીય શત્રુઓને ખતમ કરવાની તો પક્ષની પરંપરા જ રહેલી છે અને જરૃર પડે તો પક્ષ તેમ કરતો પણ રહેશે. આ વિધાનોથી મુંઝાયેલા પક્ષે તેના નેતાને ઠપકો પણ આપ્યો હતો.
કેરળ રાજ્યની સમિતિના એક સભ્ય અને ઈડુક્કી જિલ્લાના મંત્રી એમ.એમ. મણીએ તો તે અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે પક્ષ તેના વિરોધીઓ ઉપર વેરની વસુલાત કરી શકતો નથી. જ્યારે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સીપીએમ ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે તે ત્રાસવાદીઓ જેવી ભાષા બોલી રહ્યા છે.
શુક્રવારે પક્ષના પીનારાથી વિજયન જૂથની એક સભાને કરેલાં સંબોધનમાં આ નેતાએ કહ્યું હતું કે, જેઓ મારવા યોગ્ય છે, તેઓને તો પક્ષ મારી જ નાખશે. આ સાથે ઈડુક્કી જિલ્લામાં જ થયેલી હત્યાઓનો ઉલ્લેખ કરતાં મણિએ જણાવ્યું હતું કે પક્ષે તેના (ઘણા વિરોધીઓને કેરળમાં પતાવી જ દીધા છે.
મણિના આ વિવાદાસ્પદ વિધાનો અંગે સીપીએમના કેરળના મંત્રી પિનારાયી વિજયને કહ્યું હતું કે તેઓનું તે પ્રવચન પક્ષની રાજકીય નીતિથી વેગળું પડે છે અને તેમણે આવાં વિધાનો કરી ભૂલ કરી છે.
ભાજપ તેમજ કોંગ્રેસે જણાવ્યું હતું કે આ વિધાનો સીપીએમનું હિંસાનું રાજકારણ ખુલ્લું પાડે છે.
જ્યારે કોઈ રાજકીય પક્ષના નેતા કહે કે અમો અમારા રાજકીય વિરોધીઓની હત્યા કરીશું ત્યારે તે આપણી લોકશાહી માટે ભયાવહ છે. એનએચઆરસી (નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન) ક્યાં છે? આપણે આવા કૃત્યો સામે અવાજ ઉઠાવવો જ જોઈએ. અમારા કાર્યકરો કેરળમાં તેમના જાન ગુમાવી રહ્યા છે. તેમ પણ મોદીએ મણિનાં આ વિધાનોના વિરોધમાં કહ્યું હતું.
મણિએ આ ટીકાઓ તેવા સમયે કરી હતી કે જ્યારે સીપીએમ તેના એક બળવાખોર અને આર.એમ.પી.ના નેતા ટી.પી. ચંદ્રશેખરનની હત્યા સંબંધે પક્ષના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પક્ષ રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગયો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved