Last Update : 28-May-2012,Monday

 

સરકારે મુસદ્દો તૈયાર કર્યો
ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર માટે સાત વર્ષ સુધીની જેલનો ખરડો

ખાનગી ક્ષેત્રમાં લાંચ લેવી અને આપવી - એ બંને ફોજદારી ગુના ગણવા બિલમાં સૂચન

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૭
ખાનગી ક્ષેત્રમાં વ્યાપી રહેલો ભ્રષ્ટાચાર નાથવા સરકાર તેને ઈન્ડિયન પીનલ કોડમાં આવરી લેવા માગે છે. જેમાં આરોપીને વધુમાં વધુ ૭ વર્ષની સજા તેમજ દંડ કરવાની પણ જોગવાઈ રાખવામાં આવશે. જે પ્રમાણે ખાનગી ક્ષેત્રમાં પણ લાંચ લેવી અને આપવી તે બંનેને ગુનાપાત્ર ગણાશે. આ સુધારાને મોટા ભાગનાં રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સ્વીકાર્ય ગણ્યો છે.
ઈંડિયન પીનલ કોડ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૧નો મુસદ્દો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યો છે અને તે ઉપર તેમનાં મંતવ્યો પણ મગાયા છે. આ સુધારા દ્વારા વ્યક્તિઓ (નોંધાયેલ કે નહીં નોંધાયેલી) કંપનીઓ, વ્યાપારી પેઢીઓ, સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો, વ્યક્તિઓનાં જૂથો જેઓ આર્થિક કે વ્યાપારી કે નાણાંકીય લેવડ-દેવડ કરતી હોય તે સર્વેને આવરી લેવામાં આવ્યાં છે. આ અંગે 'ફીક્કી', 'એસોચેમ' અને 'સીઆઈઆઈ'ના પણ મંતવ્યો માગવામાં આવ્યાં છે.
આશરે સાતેક મહિના પૂર્વે વડાપ્રધાને સીપીઆઈ તથા રાજ્યોનાં એન્ટી-કરપ્શન બ્યુરોના અધિકારીઓની એક બેઠકને કરેલા સંબોધનમાં આ અંગે સંકેત આપ્યો હતો. વર્તમાન આઈપીસીમાં ખાનગી કંપનીઓમાં થતાં ભ્રષ્ટાચારને આવરી લેવામાં આવ્યો નથી, તે સર્વવિદિત છે.
ઉલ્લેખનીય છે કે આ સુધારા, મુસદ્દાને મોટાં ભાગનાં રાજ્યોએ આવકાર્યો છે તો બીજી તરફ કેટલાંક રાજ્યોએ તેમાં સુધારા પણ સૂચવ્યા છે. આ માહિતી આપતાં ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કીમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ અને દિલ્હી આ દરખાસ્ત સાથે સહમત છે.
જમ્મુ અને કાશ્મીર, કેરળ, તમિલનાડુ અને દમણ તથા દીવનાં વહીવટીતંત્રે કેટલાક સુધારા સુચવ્યા છે. જ્યારે અરૃણાચલ પ્રદેશે કશી પણ ટીકા-ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. કેરાલાએ વારંવાર લાંચ લેતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વધુ કઠોર શિક્ષાનું પણ સૂચન કર્યું છે.
આ ઉપરાંત ભારત સરકારના અધિકારીઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એઓએચ) અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના અગ્રણીઓનું પણ આ સુધારા અંગે મંતવ્ય માગી રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved