Last Update : 28-May-2012,Monday

 

ચેન્નાઈને હરાવીને કોલકાતા IPLમાં ચેમ્પિયન

કોલકાતા પ્રથમ વખત IPLનું ટાઈટલ જીત્યું ઃ દિલધડક મુકાબલામાં કોલકાતાએ ૧૯.૪ ઓવરોમાં ૧૯૧ રનનો ટાર્ગેટ ઝીલ્યો
બિસ્લાની ૪૮ બોલમાં ૮ ચોગ્ગા, ૫ છગ્ગા સાથેની ૮૯ રનની વિજયી બેટિંગ ઃ કાલિસના ૪૯ બોલમાં ૭ ચોગ્ગા ૧ છગ્ગા સાથે ૬૯ નિર્ણાયક રન

ચેન્નાઈ, તા. ૨૭
કોલકાતાએ આઇપીએલનું ટાઈટલ પ્રથમ વખત જીતતા આજે ફાઇનલમાં ચેન્નઈને ૨ બોલ બાકી હતા ત્યારે ભારે રોમાંચક અને દિલધડક મુકાબલામાં ૫ વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે ચેન્નઈની ચેમ્પિયનશીપ હેટ્રિક મેળવવાની મુરાદ સફળ નહોતી થઈ. કોલકાતાના ૧૯૧ રનનો પડકાર સામે મેકુલમના સ્થાને ટીમમાં આશ્ચર્યજનક રીતે સમાવાતી વિકેટકિપર બેટસમેન બિસ્લાએ ઓપનિંગમાં આવીને ૪૮ બોલમાં ૮ ચોગ્ગા અને પાંચ છગ્ગાની અણકલ્પી યાદગાર ઇનિંગ રમીને ૮૯ રન ફટકારતાં ચેન્નઈની ટીમની ઉંઘ હરામ થઈ ગઈ હતી. જ્યારે કાલિસે નિર્ણાયક મેચમાં તેની તમામ ફોરમેટમાં તે મહાન ઓલરાઉન્ડ ખેલાડી છે તે પૂરવાર કરતી ઇનિંગ રમી તેણે ૪૯ બોલમાં ૭ ચોગ્ગા ૧ છગ્ગા સાથે ૬૯ રન કર્યા હતાં. ટોસ જીતીને ચેન્નઇએ પ્રથમ બેટિંગ લીધી હતી. અગાઉની પ્લે ઓફમાં દિલ્હી સામે તેઓની જીતમાં સંગીન ઓપનિંગ જોડીનો ફાળો હતો તેમ આજની નિર્ણાયક મેચમાં પણ મુરલી વિજય અને માઇકલ હસીએ ૧૦.૨ ઓવરોમાં ૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી.
જોકે મુરલી વિજય તેનો ૫૪ બોલમાં દિલ્હી સામે સદી ફટકારી હતી તેવો આક્રમક અભિગમ નહોતો બતાવી શક્યો.
વિજય ૩૨ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૨ રન નોંધાવીને આઉટ થયો હતો. વિજય અને હસીએ બિનજરૃરી વિકેટ વેડફી દેતી રમત રમવાની જગાએ નબળા બોલને ફટકાર્યા હતા. જોકે રન રેટ ૮.૫થી ૯ વચ્ચે એકધારો રહે તેની તેઓએ નજર રાખી હતી.
આ ટુર્નામેન્ટમાં હજુ સુધી ખાસ નહીં ઝળકેલા રૈનાનો આજે દિવસ હોય તેમ તેણે આક્રમણ કર્યું હતું. હસીએ પણ તેને ચતુરાઇથી સ્ટ્રાઇક આપ્યું હતું. બંનેએ ૭૩ રનની બીજી વિકેટની ભાગીદારી ૬.૫ ઓવરોમાં નોંધાવી હતી. ૧૭.૧ ઓવરોમાં બીજી વિકેટ ૧૬૦ રનમાં પડી હતી. હસી ૫૪ રન (૪૩ બોલ, ૪ ચોગ્ગા, ૨ છગ્ગા) કાલીસની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
હવે રૈના જોડે ધોની જોડાયો હતો. વિકેટો બાકી હોઇ આખરી ત્રણ ઓવરોમાં ચેન્નઇની ઈચ્છા બીજા ૪૦ રન ઉમેરવાની હશે પણ શાકીબ અલ હસને આખરી ઓવરમાં રૈનાને આઉટ કરવા સાથે આઠ રન જ આપતા ચેન્નઇ ૨૦૦ રન પર નહોતું પહોંચી શક્યું.
ચેન્નાઈ

-

રન

બોલ

એમ. હસી બો. કોલીસ

૫૪

૪૩

વિજય કો. હસન બો. ભાટિયા

૪૨

૩૨

રૈના કો. લી બો. હસન

૭૩

૩૮

ધોની અણનમ

૧૪

વધારાના (લેગબાય- ૩ વાઇડ-૨,

 

 

 

 

નોબોલ-૨)

 

 

 

(૩ વિકેટ ૨૦ ઓવરોમાં)

૧૯૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮૭ (વિજય ૧૦.૨), ૨/૧૬૦ (હસી ૧૭.૧), ૩/૧૯૦ (રૈના, ૨૦)
બોલિંગઃ લી ૪-૦-૪૨-૦, અલ હસન ૩-૦-૨૫-૧, નારાયણ ૪-૦-૩૭-૦, અબ્દુલ્લા ૧-૦-૯-૦, કાલિસ ૪-૦-૩૪-૧, ભાટિયા ૩-૦-૨૩-૧, યુસુફ પઠાણ ૧-૦-૧૭-૦

કોલકાતા

-

રન

બોલ

બિસ્લા કો. બદ્રીનાથ બો. મોર્કેલ

૮૯

૪૮

ગંભીર બો. હિલ્ફેનહોસ

૦૨

કાલિસ કો. જાડેજા બો. હિલ્ફેનહોસ

૬૯

૪૯

શુકલા કો.હસી બો. બ્રાવો

પઠાણ કો. બદ્રીનાથ બો. અશ્વિન

હસન અણનમ

૧૧

તિવારી અણનમ

વધારાના (લેગબાય-૧  વાઇડ-૬,

 

 

 

 

નોબોલ-૧)

 

 

 

૧૯.૪ ઓવરોના અંતે ૫ વિકેટે

૧૯૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૩ (ગંભીર ૧), ૨/૧૩૯ (બિસ્લા, ૧૪.૪), ૩/૧૫૨ (શુક્લા, ૧૬.૨) ૪/૧૬૪ (પઠાણ, ૧૭.૧) ૫/૧૭૫ (કાલિસ, ૧૮.૫)
બોલિંગઃ હિલ્ફેનહોસ ૪-૦-૨૫-૨, એ.મોર્કેલ ૪-૦-૩૮-૧, અશ્વિન ૪-૦-૪૧-૧, બ્રાવો ૩.૪-૦-૪૯-૧, જકાતી ૪-૦-૩૮-૦

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved