Last Update : 26-May-2012,Saturday

 

પેટ્રોલની કિંમતમાં વૃદ્ધિ
હમણાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય પેટ્રોલિયમ મંત્રીની સાફ વાત

નિર્ણય કડવો અને કઠોર, પરંતુ ઓઇલ કંપનીઓ પાસે છુટકો જ ન હતો
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૫
આમ આદમીની ચિંતામાં સહભાગી થતાં તેલ પ્રધાન એસ. જયપાલ રેડ્ડીએ આજે કહ્યું હતું કે, વાસ્તવમાં તો, પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય તેલ કંપનીઓએ લીધો છે. તેમ છતાં આ ભાવ વધારા અંગે થઇ રહેલા વ્યાપક વિરોધને દ્રષ્ટિમાં રાખી સરકાર થોડા દિવસ સુધી પરિસ્થિતિ જોઈ રોલ બેક અંગે નિર્ણય લેશે. આ સાથે તેમણે પત્રકારોને કહ્યું હતું કે, ડીઝલ, એલપીજી અને કેરોસીનના ભાવ વધારા અંગે વિચારણા કરવા તેઓ એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ (ઇજીએમ)ની બેઠક બોલાવવા અનુરોધ કરી રહ્યા છે. આ સાથે તેમણે તેલ કંપનીઓનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમને ભાવ વધારવા સિવાય છુટકો જ ન હતો.
તેલ કંપનીઓએ તા. ૨૩મી મેના દિને પેટ્રોલના ભાવમાં અચાનક રૃ. ૭.૫૦ જેટલો જબ્બર ભાવ વધારો ઝીંકી દીધો છે. વાસ્તવમાં પેટ્રોલના ભાવો ઉપર તો સરકારનો કોઇ સીધો અંકુશ નથી. આમ છતાં સરકાર વપરાશકારો પ્રત્યે ઉકાસીન રહી પણ ન શકે.
આ સખત ઊંચા ભાવ વધારા સામે દેશ વ્યાપી વિરોધ વંટોળ જાગી રહ્યો છે. આ વિરોધમાં જન સામાન્ય અને વિપક્ષો ઉપરાંત યુપીએના સાથી પક્ષો પણ જોડાયા છે. જે અંગે તેલ પ્રધાન સ્વીકાર્યું હતું કે આ ભાવ વધારો કઠોર અને દુઃખદ પણ છે પરંતુ તે ભાવ વધારો તો તેલ કંપનીઓએ કર્યો છે. આથી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ ઉપર અમો થોડા દિવસ સુધી નજર રાખીશુ તો પછી રોલ બેક (ભાવ ઘટાડા) અંગે નિર્ણય કરીશું.
ઓઇલ કંપનીઓનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર હસ્તકની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ) ને એક તરફથી વધી રહેલી ક્રૂડ તેલની કિંમતો અને બીજી તરફ રૃપિયાનાં ડોલર સામે ઘટી રહેલાં મૂલ્યનાં બેવડાં પરિબળો સામે લડવાનું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved