Last Update : 26-May-2012,Saturday

 

યુપીએમાં નીતિ નથી, નેતા નથી, નિયત નથી
રાજ્યોને શક્તિહીન બનાવવાનો યુપીએનો કારસો ઃ નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકાર પર માછલાં ધોયાં ઃ યુપીએ સરકાર નિર્મલ બાબાની જેમ લોકોને બેવકૂફ બનાવે છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૫
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઇની મેદનીને મરાઠી ભાષામાં સંબોધવાની શરૃઆત કર્યા બાદ કેન્દ્રની યુપીએ સરકાર ઉપર જનોઇવઢ ઘા કરતા દેશની જનતાને આ કોંગ્રેસી શાસન ઉથલાવવા માટે સંગઠિત થવાની હાકલ કરી હતી.
ભારતીય જનતા પક્ષની બે દિવસની કારોબારીમાં છવાઇ ગયેલા નરેન્દ્ર મોદીએ એલફિન્સ્ટન રોડના કામગાર મેદાનમાં આયોજિત જાહેર સભામાં પણ બાકીના બધા જ નેતાઓને રીતસર ઝાંખા પાડી દીધાં હતાં. કેન્દ્રની મનમોહન સિંહની સરકારને નિર્મલ બાબાના દરબાર સાથે સરખાવી નિર્બલ બાબા નામ આપ્યું હતું મોદીએ કહ્યું હતું નિષ્ફળતાને વરેલી આ સરકાર પાસે કોઇ નેતા નથી, નીતિ નથી અને નિયત નથી. નિર્મલ બાબા ભક્તોને આશીર્વાદ આપે છે કે રસગુલ્લા ખાવ લાભ હોગા.. એવી રીતે યુપીએ સરકારે પણ લોકોને આવી જ રીતે બેવકૂફ બનાવ્યા છે. હમારી સરકાર બનાઓ મહેંગાઇ કમ હોગી. કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પર સતત શાબ્દિક પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં કૃષિ પ્રધાન તરીકે મહારાષ્ટ્રના જ નેતા (શરદ પવાર) છે છતાં અહીં દુકાળની સ્થિતિ છે, જ્યારે ગુજરાતમાં અપનાવાયેલી સહી કૃષિ નીતિને લીધે દુકાળની વાત ભૂતકાળ બની ગઇ છે. કૃષિનો વૃદ્ધિ દર અગિયાર ટકા છે.
યુપીએ- ટુ સરકારે ત્રણ વર્ષ પૂરા કર્યા પછી પોતાની કામગીરીનું જે ૧૨૦ પાનાનું રિપોર્ટ કાર્ડ આપ્યું તેના રીતસર છોતરાં ઉડાડી નાખતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચીન સામે પૂરતા શસ્ત્રો નથી એ કેવી મજબૂરી છે? આતંકવાદ અને નક્સલવાદનો મુકાબલો કરવામાં કેન્દ્રના હાથ હેઠાં પડયાં છે. કામગાર મેદાનમાં પાંચેક હજારની મેદનીને સંબોધતા ગુજરાતના મુખ્ય પ્રધાને કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરની યોજનાની ટીકા કરતા કહ્યું હતું કેન્દ્ર સરકારનો રાજ્યોને શક્તિહિન બનાવવાનો આ કારસો છે હું યુપીએ સરકારને સવાલ પૂછવા માગું છું કે આતંકવાદીઓ અને નક્સલવાદીઓ પાસે સીમા પારથી શસ્ત્રો આવે છે, હવાલાથી આતંકવાદીઓને પૈસા આવે છે દેશની હિફાઝતની જવાબદારી કેન્દ્રને માથે હોવા છતાં કેમ આ કેમ અટકાવી નથી શકતા? સીમા પાર ફોનથી વાતો થાય છે એમ કેમ આંતરી નથી શકતા? લશ્કર તમારા હાથમાં છે. ટેલિકોમ્યુનિકેશન તમારા હાથમાં છે છતાં કેમ અટકાવી નથી શકતા? વિદેશ નાશી ગયેલા ખતરનાક અપરાધીઓ અને આતંકવાદીઓને પ્રત્યાર્પણ સંધીથી કેમ ભારત લાવી નથી શકતા?
આતંકવાદનો મુકાબલો કરવો હોય તો છેંતાલીસની છાતી જોઇએ.
યુપીએના રાજમાં આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી છે એનો ઉલ્લેખ કરતા મોદીએ ટોણો માર્યો હતો કે દેશના પ્રધાનમંત્રી પદે અર્થશાસ્ત્રી બેઠા હોવા છતાં કેમ આ સ્થિતિ છે? આ કોઇ ષડયંત્ર છે કે શું?
મુંબઇની મહારાષ્ટ્રીઅનોને બહોળી વસતી ધરાવતા એલફિન્સ્ટન રોડ વિસ્તારમાં યોજાયેલી સભામાં મોદીએ મરાઠીમાં જ ભાષણની શરૃઆત કરીને સહુને ખુશ કરી દીધા હતાં. તેમણે ફક્ત પ્રોમીસ આપતી અને પર્ફોર્મન્સ કરવામાં નિષ્ફળ ગયેલી યુપીએ સરકારને ઉથલાવવા માટે લોકોને સંગઠિત થઇ અવાજ ઉઠાવવાનો અનુરોધ કર્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved