Last Update : 26-May-2012,Saturday

 

ભ્રષ્ટાચાર સામે આંદોલન કરી રહેલી
ટીમ અણ્ણામાં પુનઃ તિરાડ ઃ શિવેન્દ્ર ચૌહાણે કેજરીવાલ સામે પ્રશ્નો ઉઠાવ્યા

'ભ્રષ્ચાચાર સામેની લડાઈ કોઈનો એકાધિકાર હોઈ શકે નહિ'

નવીદિલ્હી,તા.૨૫
ભ્રષ્ટાચાર વિરૃધ્ધ લડાઈ લડી રહેલી ટીમ અન્નામાં એકવાર ફરી તિરાડ નજરે પડી રહી છે. સોશ્યલ સાઈટો મારફતે ટીમ અન્ના અને એમના આંદોલનને ખ્યાતનામ બનાવનારા શિવેન્દ્રસિંહ ચૌહાણે અરવિંદ કેજરીવાલને પત્ર લખીને એમને આંદોલનના નેતૃત્વના પ્રકાર વિષે કડવા સવાલ કર્યા છે.
કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે શિવેન્દ્ર લોકશાહી ઢબે કામ કરતા નથી અને એમણે સોશ્યલ મિડિયા કેમ્પેઈન વિષે એકતરફી નિર્ણય કર્યા છે. કેજરીવાલે એવી ચેતવણી પણ આપી કે જો શિવેન્દ્ર કોર સમિતિના નિર્ણયોને નહિ સ્વીકારે તો એમને આંદોલનથી અળગા પણ કરી શકાય છે.
શિવેન્દ્રએ કેજરીવાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી તમે એ સાબિત નહિ કરી દો કે આપ આ આંદોલનના અગ્રણી છો અને મેં ક્યારે ય આંદોલનના હિતવિરૃધ્ધ કામ કર્યું છે, આપ કયા અધિકારથી મને અળગો કરી દેશો અથવા મારાં પર આક્ષેપ કરી રહ્યા છો ? મને પૂરો વિશ્વાસ છે કે અસંમતિ રાખવી અને સ્વતંત્રપણે પણ આંદોલનના હિતમાં કામ કરવું એ આંદોલનને નુકસાનકર્તા નથી થઈ શકતું.
આ વિષે કેજરીવાલનો પ્રતિભાવ જાણવા માટે એમને મોકલાવાયેલા સંદેશાનો કોઈ જવાબ મળ્યો નથી. શિવેન્દ્રએ પોતાના પત્રમાં લખ્યું કે આ ભ્રષ્ટાચાર સામે લોકોનું આંદોલન છે, અને આપણાંમાંથી મોટાભાગના લોકો એમાં સ્વેચ્છાથી સામેલ થયા છે, ના કે કોઈ ઔપચારિક પ્રક્રિયા અંતર્ગત આથી કોઈ જૂથ દ્વારા અલગ કરી દેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ આપણા બધાનું આંદોલન છે અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈનો એકાધિકાર હોઈ શકે નહિ.
એમણે લખ્યું કે કોર સમિતિના સભ્યોને લોકશાહી પધ્ધતિથી ચૂંટવામાં આવ્યા નથી. આ વર્ષે કેજરીવાલે મને સમિતિમાં સામેલ કરવાની ઓફર કરી હતી, પરંતુ મેં કહ્યું હતું કે મને એની જરૃર નથી.
શિવેન્દ્રએ પુછ્યું કે મારો પ્રશ્ન આ છે કે કઈ લોકશાહી પધ્ધતિ હેઠળ મને કોર સમિતિમાં સ્થાન આપવાની ઓફર કરાઈ હતી. લોકશાહી પધ્ધતિ એ હોત, જેમાં કોર સમિતિના સભ્યોને ચૂંટવા માટે પણ જનલોકપાલના સભ્યોને ચૂંટવા જેવી પધ્ધતિ અપનાવાઈ ગઈ હોત.
પ્રશાંત ભૂષણના ઘેર થયેલી બેઠકમાં શિવેન્દ્રએ એ આક્ષેપોનું પણ ખંડન કર્યું કે હજારે સાથે સંબંધિત જાણકારી ફેસબુક પેજ પર મૂકવામાં આવી નથી. એમણે જણાવ્યું કે હજારોના મહારાષ્ટ્ર પ્રવાસની માહિતી સહુથી પહેલાં ફેસબુક અને ટ્વીટર પર જ મુકવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved