Last Update : 26-May-2012,Saturday

 

ડોલરના ભાવો વધુ ૨૭ પૈસા તૂટયા
રૃપિયો ઊંચકાયોઃ રિઝર્વ બેન્કે રૃ.૧૫ હજાર કરોડના બોન્ડ ખરીદ્યા

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૫
મુંબઈના ફોરેક્સ બજારમાં આજે ડોલર સામે રૃપિયાના મુલ્યમાં સુધારાની ચાલ આગળ વધતાં આયાતકારો તથા સરકારની ચિંતા હળવી બની હતી. ડોલરના ભાવો ગુરુવારે ટોચ પરથી નીચા આવ્યા પછી આજે પણ રૃપિયો વધુ મજબુત બન્યો હતો. તથા ડોલરના ભાવો વધુ ઘટયા હતા. આજે ડોલરના ભાવો રૃ.૫૫.૬૪ વાળા એક તબક્કે રૃ.૫૬ની આયાત પાર કરી રૃ.૫૬.૦૭ બોલાયા પછી ફરી તૂટી છેલ્લે રૃ.૫૫.૩૭ બંધ રહ્યા હતા.
આજે રૃપિયાના ભાવો ડોલર સામે વધુ ૨૭ પૈસા વધ્યા હતા. આજે પ્રથમ તબક્કે ડોલર વધી રૃ.૫૬ની સપાટી ઉપર જતાં રિઝર્વ બેન્ક તુરત ડોલર વેંચવાનું શરુ કર્યું હતું અને તેના પગલે ડોલરના ભાવો ફરી ઘટી રૃ.૫૬ની અંદર જતા રહ્યા હતા. શરૃઆતમાં આયાતકારો તથા ઓઈલ રિફાઈનરીઓ દ્વારા ડોલરમાં લેવાલી નિકળી હતી. જોકે ત્યાર પછી રિઝર્વ બેન્ક ઉપરાંત નિકાસકારોની પણ ડોલરમાં વેચવાલી નિકળતાં ભાવો નીચા આવ્યા હતા. વિશ્વબજારમાં યુરોના ભાવો ડોલર સામે ઘટતા અટકી બે વર્ષના તળિયેથી ફરી ઉંચકાતા તેની અસર પણ ભારતના કરન્સી બજારો પર પડી હતી.
રિઝર્વ બેન્ક દ્વારા ઓઈલ રિફાઈનરીઓને ડોલરનું ડાયરેક્ટ વેંચાણ કરવા સ્પેશિયલ વિન્ડો શરૃ કરવા વિચારણા થઈ રહી છે. તેની અસરે પણ ડોલરના ભાવો આજે જબાણ હેઠળ રહ્યા હતા. રિઝર્વ બેન્કના ગવર્નર સુબ્બારાવ આજે વડાપ્રધાન મનમોહન સિંઘને મળ્યા હતા. હાલ તુરત ડોલરના ભાવો ૫૫થી ૫૬ની ેરેન્જમાં રહેવાની શક્યતા તજજ્ઞાો બતાવતા હતા. આગામી સમયમાં એક મહિનામાં ડોલરના ભાવો નીચામાં રૃ.૫૪ તથા ત્યાર પછી ૧૨ મહિનાની આગાહીમાં રૃ.૫૧ સુધી જવાની શક્યતા વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ જાણકારોએ બતાવી હતી. યુરોપના બજારમાં છ મુખ્ય ચલણો સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૨૩ ટકા ઘટયો હતો. ડોલરના ભાવો હવે પછી રૃ.૫૪.૯૦ની નીચે જશે તો રૃપિયામાં સુધારાની ચાલ વેગ પકડે એવી શક્યતા ચાર્ટ નિષ્ણાતો બતાવતા હતા. રિઝર્વ બેન્કે આજે ઓપન માર્કેટ ઓપરેશન (ઓએનઓ) હેઠળ રૃ.૧૫૦૦૦ કરોડના બોન્ડ ખરીદયા હતા તેના પગલે પ્રવાહીતા વધી હતી. ફોરવર્ડ ડોલરના પ્રિમિયમો પણ આજે નીચા આવ્યા હતા. છ મહિનાના પ્રિમિયમો ૧૫૩થી ૧૫૫ પૈસા હતા તે આજે ઘટી ૧૪૯થી ૧૫૧ પૈસા રહ્યા હતા. હવે જો સરકાર પેટ્રોલનો ભાવ વધારો થોડા અંશે પાછો ખેંચશે તો ડોલરના ભાવો ફરી વધી જવાની ભીતી બતાવાઈ રહી છે.
વડાપ્રધાન સાથેની મિટિંગમાં આજે ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના અધ્યક્ષ રંગરાજન રહ્યા હતા. ઓવરસીડઝ સોવરીન બોન્ડ ઈસ્યુ કરવા પણ સરકાર વિચારણા કરી રહી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved