Last Update : 26-May-2012,Saturday

 

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં બીજા દિવસે પણ વિવાદ
અડવાણી- સુષમા ભાજપની રેલીમાં ગેરહાજર

મોદીને હીરો બનાવાતાં અને ગડકરીને બીજી ટર્મ આપવાથી ભાજપના નેતાઓ નારાજ હોવાની ચર્ચા

મુંબઈ, તા.૨૫
શુક્રવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ સાંજે છ વાગ્યે મુંબઈમાં ભાજપની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ભાજપના બે વરિષ્ઠ નેતાઓ એલ. કે. અડવાણી અને સુષમાં સ્વરાજ આ સભામાં ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રીય કાર્યકારિણી પછી પક્ષની એક્તાનું પ્રદર્શન કરવાની આ સારામા સારી તક હતી ત્યારે જ બે દિગ્ગજ નેતાઓએ ગેરહાજર રહીને સાબિત કરી દીધું છે કે બીજેપીમાં પ્રવર્તી રહેલા આંતરિક વિવાદો હજી સુધી સમાપ્ત થયા નથી એટલું જ નહીં, પરંતું કદાચ એમાં વધારો પણ થયો છે. યુપીએ સરકાર અત્યારે ચારે તરફથી ઘેરાયેલી છે ત્યારે ભાજપના નેતાઓએ વરવી જૂથબાજી દર્શાવી યુપીએના વિકલ્પ તરીકે બહાર આવવાની એક સારી તક ગુમાવી છે. બીજેપીના આંતરિક વર્તૂળોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે નીતિન ગડકરીને બીજી વખત પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા વિશે લેવામાં આવેલા નિર્ણયથી અડવાણી નારાજ છે.
મોદી અને અડવાણી વચ્ચેની નારાજગી જગજાહેર છે. અડવાણીએ સભામાં હાજર રહેવાનું એવું કારણ આપ્યું છે કે તેમના સંબંધીમાં કોઇ બિમાર હોવાથી તેમની ખબર કાઢવા માટે તેમને જવાનું છે. આથી તેઓ સભામાં હાજર રહી શકશે નહીં. તેમનું આ કારણ સાવ ખોખલું જણાય છે.
સુષમા સ્વરાજનું નામ બીજેપીના વીઆઇપી કાર્ડમાં જાહેરસભાના વક્તા તરીકે છાપવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ સભામાં ગેરહાજર રહ્યા હતા. આ વિશે મુંબઈમાં ભાજપના અધ્યક્ષ રાજ પુરોહિતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'સુષમાજીને મેં પુછ્યા વગર જ કાર્ડમાં તેમનું નામ છાપી દીધું હતું, પરંતુ તેમને અગાઉ થી જ એક મિટિંગમાં જવાનું નક્કી હોવાથી તેમને મને કહ્યું હતું કે તેઓ આગામી વખતે જ્યારે બોલાવશે ત્યારે મુંબઈમાં વક્તવ્ય આપવા માટે જરૃર આવશે. આ વખતે કમિટમેન્ટ હોવાથી જાહેર સભામાં હાજર રહી શકાય એમ નથી.'
અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે સુષમા સ્વરાજને પક્ષથી મોટું કયું કમિટમેન્ટ છે? શનિવારે જાહેરસભા વિશે તમામ છાપાઓમાં ભાજપની જાહેરખબર છપાઈ હતી. આ જાહેરખબરમાં માત્ર નરેન્દ્ર મોદીનું નામ લખવામાં આવ્યું હતું તથા તેની જ તસવીર છાપવામાં આવી હતી. બીજા કોઇ જ નેતાઓના નામ કે તસવીર છાપવામાં આવ્યા નહોતા. નરેન્દ્ર મોદીને જે રીતે હીરો બનાવવામાં આવી રહ્યા છે એ જોતા લોકસભાના વિરોધપક્ષના નેતા સુષમા સ્વરાજ પણ તેમનાથી નારાજ હોઇ અને સભામાં ઉપસ્થિત ન રહ્યા હોવાની અટકળો સેવાઈ રહી છે.
તૃણમૂલ કોન્ગ્રેસ યુપીએનો સાથી પક્ષ હોવા છતાં પણ મમતા બેનરજીએ એફડીઆઈથી માંડીને પેટ્રોલના ભાવવધારા સુધીના અનેક મુદ્દે કેન્દ્ર સરકારનો ઉગ્ર વિરોધ કરી એને નમાવી છે. આ કારણે કોન્ગ્રેસ અને તૃણમૂલ કોન્ગ્રેસના સંબંધો વણસી ગયા છે. આવી સ્થિતિમાં શું બીજેપી તૃણમૂલને એનડીએમાં જોડવા માટે મમતા સાથે વાટાઘાટ કરી રહી છે? એવા સવાલના જવાબમાં ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને મમતા બેનરજીને આડકતરીરીતે યુપીએ છોડીને એનડીએમાં જોડાવા માટેનો પ્રસ્તાવ પણ મૂકી દીધો હતો.
બીજેપીની રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે યોજાયેલી અંતિમ પત્રકાર પરિષદ પક્ષના મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 'મમતા બેનરજીએ અમારી સાથે કામ કર્યું છે. તેઓ અટલ બિહારી વાજપાઈ સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. તેમણે એનડીએની કાર્યશૈલી જોઈ છે. અમે તેમને જે આદર અને માન આપીએ છીએ એનાથી તેઓ વાકેફ છે. તેઓ યુપીએમાં ગૂંગળાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમણે ફરીથી યુપીએમાં જોડાવા માટે વિચાર કરવો જોઇએ.'
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved