Last Update : 25-May-2012,Friday

 
દેશની આર્થિક કટોકટી માટે યુરોઝોન નહીં, યુપીએ-ઝોન જવાબદારઃ ગડકરી

ગડકરીને બીજી ટર્મ માટે અધ્યક્ષપદે ચાલુ રાખવા પક્ષના બંધારણમાં સુધારો ઃ આ સુધારો પ્રદેશ અને જિલ્લા અધ્યક્ષને પણ લાગુ પડશે

મુંબઈ, તા.૨૦ મે
આજ અને કાલ બે દિવસ માટે મુંબઈમાં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાઈ છે. આજે કાર્યકારીણીના પ્રથમ દિવસે યોજાયેલી બેઠકમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ કારોબારી સભ્યો અને મહાનુભાવોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 'ભારતમાં હાલ પ્રવર્તી રહેલી આર્થિક કટોકટી માટે યુરોઝોન નહીં, પરંતુ યુપીએ-ઝોન જવાબદાર છે. રૃપિયો ડોલર સામે એટલો ઝડપથી નબળો પડી રહ્યો છે કે એક ડોલરની કિંમત રૃ. ૬૦ને વટાવી દે એ વિશે કશું કહી શકાય એમ નથી. જોકે કોન્ગ્રેસ સમસ્યા પેદા કરી રહ્યું છે અને તેનુ સમાધાન ભાજપ લાવશે. દરમિયાનમાં 'કોઇ વિશેષ વ્યક્તિને ધ્યાનમાં રાખીને પક્ષની વિચારધારા ચાલવવામાં આવતી નથી એવું સૂત્રો પોકારનારી ભારતીય જનતા પક્ષે આજે રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાજપના સંગઠનના બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રીય અધ્યક્ષની ત્રણ વર્ષની મુદતબાદ તેઓને બીજી મુદત મળી શકે છે. પરંતુ તેઓ બે ટર્મથી વધુ અધ્યક્ષ રહી ન શકે એવા પ્રસ્તાવને કારોબારી બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરાયો હતો. આ નિર્ણય ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષને પણ લાગુ પડે છે.
યુપીએ દ્વારા વધારવામાં આવેલા પેટ્રોલના ભાવની પણ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે 'વધી રેહેલી આર્થિક કટોકટી અને મોંઘવારી નું કારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધી રહેલો તનાવ છે. બીજેપીની સરકાર આવશે તો તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સદ્ભાવપૂર્ણ સંબંધો વિકસાવશે. આવા સંબંધો અટલ બિહારી વાજપેઈના નેતૃત્વમાં કેળવાયા હતા.'
સામાન્ય ચૂંટણીઓ યોજાવાને ૧૮ મહિના બાકી છે અને ેએ પહેલા દેશના દસ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ગડકરીએ કહ્યું હતું કે 'રાષ્ટ્રીય કાર્યકારિણીનો મખ્ય ઉદ્દેશ આ ચૂંટણીઓની તૈયારી શરૃ કરવાનો છે.'
૨૨મી મે એ યુપીએ(યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)એ સત્તાના આઠ વર્ષ પુરા કર્યા છે ત્યારે ગડકરીએ યુપીએની નિષ્ફળતાઓ ગણાવી હતી. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી આત્માહત્યા, તૂટી રહેલો રૃપિયો, મોંઘવારી, કૌભાંડો વગેરે જેવા મુદ્દાઓને ટાકીને સાંપ્રત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
આવી રહેલી ચૂંટણીઓ માટેની રણનીતિ વિશે વાત કરતા ગડકરીએ કહ્યું હતું કે 'અમે દેશના તમામ રાજ્યોમાં તથા કેન્દ્રમાં બીજેપીની વોટબેન્કમાં કમસેકમ દસ ટકાનો વધારો કરવા માગીએ છીએ તથા એનડીએ(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)નો વ્યાપ વધારવા માગીએ છીએ.'
દેશના વિકાસ માટે તેમણે અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને નૈતિક મૂલ્યો એમ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી વખત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માગતા નીતિન ગડકરીએ આ વિશે કહ્યું હતું કે 'જુલાઈ મહિનામાં દેશના ૧૩માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. અમે બીન-યુપીએ પક્ષો સાથે ચર્ચા-વિચારણા કરી સર્વાનુમતી સાધીશું, જેથી યોગ્ય ઉમેદવારને ઉભો રાખી એને ચૂંટી શકાય.
ભાજપના મહાસચિવ જગત પ્રસાદ નડયાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, ભાજપના બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી રામલાલે બેઠકમાં મૂક્યો હતો. તેને ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે અનુમોદન આપ્યું હતું. અને બેઠકમાં સર્વ સભ્યો એકમતે મંજૂરી આપી હતી.
ભાજપના બંધારણની ૩૪મી કલમમાં સુધારો કરવાની જોગવાઇ હોવાથી તેમાં પરિવર્તન કરાયું હોવાનું જગત પ્રસાદે જણાવ્યું હતું.
હાલમાં કોઇપણ અધ્યક્ષ ત્રણ વર્ષની મુદતથી વધારે સુધી પદગ્રહણ ન કરી શકે એવો નિયમ હતો. પરંતુ હવે સુધારો કરીને કોઇપણ અધ્યક્ષ બે પૂર્ણ ત્રણ-ત્રણ વર્ષની મુદત સુધી સળંગ પદગ્રહણ કરી શકે છે.
આ સુધારો પ્રદેશ અને જિલ્લા અધ્યક્ષને પણ લાગુ પડે છે. આ સુધારો કરાતાં હવે ભાજપમાં વિવિધ પદોની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૃ થઇ હોવાનું જગતપ્રસાદે જાહેર કર્યું હતું. જોકે વર્તમાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન ગડકરીને બીજી ટર્મમાં અધ્યક્ષ તરીકે વરણી કરવા સંગઠનના બંધારણમાં પરિવર્તન કરાયુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved