Last Update : 25-May-2012,Friday

 

રાષ્ટ્રીય કારોબારીમાં જવાની ના પાડી રૃપાલા સાથે રાજીનામું મોકલાવ્યું
મોદીએ ત્રાગું કરતાં સંજય જોશીનું રાજીનામું

'કાં તો હું રહીશ, કાં સંજય જોશી' એવી જીદ સામે ગડકરીએ નમતું મૂકવું પડયું ઃ મોદીનું રાષ્ટ્રીય સ્તરે વજન વધ્યું

અમદાવાદ, મુંબઇ, તા.૨૪
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહેશે કે કે નહીં તે ચર્ચાનો આજે મોદીના વિરોધી મનાતા સંજય જોશીએ રાજીનામું આપતાં અંત આવ્યો હતો. અંતે મોદીનું ધાર્યું થયું છે. ભાજપ પ્રમુખ નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે નાના વિવાદનો અંત આવ્યો છે અને તેઓ તથા મોદી ખભેખભા મિલાવી કામ કરશે. આ સાથે નરેન્દ્ર મોદીનો વિજય થયો છે. અને રાષ્ટ્રીય સ્તરે તેમનું વજન વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, જોશીના કારણે નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી અને ભાજપ કારોબારીમાં ભાગ લેવાનું ટાળ્યું હોવાનું મનાય છે.
જોકે આખી ઘટનાની પડદા પાછળની વાત એવી છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કટ્ટર હરીફ સંજય જોષીને કાં તો ભાજપની કારોબારીના વિશેષ નિમંત્રિત પદથી દૂર કરો અથવા મારું રાજીનામું સ્વીકારી લો એવું રાજકીય ત્રાગું કરીને જોષીને રાજીનામું આપવું જ પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું.
ભાજપની મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના હરિફ સંજય જોષીને મહાત કરવા બીજી વખત સફળ ઉપયોગ કર્યો છે. ૨૦૦૫ની સાલમાં રાષ્ટ્રીય કારોબારીમાં નકલી સીડી મામલે સંજય જોષીનું પદ છીનવી લેવામાં મળેલી સફળતા બાદ ૨૦૧૨માં રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૃ થતાં પહેલા જ સંજય જોષીને કારોબારીના વિશેષ નિમંત્રિત સભ્યપદેથી પણ રાજીનામુ અપાવી દેવામાં મોદીને સફળતા મળી છે. આ માટે તેમણે પોતાની પ્રેશર ટેક્ટિસ રાજીનામાનો જ ઉપયોગ કર્યો હતો.
ગઈકાલે બુધવારે ગુજરાત ભાજપની ટીમ બપોરે ચાર વાગે જેટ એરવેઝ દ્વારા મુંબઈ જવા રવાના થઈ હતી. તેમની સાથે મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને ઉદ્દેશીને લખેલો પત્ર સાથે હતો.
રાત્રે કોર ગૃપની બેઠક મળે એ પહેલા જ રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરુષોત્તમ રૃપાલાએ મોદીનો પત્ર ગડકરીને સુપરત કરી દીધો હતો. જેમાં તેમણે જીદ કરી હતી કે સંજય જોષીનું રાષ્ટ્રીય કાર્યકારીણીના વિશેષ નિમંત્રિત પદેથી રાજીનામું માંગી લેવામાં આવે. જો સંજય જોષીનું રાજીનામુ આવતીકાલે સવાર સુધીમાં નહીં લેવામાં આવે તો આ સાથે સામેલ કરેલું પોતાનું રાજીનામુ સ્વીકારી લેવું.
આ પત્ર ઉપરાંત રૃપાલાએ ગડકરીને ઉગ્રતાપૂર્વક જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદીના પત્રનો અમલ નહીં થાય તો ગુજરાતના એક પણ સભ્ય કારોબારીમાં હાજરી આપશે નહીં.
આ પત્ર ભાજપના કોર ગુ્રપમાં રાતના દોઢ વાગ્યા સુધી ચર્ચાયો હતો. મોટાભાગના નેતાઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ હરકતને સરંડર નહીં થવાનો મત ધરાવતા હતા. પરંતુ કારોબારી બેઠકનો એજન્ડા ૨૦૧૪ માટેનો મેપ-ડીઝાઈન તૈયાર કરવા અંગેનો હોવાથી આ એજન્ડા પાછળ ધકેલાઈ જાય અને મોટો વિવાદ મિડિયામાં છવાયેલો રહે એ સ્થિતિને ટાળવા સંજય જોષીનો ભોગ લેવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે ગડકરીએ સંજય જોષી સાથે બાજુના રૃમમાં જ ચર્ચા કરી હતી અને જોષીએ ગડકરીને નિર્ણય લેવાની બાબતમાં આગળ વધવા સંમતિ આપી હતી. રાત્રે જ તેમણે પત્ર લખીને ગડકરીને આપી દીધો હતો.
આ નિર્ણયની જાણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગડકરીએ કરી, એ પહેલા અરૃણ જેટલીએ મોદીને સમાચાર આપી દીધા હતા. અને આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે પક્ષમાં સહુથી મહાન છે એવી છબી તૈયાર કર્યા પછી જ કારોબારીમાં હાજરી આપી હતી.
સંજય જોષીને નકલી સીડીના કારણે છ વર્ષનો વનવાસ વેઠવો પડયો હતો. જો કે મધ્યપ્રદેશના FSL દ્વારા સંજય જોષીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. તેમ છતાં મોદી અને અડવાણીના વિરોધના કારણે તેમને પક્ષની જવાબદારી સોંપાઈ ન હતી. ગડકરીએ અડવાણીને સમજાવવામાં ખાસ્સો સમય લઈને પણ સંજય જોષીને ઉત્તર પ્રદેશની ચૂંટણીના ઈન્ચાર્જ બનાવ્યા હતા. જો કે તેમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નહતો. ફરી આજે સંજય જોષીને હાંસિયામાં ધકેલી દેવાની રાષ્ટ્રીય નેતાઓને ફરજ પડી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved