Last Update : 25-May-2012,Friday

 

દેશભરમાં ઉગ્ર વિરોધ ઃ રેડ્ડીએ વિદેશ યાત્રા ટૂંકાવી
પેટ્રોલના ભાવવધારા સામે એનડીએનું ૩૧ મેએ ભારત બંધનું એલાન

ભાવ વધારો આંશિક પાછો ખેંચવા કોંગ્રેસનો સંકેત ઓઈલ કંપનીઓ આવતા મહિને નિર્ણય કરશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
ગઇકાલે મધરાતથી જ અમલી બને તે રીતે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃા. ૭.૫૪ના કરાયેલા વધારા સામે દેશભરમાં વિરોધ વંટોળ જાગી રહ્યો છે. જેમાં વિપક્ષો ઉપરાંત, યુપીએના સાથી પક્ષો પણ જોડાતાં કોંગ્રેસે આજે એવા સંકેત આપ્યા છે કે, આ ભાવ વધારામાં ઘટાડો (રૉલ-બેક) કરાશે, અને તે રીતે 'આમ-આદમી' ઉપરનો બોજો ઘટાડાશે. પરંતુ, આ અંગે, દેશની તેલ કંપનીઓએ તો, સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે, આ ભાવ ઘટાડો, આગામી મહિનાના પ્રારંભે યોજનારી 'રિવિઝન સાયકલ' દરમિયાન, ક્રૂડ તેલના વૈશ્વિક સ્તરે ઘટેલા ભાવને લક્ષ્યમાં લઇ કરી શકાશે.
વિપક્ષ ભાજપ અને ડાબેરી પક્ષોએ તા. ૩૧મી મેના દિને આ ભાવ વધારાના વિરોધમાં ભારતવ્યાપી બંધનું એલાન આપ્યું છે. જ્યારે યુપીએના એક સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં આ અંગે વિરોધ પ્રદર્શનનો નિર્ણય લેતાં, રેલવે પ્રધાન મુકુલ રૉયે, કોલકાતામાં આજે એક સરઘસની આગેવાની લીધી હતી. આ વ્યાપક વિરોધના પગલે, પેટ્રોલિયમ પ્રધાન જયપાલ રેડ્ડી તેમની વિદેશયાત્રા ટૂંકાવી આજે ભારત પરત આવી પહોંચ્યા હતા.
આ ભાવ વધારા અંગે, કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું હતું કે, આ પેટ્રોલ ભાવ વધારો તે કોઇ રાજકીય નિર્ણય નથી, કે તે સરકારે લીધેલો નિર્ણય પણ નથી. પેટ્રોલના ભાવ સંબંધે એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ (એપીએમ) દૂર કરાયા પછી, પેટ્રોલના ભાવ નક્કી કરવાની જવાબદારી તો વાસ્તવમાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓની છે. આમ છતાં કોંગ્રેસ 'આમ-આદમી'ની આર્થિક પરિસ્થિતિની વાસ્તવિકતાઓને તો સમજે જ છે અને તેની ઉપર પડતા બોજા અંગે ઘણી જ સંવેદનશીલ છે. તેમણે તેમ પણ કહ્યું હતું કે એનડીએ સરકાર સમયે, ૩૦ વખત બળતણના ભાવમાં વધારો થયો હતો. આ સાથે તેમણે ભાજપ ઉપર પણ પ્રહારો કર્યા હતા.
તેલ કંપનીઓએ તો સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, તેઓ આ ભાવ વધારા અંગે આગામી મહિને નિર્ણય લેશે. વાસ્તવમાં ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવો અને ડૉલર સામે રૃપિયાની દ્રષ્ટિએ પેટ્રોલ કે પેટ્રોલિયમ પેદાશોના ભાવો અંગે, દર મહિનાની ૧લી અને ૧૬મી તારીખે નિર્ણય લેવાય છે. આઈઓસીના ચેરમેન આર.એસ. બુતોલાએ આ માહિતી આજે પત્રકારોને આપી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તત્કાળ ભાવઘટાડાની કોઇ સંભાવના છે કે કેમ ત્યારે તેઓએ સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, ''આવી કોઇ દરખાસ્ત અમારી સમક્ષ નથી. આવી કોઇ પરિસ્તિતિ જ (રોલબેક માટે) નથી. કોઇએ અમોને તેમ કહ્યું પણ નથી.'' એચ.પી.ના ચેરમેન અને એમ.ડી. એસ. રૉય ચૌધરીએ પણ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ''અમોને કોઇએ આવું કશું (ભાવ ઘટાડવાનું) કહ્યું જ નથી.''
બીજી તરફ દેશભરમાં પેટ્રોલ ભાવ વધારા અંગે વ્યાપક વિરોધ વંટોળ જાગી રહ્યો છે. આ સંબંધે વિપક્ષી ગઠબંધન એનડીએ અને ડાબેરીઓએ તા. ૩૧મી મેના દિને રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપી દીધું છે. જ્યારે કોલકતામાં તૃણમૂલ કોંગ્રેસે વિરોધી સરઘસ કાઢ્યું હતું. કેરળમાં તો, આજે સવારથી સાંજ સુધીનાં બંધનું એલાન એલડીએફ અને ભાજપે સાથે મળીને આપ્યું હતું.
આ ઉપરાંત, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા, ઑડીશા, ઉત્તર પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં તથા તમિળનાડુમાં પણ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. જ્યારે ભાજપના કાર્યકરોએ વડાપ્રધાન મનમોહનસિંહ, યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી અને પેટ્રોલિયમ પ્રધાન જયપાલ રેડ્ડીનાં પૂતળાં કોલકતા, ગુવાહત્તી અને અમેઠીમાં બાળ્યાં હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved