Last Update : 24-May-2012,Thursday

 

અફઘાનિસ્તાનના નાટો દળો માટે માર્ગો ખુલ્લા નહી થતાં
પાકિસ્તાનને અપાતી મદદમાં અર્ધાથી વધુનો કાપ મૂકી દેતું અમેરિકા

ખરડાને અંતિમ મંજૂરી માટે સંપૂર્ણ સમિતિની આજે બેઠક

(પીટીઆઇ) વોશીંગ્ટન,તા.૨૩
અમેરિકી સેનેટની એક મુખ્ય પેનલે પાકિસ્તાનને અપાતી અમેરિકી મદદ અર્ધાથી વધુ કાપી નાંખવાની ધરખાસ્તની તરફેણમાં મતદાન કરી ઇ.સ. ૨૦૧૩ની નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનને માત્ર એક અબજ અમેરિકી ડોલરની મદદ મંજુર કરી હતી. જો અફઘાનિસ્તાનમાં રહેલા નાટો દળોને પુરવઠો પહોંચતો કરવામાટે પાકિસ્તાન, માર્ગોને ફરીથી ખોલેનહી તો મદદમાં વધુ કાપ મુકવાની ચેતવણી ઉચ્ચારાઇ છે.
વિદેશી કામગીરી વિષેની સેનેટ એપ્રોપ્રિએશન્સ પેટા સમિતિએ વિદેશ વિભાગના બજેટને ગઇકાલે પસાર કર્યું . ત્યારે પાકિસ્તાનને મદદપેટે માત્ર એક અબજ અમેરિકી ડોલર જ મંજુર કર્યા હતા. આમ એ દેશને આ અને આવતા વર્ષે મળવાપાત્ર લગભગ ૯૦ કરોડ અમેરિકી ડોલર જેટલી મદદ કાપી નાખી છે.
સેનેટની આ કામગીરી મહિના જુની મડાગાંઠ સામે વધતા અમેરિકી ગુસ્સાનું પરિણામ હતી. શિકાગોમાં તાજેતરમાં યોજાઇ ગયેલી નાટોની શિખર પરિષદમાં અમેરિકાને અફઘાનિસ્તાન તરફ જતાં પુરવઠાના માર્ગો બાબત પાકિસ્તાન સાથે સમાધાન કારી ઉકેલ મળી આવવાની આશા હતી જે ફળીભુત નહી થતાં શિખર બેઠક પછી તુર્તજ પાકિસ્તાનને સહાયકાપની ઉપરોક્ત અમેરિકી પ્રતિક્રિયા આવી પડી હતી.
અમેરિકી સેનેટરોએ ત્રાસવાદ સામે લડવાની પાકિસ્તાની પ્રતિબધ્ધતા વિષે સવાલ ઉઠાવતા પેનલે ઇ.સ.૨૦૧૩ના નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનને અપાતી મદદમાં ૫૮ ટકા જેટલો કાપ મૂકવાની ભલામણ કરી હતી. એમ પેટા સમિતિના અધ્યક્ષ રીપબ્લિકન સેનેટર પેટ્રિક લેહે જણાવ્યુ હતુ.
આપણે પુરી પડાઇ રહેલી મદદમાં વધારો કરતા નથી. પરંતુ જો આપણા માટે આ માર્ગોને ખુલ્લા મુકાય નહી તો આપણે મૂળભૂતપણે એ મદદ પાછી લઇ લેવાના છીએ કારણ કે આપણા દળો અફઘાનિસ્તાનમાં જે ધમકીનો સામનો કરવો પડે છે એ કાર્યમાં આપણને ન્યાયપૂર્ણપમે મદદ નહી કરનારા દેશમાં આપણે રોકાણ કરવાના નથી. એમ સેનેટરે મતદાન પછી પત્રકારોને જણાવ્યું હતુ.
ખરડામાં પાકિસ્તાન માટે કુલ એક અબજ અમેરિકી ડોલરની મદદ ૧૮૪૦ લાખ અમેરિકી ડોલર વિદેશ વિભાગની કામગીરી માટે અને પાકિસ્તાન કાઉન્ટર ઇનસર્જન્સી કેપેબિલીટી ફંડ માટેના ૫૦૦ લાખ અમેરિકી ડોલર સહિત ૮૦૦૩ લાખ અમેરિકી ડોલર વિદેશી મદદ માટે વગેરેનો સમાવેશ થાય છે. એમ પેટા સમિતિએ યાદીમાં જણાવ્યું છે.
લેહે જણાવ્યું કે ખરડાની કુલ રકમ ૫૨.૧ અબજ અમેરિકી ડોલર જેટલી થાય છે. કે જે પ્રમુખની બજેટ વિનંતી કરતા ૨.૬ અબજ અમેરિકી ડોલર ઓછી છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૨ના સ્તરથી ૧.૨ અબજ અમેરિકી ડોલર જેટલી ઓછી છે.
ખરડાને અંતિમ મંજુરી માટે એપ્રોપ્રિએશન્સ સમિતિની સંપૂર્ણ બેઠક આવતીકાલે ગુરૃવારે મળશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કપિલ દેવને આમંત્રણ નહીં અને કિર્તિ આઝાદનું લાભાર્થી તરીકે નામ કપાયું
શાહરૃખ ખાને કેટલાક મહિના વિવાદ વગર શાંતિથી પસાર કરવા જોઈએ
પૂણે અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગની નજર
ખરાબ બેટિંગને લીધે અમે કોલકાતા સામે હાર્યા ઃ સેહવાગ
IPLની આવકમાંથી ખેલાડીઓને બેનિફિટ આપીએ છીએ તેમ બોર્ડ કેમ કહે છે?

આખરે ૧૬૦૦૦ની સપાટી ગુમાવતો સેન્સેક્સ ઃ રૃપિયો તળિયાની શોધમાં
રૃપિયાની મંદીમાં રોકડી કરવા માગતા વિદેશી ખરીદદારો
અબ તક ૫૬ કે પાર- રૃપિયો શું ૬૦ નો ભાવ બતાવશે ?
પ્રેમીયુગલે ટાવર પર ચઢી ધમાલ મચાવી
બે અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

ટેકસાસના ૨૫ પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ.ની મુલાકાત લીધી

તાલાલા પંથકમાંથી કેરીના સવા લાખ બોકસ સૌરાષ્ટ્રના પીઠામાં ઠાલવાયા
સ્ટેશન પર ધાણાની દાળનું રેપર નાંખનાર યુવકને ઢોર માર મરાયો

આયાત આધારિત રહેતાં ક્ષેત્રોને નરમ રૃપિયાની વિપરિત અસર

મંદીનો હાઉ ઈન્ફોટેક ખેલાડી ઓને ભયભીત કરે છે
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved