Last Update : 24-May-2012,Thursday

 

શાહરૃખ ફરી ઝળક્યો ઃ જીત બાદ પ્રેક્ષકને જૂતું બતાવ્યું!

પૂણેમાં એક પ્રેક્ષકની ટીપ્પણીથી કિંગ ખાન ઉશ્કેરાયો હતો

પુણે, તા.૨૩
ફિલ્મોમાં મોટું નામ અને મબલખ દામ કમાનારો અભિનેતા શાહરૃખ ખાન આજકાલ આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ સંબંધી કેટલાંક વિવાદો વચ્ચે વધુને વધુ ઘેરાતો જાય છે.
કોલકાતાની ટીમના માલિક શાહરૃખે મુંબઇની ટીમ સામે જીત મેળવ્યા બાદ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સુરક્ષા કર્મચારીઓ સામે કરેલી કથિત ગાળાગાળીનો વિવાદ હજુ શાંત નથી પડયો ત્યાં ગઇકાલે પુણેમાં પ્લેઓફ રાઉન્ડમાં કોલકાતાની જીતના ઉત્સાહમાં એક પ્રેક્ષકને જોડું ઉગામવાના નવા વિવાદમાં ફસાયો છે. હજી ગઇ કાલે જ શાહરૃખના મન્નત બંગલોમાં રાજસ્થાન પોલીસે દરવાજા ખખડાવ્યા હતાં અને જયપુરમાં એક ક્રિકેટ મેચમાં જાહેરમાં ધુમ્રપાન બદલ કોર્ટનું તેડું હોવાના કાગળો આપ્યાં હતાં.
એક ટી.વી. સમાચાર ચેનલના અહેવાલ મુજબ, મંગળવારે રાત્રે એક પ્રેક્ષકની ટીપ્પણીથી ગુસ્સે ભરાયેલાં શાહરૃખે આ પ્રેક્ષકને પોતાનું જોડુ બતાડયું હતું. મંગળવારે રાત્રે દિલ્હીની ટીમ સામે શાહરૃખની ટીમે શાનદાર જીત મેળવી આઇ.પી.એલ.ની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો તેની ઉજવણી માટે શાહરૃખ ખાન મેદાનમાં દોડી આવ્યો હતો અને જાહેરમાં ખેલાડીઓ સાથે કરતબો કર્યાં હતાં.
આ ઉજવણી વચ્ચે કેટલાંક પ્રેક્ષકો પણ મેદાનમાં પહોંચ્યા હતા, તેમાંથી એક પ્રેક્ષકે કરેલી કોઇક કમેન્ટથી શાહરૃખને ગુસ્સો આવ્યો હતો અને તેણે પોતાના જોડા તરફ ઇશારો કર્યો હોવાનો ટી.વી. ચેનલે દાવો કર્યો હતો. આ વિશે ખુદ શાહરૃખે એમ કહ્યું હતું કે, 'ચાર વર્ષથી મારી ટીમ આ પળની રાહમાં હતી અને આખરે અમે ફાયનલ સુધી પહોંચ્યા છીએ. મેં તાલીઓનો જથ્થો ફાયનલ માટે સાચવી રાખ્યો છે. હું છેલ્લાં દોઢ મહિનાથી ફિલ્મોમાં કામ પણ નથી કરતો. તેથી મારો દબાયેલો ગુસ્સો ક્યાંકને ક્યાંક ફૂટી નીકળે તે સ્વાભાવિક છે. હાલના સમયમાં હું ખૂબ જ પરેશાન છું. મને થોડો સમય આપો.'
જો કે, પુણેના સ્ટેડિયમમાં શાહરૃખની આ કથિત ચેષ્ટા વિશે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ હોવાના સમાચાર નથી પરંતુ શાહરૃખના ચાહકોની બાજ નજર તેના વર્તન પર હોય તે સ્વાભાવિક છે. અને શાહરૃખના ટીકાકારો તો તકની રાહમાં જ હોય ને? ટ્વિટર પર શાહરૃખ ખાન પર ફીટકાર વરસાવાઇ રહ્યો છે.
ટ્વિટર પર શાહરૃખ ખાનની ટીકા કરનારા કેટલાંક લોકોએ લખ્યું હતું,
'એવું લાગે છે કે, પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ'ની પંચલાઇન 'કોરબો, લોડબો, જીતબો'ને શાહરૃખ ખાને વધુ પડતી ગંભીરતાથી લીધી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કપિલ દેવને આમંત્રણ નહીં અને કિર્તિ આઝાદનું લાભાર્થી તરીકે નામ કપાયું
શાહરૃખ ખાને કેટલાક મહિના વિવાદ વગર શાંતિથી પસાર કરવા જોઈએ
પૂણે અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગની નજર
ખરાબ બેટિંગને લીધે અમે કોલકાતા સામે હાર્યા ઃ સેહવાગ
IPLની આવકમાંથી ખેલાડીઓને બેનિફિટ આપીએ છીએ તેમ બોર્ડ કેમ કહે છે?

આખરે ૧૬૦૦૦ની સપાટી ગુમાવતો સેન્સેક્સ ઃ રૃપિયો તળિયાની શોધમાં
રૃપિયાની મંદીમાં રોકડી કરવા માગતા વિદેશી ખરીદદારો
અબ તક ૫૬ કે પાર- રૃપિયો શું ૬૦ નો ભાવ બતાવશે ?
પ્રેમીયુગલે ટાવર પર ચઢી ધમાલ મચાવી
બે અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

ટેકસાસના ૨૫ પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ.ની મુલાકાત લીધી

તાલાલા પંથકમાંથી કેરીના સવા લાખ બોકસ સૌરાષ્ટ્રના પીઠામાં ઠાલવાયા
સ્ટેશન પર ધાણાની દાળનું રેપર નાંખનાર યુવકને ઢોર માર મરાયો

આયાત આધારિત રહેતાં ક્ષેત્રોને નરમ રૃપિયાની વિપરિત અસર

મંદીનો હાઉ ઈન્ફોટેક ખેલાડી ઓને ભયભીત કરે છે
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved