Last Update : 24-May-2012,Thursday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકાના આધારે સાઉદી અરેબિયાના જુબૈલ ખાતેથી અટકાયતમાં લેવાયેલા બિહારના દરભંગાના ઇજનેરની માહિતી મેળવવા તેની પત્નીએ હવે કોર્ટમાં જવાનુ નક્કી કર્યું છે. ફૈસલના પત્ની નિખત પરવીને કહ્યું હતું કે, 'મને એટલું તો કહો કે મારો પતિ ફૈસલ અત્યારે ક્યાં છે ?'
(2) રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિર્ણયને લાલુપ્રસાદનો રાજદ પક્ષ ટેકો આપશે. સંસદમાં રાજદના સાંસદોની સંખ્યા પૂરતા પ્રમાણમાં નથી તેથી તેણે યુપીએ અધ્યક્ષાના નિર્ણયને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.
(3) ૧૯૯૬ના સરકારી આવાસ કૌભાંડની કેસની સુનાવણીમાં હાજર રહેવામાંથી ૯૮ વર્ષીય ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શીલા કૌલને આજે ફરીથી એકવાર મુક્તિ આપવામાં આવી હતી. અગાઉ કોર્ટે આરોપો ઘડતી વખતે કૌલને વ્યક્તિગત રીતે સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો.
(4) અમેરિકાસ્થિત તુર્કમેનિસ્તાન- અફઘાનિસ્તાન- પાકિસ્તાન- ભારત ગેસ પાઇપલાઇન સંદર્ભે ભારતે તેના નવા ઊર્જા ભાગીદારોએ આજે કરારો પર હસ્તાક્ષર કર્યા છે જેના પગલે ૭.૬ અબજ ડોલરના ખર્ચે તૈયાર થનારી ૧૬૮૦ કિ.મી. લાંબી પાઇપલાઇન માટેનો માર્ગ મોકળો થયો છે.
(5) સંસદમાં હવે ટૂંક સમયમાં મોડર્ન ડિજીટલ રેકોર્ડિંગ સિસ્ટમ દ્વારા કામ લેવાશે. સર્વોચ્ચ અદાલતે સંસદની વર્તમાન પ્રણાલિના સ્થાને આધુનિક પદ્ધતિ ઉપયોગમાં લેવાની કેન્દ્રને મંજૂરી આપી દીધી છે.
(6) કડક ઇમિગ્રેશન નિયમોના કારણે યુ.કે. આવતા કુશળ ભારતીયોને અસર પડશે તેવા ડરથી બ્રિટને જણાવ્યું હતું કે આર્થિક કટોકટીના સમયમાં ઇમીગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા માટે નિયમોમાં કેટલુંક 'સરભર' કરાયું છે.
(7) લોકપાલ બિલ રાજ્યસભાની પસંદગી સમિતિને સોંપીને સરકારે આશ્ચર્ય સર્જ્યું હોવાના આરોપોને રદિયો આપતા સંસદીય (બાબતોના) પ્રધાન પી. કે. બંસલે જણાવ્યું હતું કે તમામ પક્ષો સાથે ચર્ચા વિચારણા બાદ આ પગલું ભરાયું છે. આ મુદ્દે મુકાયેલા આરોપો અંગે તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.
(8) સંસદ ભવનથી ૩૦૦ મિટર જેટલા અંતરે આવેલી બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અગ્નિશામક દળ દોડતું થઈ ગયું હતું. આગ ઠારવા માટે ૩૦થી વધારે લાયબંબાની મદદ લેવી પડ હતી.

 

આંતરરાષ્ટ્રીય
(1) અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનના અબોટાબાદ સ્થિત ઘર સુધી પહોંચવામાં સીઆઈએને મદદ કર્યાનો આરોપ ધરાવતા પાકિસ્તાની તબીબને આજે ૩૩ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. તબીબ શકિત અફ્રિદી પર અબોટાબાદમાં સીઆઈએ પ્રેરિત નકલી વેક્સિન કાર્યક્રમ ચલાવવાનો પણ આરોપ છે.
(2) ઇજીપ્તમાં ભૂતપૂર્વ પ્રમુખ હોસ્ની મુબારકને સત્તા પરથી હાંકી કઢાયા બાદ પહેલીવાર યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. કડક સલામતી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
(3) પાકિસ્તાનના ઉત્તર વિઝિરીસ્તાનમાં અમેરિકી ડ્રોન વિમાનોએ બે મિસાઈલ દ્વારા કરેલા હુમલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. અફઘાનિસ્તાનમાં નાટો દળોને પૂરવઠો લઈ જતો રસ્તો ફરીથી ખોલવામાં પાક દ્વારા થઈ રહેલા વિલંબના કારણે અમેરિકા હવે અધીરું બની રહ્યું છે.
(4) પાક.ના કરાચીમાં ફાટી નીકળેલી વંશીય હિંસામાં ઓછામાં ઓછા ૧૪ લોકો માર્યા ગયા છે અને અનેકને ઇજા પહોંચી છે. મૃતકોમાં મોટા ભાગના નિર્દોષ નાગરિકોનો સમાવેશ થાય છે.
(5) અમેરિકાના કેલિફોર્નિયામાં સ્પેસ એક્સ કંપનીનું માનવરહિત અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયું છે. અવકાશ મથક પર માલ-સામાન પહોંચાડવા માટે ગયેલું આ પહેલું ખાનગી યાન છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કપિલ દેવને આમંત્રણ નહીં અને કિર્તિ આઝાદનું લાભાર્થી તરીકે નામ કપાયું
શાહરૃખ ખાને કેટલાક મહિના વિવાદ વગર શાંતિથી પસાર કરવા જોઈએ
પૂણે અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગની નજર
ખરાબ બેટિંગને લીધે અમે કોલકાતા સામે હાર્યા ઃ સેહવાગ
IPLની આવકમાંથી ખેલાડીઓને બેનિફિટ આપીએ છીએ તેમ બોર્ડ કેમ કહે છે?

આખરે ૧૬૦૦૦ની સપાટી ગુમાવતો સેન્સેક્સ ઃ રૃપિયો તળિયાની શોધમાં
રૃપિયાની મંદીમાં રોકડી કરવા માગતા વિદેશી ખરીદદારો
અબ તક ૫૬ કે પાર- રૃપિયો શું ૬૦ નો ભાવ બતાવશે ?
પ્રેમીયુગલે ટાવર પર ચઢી ધમાલ મચાવી
બે અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

ટેકસાસના ૨૫ પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ.ની મુલાકાત લીધી

તાલાલા પંથકમાંથી કેરીના સવા લાખ બોકસ સૌરાષ્ટ્રના પીઠામાં ઠાલવાયા
સ્ટેશન પર ધાણાની દાળનું રેપર નાંખનાર યુવકને ઢોર માર મરાયો

આયાત આધારિત રહેતાં ક્ષેત્રોને નરમ રૃપિયાની વિપરિત અસર

મંદીનો હાઉ ઈન્ફોટેક ખેલાડી ઓને ભયભીત કરે છે
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved