Last Update : 24-May-2012,Thursday

 

પેટ્રોલમાં લિટરે રૃ.૭.૫૦નો વધારો

રૃપિયો નબળો પડતાં વધારો અનિવાર્ય ઃ સરકાર વધેલા ભાવ પાછા ખેંચવા વિપક્ષોનો હોબાળો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૩
ધાર્યા પ્રમાણે જ સંસદનું અંદાજપત્ર સત્ર પૂરૃું થયા પછી તુર્ત જ સરકારે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃા. ૭.૫૪નો તોતીંગ ભાવવધારો ઝીંકી દીધો છે. એક તરફ રૃપિયાની સતત ઘટી રહેલી કિંમત અને બીજી તરફ પેટ્રોલના ભાવમાં થયેલા પ્રચંડ વધારાને લીધે દેશભરમાં ચીજવસ્તુઓના ભાવમાં નોક-ઓન ઈમ્પેક્ટ થશે તેમ ટોચના અર્થશાસ્ત્રીઓ જણાવે છે. નાણાપ્રધાન મુખરજીએ સરકારનો બચાવ કરતાં કહ્યું હતું કે પેટ્રોલના ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી, તેથી સરકાર આ બાબતે કશું કરી શકે નહીં આમ કહી સરકારે હાથ ઊંચા કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે આ ભાવ વધારાને તેલ કંપનીઓની ખોટને અનુલક્ષીને અનિવાર્ય જણાવ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધીની સાથે યુપીએ-૨ સરકારના ત્રીજા વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુલાયમસિંહના પક્ષ સપાએ આ ભાવવધારો સરકારની ત્રીજા વર્ષની ભેટ સમાન ગણાવ્યો છે.
છેલ્લા છ મહિનાથી સરકારે પેટ્રોલનો ભાવવધારો રોકી રાખ્યા પછી આજે મધરાતથી જ અમલી બને તે રીતે એકાએક પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ રૃા. ૭.૫૪નો ભાવવધારો જાહેર કરી દીધો છે. આથી દિલ્હીમાં તે લીટર દીઠ રૃા. ૭૩.૧૮ના ભાવે મળતું થશે. તેમ સરકાર હસ્તકની ત્રણે તેલ કંપનીઓએ પોતાની અલગ અલગ પરંતુ એક સરખી પત્રકાર યાદીમાં જણાવ્યું હતું.
આ પૂર્વે તેલ કંપનીઓને સૌથી વધુ ભાવ વધારો રૃા. ૫ નો કર્યો હતો. અને તે પૂર્વે મે ૧૫, ૨૦૧૧ના દિવસે પણ રૃા. ૫ નો ભાવવધારો કરાયો હતો. આથી, દિલ્હીમાં લીટર દીઠ રૃા. ૫૮.૩૭ થી વધી તે રૃા. ૬૩.૩૭ થયા હતા. જ્યારે મે ૨૪, ૨૦૦૮ના દિને પેટ્રોલના ભાવ દર લીટરે રૃા. ૫૦.૫૬ હતા.
સરકારે જૂન ૨૦૧૦માં પેટ્રોલના ભાવો અંકૂશ મુક્ત કર્યા હતા. તે પછી ગત વર્ષના નવેમ્બરની ૪ થી તારીખે સરકાર હસ્તકની તેલ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો હતો. આ ભાવ વધારા પાછળનું કારણ તેલના ભાવમાં થયેલા ૧૪.૫ ટકાનો વધારો અને ડોલર સામે થયેલું રૃપિયાનું અવમૂલ્યન છે.
આજના આ ભાવવધારાથી મુંબઈમાં પેટ્રોલ લીટર દીઠ રૃા. ૭૮.૫૭ કોલકાતામાં રૃા. ૭૭.૮૮ અને ચેન્નાઈમાં રૃા. ૭૭.૫૩ના ભાવે મળશે. પેટ્રોલિયમ પ્રધાન એસ. જયપાલ રેડ્ડીએ ગઈકાલે જ જણાવ્યું હતું કે રૃપિયાની ઘટેલી કિંમતને લીધે બળતણના ભાવમાં વધારો કરવાની તત્કાળ જરૃર છે.
નાણાપ્રધાન પ્રણવ મુખરજીના નેતૃત્વ નીચે મળેલી હાઈ પાવર્ડ મિનિસ્ટ્રીયલ પેનલ દ્વારા પેટ્રોલનો ભાવ વધારો જાહેર કરાયો હતો, પરંતુ ડીઝલ, કેરોસીન કે રાંધણ ગેસના ભાવમાં વધારો નહીં કરવા નિર્ણય લેવાયો હતો. ડીઝલ કેરોસીન અને રાંધણ ગેસના ભાવમાં ગત વર્ષના જૂન મહિનામાં જ ભાવ વધારો જાહેર કરાયો હતો.
તેલ પ્રધાન જયપાલ રેડ્ડી એ કહ્યું હતું કે આપણી તેલ કંપનીઓને રૃપિયાની કિંમત ઘટતાં વાર્ષિક રૃા. ૮,૦૦૦ કરોડનું નુકસાન જાય છે. ૩૧ માર્ચ ૨૦૧૨ના દિને પૂરા થયેલા નાણાકીય વર્ષે પેટ્રોલનાં વેચાણમાં જ રાજ્ય હસ્તકની કંપનીઓને રૃા. ૪,૮૬૦ કરોડનું નુકસાન થયું હતું. પેટ્રોલમાં લીટર દીઠ તેમને દર લીટરે રૃા. ૬.૨૮ની ખોટ થતી હતી. તેમાં ૨૦ ટકા વેટને ગણતરીમાં લેતાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ લીટર દીઠ રૃા. ૭.૫૪ કરવા અનિવાર્ય છે. ગત વર્ષે ડોલર સામે ૪૬ રૃપિયાનો ભાવ હતો જે કિંમત તૂટીને અત્યારે રૃા. ૫૫ થી પણ નીચે જતાં તેને રૃા. ૭૨,૦૦૦ કરોડનું નુકસાન તેલ કંપનીઓને ગત નાણાંકીય વર્ષમાં વેઠવું પડયું હતું.
આ ભાવવધારાનો ઉગ્ર વિરોધ કરતાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભાવવધારો ભ્રષ્ટાચાર અને બેરોજગારી તે જ યુપીએ-૨ સરકારની સિદ્ધિઓ છે. મુંબઈમાં યોજાનારી ભાજપ કાર્યકારણીની બેઠકમાં ભાગ લેવા મુંબઈ પહોંચતા ગડકરીએ પક્ષના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે યુપીએ સરકારની વિશ્વસનીયતા અત્યારે સૌથી નીચી ગઈ છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે અમે આ પેટ્રોલ ભાવ વધારો સહી શકીએ તેમ નથી. પરંતુ સરકાર પડવા નહીં દઈએ. આ ભાવ વધારો અમારી જાણ બહાર કરાયો છે.
ડાબેરીઓએ પણ આ ભાવવધારાની ટીકા કરી હતી. તેમની તમીલનાડુનાં જે જયલલિતા તથા પંજાબના પ્રકાશસિંહ બાદલે પણ આ ભાવવધારાનો વિરોધ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કપિલ દેવને આમંત્રણ નહીં અને કિર્તિ આઝાદનું લાભાર્થી તરીકે નામ કપાયું
શાહરૃખ ખાને કેટલાક મહિના વિવાદ વગર શાંતિથી પસાર કરવા જોઈએ
પૂણે અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગની નજર
ખરાબ બેટિંગને લીધે અમે કોલકાતા સામે હાર્યા ઃ સેહવાગ
IPLની આવકમાંથી ખેલાડીઓને બેનિફિટ આપીએ છીએ તેમ બોર્ડ કેમ કહે છે?

આખરે ૧૬૦૦૦ની સપાટી ગુમાવતો સેન્સેક્સ ઃ રૃપિયો તળિયાની શોધમાં
રૃપિયાની મંદીમાં રોકડી કરવા માગતા વિદેશી ખરીદદારો
અબ તક ૫૬ કે પાર- રૃપિયો શું ૬૦ નો ભાવ બતાવશે ?
પ્રેમીયુગલે ટાવર પર ચઢી ધમાલ મચાવી
બે અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

ટેકસાસના ૨૫ પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ.ની મુલાકાત લીધી

તાલાલા પંથકમાંથી કેરીના સવા લાખ બોકસ સૌરાષ્ટ્રના પીઠામાં ઠાલવાયા
સ્ટેશન પર ધાણાની દાળનું રેપર નાંખનાર યુવકને ઢોર માર મરાયો

આયાત આધારિત રહેતાં ક્ષેત્રોને નરમ રૃપિયાની વિપરિત અસર

મંદીનો હાઉ ઈન્ફોટેક ખેલાડી ઓને ભયભીત કરે છે
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved