Last Update : 23-May-2012,Wednesday

 

આઈપીએલ-ફાઈવનાં પાંચ-લાઈનર્સ!

 
છેલ્લે છેલ્લે આઈપીએલ-પાંચ કંઈક ગરમાગરમી લાવ્યું ખરું! શાહરુખ, માલ્યા, મોડેલ્સ અને રાજકારણીઓ... બધા ધંધે લાગી ગયા!
રોજેરોજ ચાલતા આ તમાશા જોઈને અમને ‘છપ્પા’ની જગાએ ‘પંજા’, એટલે કે પાંચ-લાઈનર્સ લખવાનું મન થાય છે...
* * *
એક તરફ તો ફિક્સીંગ ચાલે
બીજી બાજુએ પાર્ટી
ત્રીજી બાજુ છે ગાળાગાળી
ને ચોથી બાજુએ છેડતી...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો શાહરુખ ગાળો ભાંડે
બીજી કરે દાદાગિરી
ત્રીજું મિડીયા જુવે તમાશો
ચોથી ભાટાઈ બીસીસીઆઈ...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો લાલુ ‘ફેમસ’ ભ્રષ્ટ
બીજા ‘પ્લેયર’ શરદ પવાર
ત્રીજા ‘વિલાસી’ દેશમુખજી
ચોથા ‘કિર્તી’ના ઉપવાસ...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો છોકરી અમેરિકન
બીજો પીધેલો ઓસ્ટ્રેલિયન
ત્રીજો ફિયાન્સે ખાધો માર
ચોથું ટવીટરથી હાહાકાર...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો ફિક્સીંગ ખુલ્લેઆમ
બીજા બુકી ઝલાયા સાત
ત્રીજા પાંચ ક્રિકેટર કાઢ્‌યા
ચોથી દસ કરોડની વાત...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો ગ્રાઉન્ડમાં ચિયર-ગર્લ્સ
બીજી પાર્ટીથી પહોંચે બેડ
ત્રીજી ડ્રગ્સની ચાલે રેવ પાર્ટી
ચોથી એમાં ય પાડી રેડ...
વાહ, આઈપીએલ પાંચ!
* * *
એક તો આપણે નવરા
બીજું ચાલે છે વેકેશન
ત્રીજું ‘લાઈવ’ મળ્યું મનોરંજન
ચોથું એમાંય ‘સેન્સેશન’...
વાહ, આઈપીએલ પાંચ!!
Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved