Last Update : 23-May-2012,Wednesday

 
મેદાન બહારની રમતો
કોઇએ તેને ‘ઇન્ડિયન પ્રોબ્લેમ લીગ’ કહી, તો કોઇએ ‘ઇન્ડિયન પાર્ટી લીગ’. બહરહાલ, નામમાં શું બળ્યું છે? ઇન્ડિયન પ્રીમિયર લીગને કોઇ પણ નામે ઉલ્લેખો, તેની સાથે જોડાયેલા વિવાદો અને તેમને અપાયેલું મહત્ત્વ ઓછાં શરમજનક બની જવાનાં નથી. આઇપીએલના પાંચમા વર્ષે, છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રણ ઘટનાઓ બનીઃ એક ચેનલના સ્ટંિગ ઓપરેશનમાં આઇપીએલમાં (પણ) મેચ ફિક્સંિગ થતું હોવાનું બહાર આવ્યું. પ્રસાર માઘ્યમોએ કોઇ આંતરરાષ્ટ્રિય કૌભાંડ જાહેર થયું હોય એવી રીતે તેને ચગાવ્યું. પાંચ ખેલાડીઓને બરતરફ કરવામાં આવ્યા.
ફિક્સંિગવિવાદ શમે તે પહેલાં બીજા બે પ્રસંગ બન્યાઃ આઇપીએલમાં રમતા એક વિદેશી ખેલાડી પર એક વિદેશી મહિલાએ મોડી રાતની પાર્ટીમાં છેડછાડનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો. ન્યૂઝ ચેનલોએ ફરિયાદ મહીલાને રાબેતા મુજબ ખભે ઊંચકી લીધાં. સાંજ પડ્યે જે ચેનલ પર સમાચાર જુઓ તેમાં એ બહેન જ દેખાય. વાત ફક્ત તેમના આરોપ પૂરતી હોય તો શો વાંધો હોય? ઊલટું આનંદ થાય કે કોઇ સ્ત્રીની છેડતીની ફરિયાદને આટલી ગંભીરતાથી લેવાય છે? પરંતુ ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’નો ઘ્યેયમંત્ર ધરાવતી ચેનલો આ પ્રકારના સમાચારમાં ‘વેલ્યુ એડિશન’ તરીકે કયા રસ છાંટવાના બાકી રાખે એ જ સવાલ. છાનબીનના નામે છાણહોળી રમવાના શોખીન સમાચારબાજોએ આઇપીએલ, પાર્ટીકલ્ચર અને રંગરેલીયાં વિશે સ્ટુડિયોમાં રંગીન ચર્ચાઓ ચલાવી.
ઉપરના બન્ને વિવાદોમાં સંકળાયેલાં પાત્રો અજાણ્યાં હતાં. તેમાં કેન્દ્રસ્થાને આઇપીએલ હતી. કોઇ મોટા હીરો-કમ-વિલનની ગેરહાજરી ખૂટતી હતી. આ સ્થાન શાહરૂખખાન જેવા પ્રસિદ્ધ અભિનેતા કરતાં વધારે સારી રીતે કોણ લઇ શકે? શાહરૂખખાન અભિનેતા ઉપરાંત, આઇપીએલના સંદર્ભે કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના એક ભાગીદાર પણ છે. પહેલાં માલેતુજારોના ઘોડા રેસમાં દોડતા હતા.
હવે તેમના ખેલાડીઓ સ્ટેડિયમ પર ક્રિકેટ રમે છે. પોતાની માલિકીની ટીમની મેચમાં શાહરૂખખાન મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ગયો. ત્યાં શું બન્યું એ ખાતરીપૂર્વક તો જ કહી શકાય, જો તમે બન્નેમાંથી કોઇ એક પક્ષ ભણી ઢળેલા હો અથવા બીજા પક્ષની તમને એલર્જી હોય. શાહરૂખખાન કહે છે કે સ્ટેડિયમના સુરક્ષાકર્મીઓએ શાહરૂખનાં અને બીજાં બાળકો સાથે ખરાબ વર્તણૂંક કરી. સ્ટેડિયમનો સ્ટાફ કહે છે કે બાળકોને મેદાનમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. કારણ કે એ પરવાનગી કોઇને અપાતી નથી. સાથે પૂરક માહિતી એવી પણ આવી કે શાહરૂખખાન તે સમયે શરાબસેવન પછીની ઉત્તેજિત અવસ્થામાં હતા.
કારણ જે હોય તે, પણ શાહરૂખખાને સુરક્ષાકર્મીઓ સાથે જોરદાર ઝઘડો કર્યો. તેમને ગાળો દીધી. ન કહેવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે પોતે સ્વસ્થ હતા.
શરાબ પીધો ન હતો. વાનખેડે સ્ટેડિયમની માલિકી ધરાવતા મુંબઇના બોર્ડના મુખિયા વિલાસરાવ દેશમુખે આદર્શ કૌભાંડનો ચુકાદો જાહેર કરતા હોય એવી ગંભીરતાથી પત્રકાર પરિષદ બોલાવીને શાહરૂખખાનને સજા ફટકારીઃ પાંચ વર્ષ સુધી તે પ્રેક્ષક તરીકે પણ વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે નહીં. કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે સંકળાયેલા એક હોદ્દેદારે મમરો મૂક્યોઃ આ સજાનો અર્થ શો? આ તો ગૌતમ ગંભીર પર પાંચ વર્ષ સુધી મહેબૂબ સ્ટુડિયોમાં પ્રવેશનો પ્રતિબંધ મૂકવામાં આવે એવી વાત છે.
ક્રિકેટમાં રાજકારણીઓના પ્રભાવનો તત્કાળ પરચો આપતાં વિલાસરાવ દેશમુખના જ પક્ષના રાજીવ શુક્લે કહ્યું કે સ્થાનિક બોર્ડ ફક્ત સૂચન મોકલી શકે. તેની પર આખરી અમલ બીસીસીઆઇએ કરવાનો છે. એટલે કે, ચંિતા ન કરશો. મોટે ભાગે તો ઘીના ઠામમાં ઘી ઢળી રહેશે. અલબત્ત, ચંિતાનો સૌથી મોટો વિષય હોય તો તે આઇપીએલના નામે ચાલતા આર્થિક સહિતના અનેક ગોટાળા પ્રત્યે બીસીસીઆઇ અને સરકારના આંખ આડા કાન છે. સાથોસાથ, પ્રસાર માઘ્યમોએ જે રીતે શાહરૂખખાનની ઘટનાને રાષ્ટ્રિય સલામતીને લગતો મુદ્દો હોય એવી રીતે ચગાવી, તે પણ વઘુ એક વાર પ્રસાર માઘ્યમોની કક્ષા,દાનત અને ખોટી પ્રાથમિકતાનું સૂચક છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved