Last Update : 23-May-2012,Wednesday

 

જયલલિતા-પટનાયકની જોડીનો ખેલ
સંગમાના નામે રાષ્ટ્રપતિની ચૂંટણી વઘુ રસપ્રદ બનાવી

- છેલ્લે સુધી સર્વસંમતિ માટે પ્રયાસ કરાશે
- પ્રણવનું નામ આગલી હરોળમાં છે પણ નિશ્ચિત નથી; રાજકીય ગેમ

 

પી.એ.સંગમાનું રાષ્ટ્રપતિપદની રેસમાં વહેતું કરીને જયલલિતા-પટનાયકની જોડીએ યુપીએ કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ પદની રેસમાં ટોપમાં રહેલા નાણાપ્રધાન પ્રણવ મુકરજીની જીત કોઈ રીતે આસાન બનવાની નથી. એટલું તો નિશ્ચિત બની ગયું છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકાર તેની પસંદગીના રાષ્ટ્રપતિ નહીં લાવી શકે.
જુલાઈના ત્રીજા અઠવાડિયા દરમિયાન રાષ્ટ્રપતિ પદ માટે સર્વ સંમતિ નહીં સધાય તો તે માટે વોટ પડશે. અર્થાત્‌ મતદાન થશે. યુપીએ કેન્દ્ર સરકાર પાસે ૪૦ ટકા મત છે. જ્યારે પ્રતિસ્પર્ધી એવા ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે ૪૦ ટકા મત છે. આ ચૂંટણીમાં મતદાન લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો, લેજીસ્ટેલી કાઉન્સીલના સભ્યો મતદાન કરશે.
રાષ્ટ્રપતિ પદ માટેની આ વખતની રેસ રસપ્રદ એટલા માટે બની છે કે સત્તાધારી પક્ષ પાસે બહુમતી મતો નથી. આ સંજોગોમાં ભારતના રાજકારણમાં થતું આવ્યું છે એમ પ્રાદેશિક પક્ષોના ભરોસે બંને મુખ્ય રાજકીય પક્ષોને રહેવું પડશે.
રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર હોય તે માટે રાજકીય પક્ષો શા માટે આટલા બધા પ્રયાસો કરે છે તે જાણવું પણ જરૂરી છે. એક તો આ રાજકીય પક્ષો જે તે કોમ્યુનીટીની તરફેણ કરીને તેમના મત મેળવવા માગે છે. આ પક્ષો મુસ્લીમ ઉમેદવાર કે પછાત વર્ગના ઉમેદવાર મુકીને સમગ્ર દેશના આ વર્ગના મતદારોને ખુશ કરવા માગે છે. આ ખુશી તેમની તરફેણમાં મતદાનમાં પરિવર્તીત થાય તેવા પ્રયાસો થાય તે માટે ગાઈ-વગાડીને તેનો વિવાદ કરવામાં આવે છે જેથી લોકોનું ઘ્યાન ખેંચાય છે.
ચોક્કસ વર્ગને ખુશ કરવા ઉપરાંત મહત્વનું એક પાસું એ પણ છે કે લોકસભાની ચૂંટણીઓ પછી પરિણામો આવે ત્યારે સરકાર રચવા જે પક્ષને રાષ્ટ્રપતિ બોલાવે તે નાના પક્ષોને સમજાવીને તેમને સરકારમાં સાથે જોડીને બહુમતી સાબિત કરી શકે છે. આ મુદ્દો રાજકીય પક્ષો માટે મહત્વનો છે. જો પોતાનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે હોય તો સરકાર રચતી વખતે તે ઉપયોગી બને છે.
રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ ખાતર ડૉ. અબ્દુલ કલામ જેવા લોકપ્રિય લોકો માટે સર્વસંમતિ કેમ સાધતા નહીં હોય તે પ્રશ્નનો જવાબ પ્રજાને મળતો નથી. અહીં રાજકીય તોડબાજીની વાતો થાય છે. જેમકે તમારો રાષ્ટ્રપતિ તો અમારો ઉપરાષ્ટ્રપતિ !! આ સંજોગોમાં પી.એ.સંગમા કદાચ રાષ્ટ્રપતિ ના બની શકે તો ઉપરાષ્ટ્રપતિ પદ પસંદ કરશે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે તારીખ બહાર પાડી નથી. જો ત્યાં સુધીમાં સર્વસંમતિ નહીં થાય તો અનેક લોકો રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે. ઘણાં લોકો અપક્ષ તરીકે ફોર્મ ભરે છે.
ભાજપે એક તબક્કે લશ્કરના વડા વી.કે.સંિહનું નામ વહેતું મુક્યું હતું પરંતુ કોઈ પક્ષે તે માટે ટેકો ના આપતા આ નામ આગળ નહોતું વઘ્યું. પોલીટીકલ ક્ષેત્ર સિવાયના લોકો આવા સર્વોચ્ચ હોદ્દા પર ના હોવા જોઈએ તે માટે તમામ પક્ષો સંમત થતા ઇન્ફોસીસના ફાઉન્ડર રામમૂર્તિ જેવાના નામ પર શરૂઆતમાં જ ચોકડી મુકાઈ ગઈ હતી.
છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રપતિપદ અને ઉપરાષ્ટ્રપતિપદ માટે વિવિધ અટકળો ચાલે છે. દરેક પક્ષે પસંદગીના આ જંગમાં ટુંકાવ્યું છે. દરેક પોતાને રાજકીય નિષ્ણાત માને છે. તે દેશ હિતની વાતો કરે છે અને અંગત સ્વાર્થ સાધવા પોતાને મનગમતા ઉમેદવારને પ્રોજેક્ટ કરે છે. કોંગ્રેસે શાણપણ બતાવીને હજુ મોં નથી ખોલ્યું. એમ માનવામાં આવે છે કે છેલ્લે સુધી સરકાર સર્વસંમતિ માટે પ્રયાસ કરશે અને સરકારની ઇમેજ બચાવવા પણ પ્રાદેશિક પક્ષોને સમજાવશે.
છેલ્લા ડેવલપમેન્ટમાં જ્યારે જયલલિતા અને નવીન પટનાયકની જોડી પી.એ.સંગમાનું નામ મુક્યું ત્યારે સંગમાના મધર પક્ષ એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે સંગમાના નામ અંગે મને જાણ નથી. શરદ પવારે ઉમેર્યું હતું કે યુપીએ કેન્દ્ર સરકારનો જે ઉમેદવાર હશે તને હું માન્ય રાખીશ. આમ સંગમાને તેમના ખાસ પોલીટીકલ ફ્રેન્ડનો સપોર્ટ નથી મળ્યો. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ ઉપરાષ્ટ્રપતિપદ માટે ડાબેરી પક્ષના તેમના મિત્રનું નામ ઉછાળ્યું હતું. જોકે મે-માસના અંત સુધીમાં આવા ઘણાં રાજકીય ગતકડાં જોવા મળશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 

 

 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved